FASTag Rules: બે કારમાં 1 ફાસ્ટેગ વાપરી શકાય? જાણો NHAIના નિયમ

FASTag New Rules: ફાસ્ટેગ અને ટોલ ટેક્સ સંબંધિત નવા નિયમ 17 ફેબ્રુઆરીથી લાગુ થયા છે. ઘણા લોકો પાસે બે કાર હોય છે. આવી સ્થિતિમાં બંને કારમાં એક ફાસ્ટેગ કાર્ડ વાપરી શકાય કે નહીં તે અંગે લોકો મૂંઝવણ અનુભવે છે. ચાલો જાણીયે NHAIના નિયમ

FASTag New Rules: ફાસ્ટેગ અને ટોલ ટેક્સ સંબંધિત નવા નિયમ 17 ફેબ્રુઆરીથી લાગુ થયા છે. ઘણા લોકો પાસે બે કાર હોય છે. આવી સ્થિતિમાં બંને કારમાં એક ફાસ્ટેગ કાર્ડ વાપરી શકાય કે નહીં તે અંગે લોકો મૂંઝવણ અનુભવે છે. ચાલો જાણીયે NHAIના નિયમ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
FASTag Rules | FASTag NewRules | NHAI

FASTag Rules: ફાસ્ટેગ વાહનનો ટોલ ટેક્સના ઓનાલઇન પેમેન્ટ માટેની સુવિધા છે. (Indian Express Photo)

FASTag New Rules: ફાસ્ટેગ માટે નવા નિયમ 17 ફેબ્રુઆરીથી લાગુ થયા છે. નવા નિયમ મુજબ ફાસ્ટેગ એકાઉન્ટમાં ઓછું બેલેન્સ, ટોલ ટેક્સ પેમેન્ટમાં વિલંબ અને ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. બમણા દંડથી બચવા માટે તમારા કારનું ફાસ્ટેગ એક્ટિવ છે કે નહીં તે ચેક કરી લો. ઘણા લોકો પાસે એક થી વધુ કાર હોય છે. આવી સ્થિતિમાં બે કારમાં એક ફાસ્ટેગ કાર્ડ વાપરી શકાય કે નહીં તે અંગે લોકો મૂંઝવણ અનુભવે છે. ચાલો જાણીયે શું છે નિયમ

Advertisment

NHAI Rules : એનએચએઆઈના નિયમ

NHAI દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગનો નિયમ લાગુ કર્યો છે. એટલે કે એક વાહન માટે એક ફાસ્ટેગ માન્ય ગણાશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) દ્વારા અગાઉ જાહેરાત કરાઇ હતી કે, માન્ય પરંતુ અપૂર્ણ કેવાયસી વાળા ફાસ્ટેગ 31 જાન્યુઆરી, 2024 પછી બેંકો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. આનો આવશ્યક અર્થ એવો થાય છે કે, એક વાહન માત્ર એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકે છે અને એક ફાસ્ટેગ ફક્ત એક જ કાર માટે વાપરી શકાય છે.

નિયમ મુજબ એક ફાસ્ટેગ ફકત એક જ કાર માટે વાપરી શકાય છે. જો તમારી માટે એક થી વધુ કાર છે તો દરેક કાર માટે અલગ અલગ ફાસ્ટેગ રાખવી પડશે. દરેક ફાસ્ટેગ માટે અલગ અલગ પ્રક્રિયા કરવાની રહેશે.

આ પણ વાંચો | Fastag ઓનલાઇન ખરીદવાથી લઇ એક્ટિવ કરવા સુધી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Advertisment

FASTag શું છે?

FASTag એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી (RFID) છે જે ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2017માં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ. ફાસ્ટેગ વાહનોનું ઓનાલાઇન ટોલ ટેક્સ પેમેન્ટ ચૂકવણી માટેની સુવિધા છે, જેનાથી વાહન ચાલક ટોલ બૂથ પર ટોલ ટેક્સ ચૂકવવાની લાંબી લાઇનથી બચી શકે છે.

Auto news બિઝનેસ