/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Fastag.jpg)
Fastag Rules Change Update: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ફાસ્ટેગ નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે.
Fastag New Rules: ફાસ્ટેગ સંબંધિત નવા નિયમ 17 ફેબ્રુઆરીથી લાગુ થયા છે. દરેક કાર ચાલકને ફાસ્ટેગ અને ટોલ ટેક્સના નવા નિયમ વિશે જાણકારી હોવી જરૂરી છે, નહીંત્તર બમણો દંડ ચૂકવવો પડશે. ફાસ્ટેગના નવા નિયમ મુજબ ઓછું બેલેન્સ, ચૂકવણીમાં વિલંબ કે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો વધારે દંડ ચૂકવવો પડશે. NPCIના 28 જાન્યુઆરીના પરિપત્ર મુજબ, હવે ફાસ્ટેગ પમેન્ટ ટ્રાન્ઝેક્શન નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે. ચાલો જાણીયે ફાસ્ટેગના નવા નિયમ અને દંડ વિશે વિગતવાર
ટોલ ટેક્સ બૂથ પર બમણો દંડ લાગશે
ફાસ્ટેગના નવા નિયમ મુજબ જો વાહન ટોલ ટેક્સ પાર કરવાની પહેલા ફાસ્ટેગ 60 મિનિટ થી વધારે સમય સુધી અને ટોલ પાર કરવાના 10 મિનિટ બાદ સુધી નિષ્ક્રિય રહે છે, તો ટ્રાન્ઝેક્શન અસ્વીકાર કરવામાં આવશે. આવા પેમેન્ટ એરર કોડ 176 લખી રિજેક્ટ થઇ જશે. વાહન ચાલકે બમણો દંડ ચૂકવવો પડશે.
ફાસ્ટેગ પહેલા રિચાર્જ કરાવો
જો વાહન ટોલ રીડર માંથી પસાર થયા બાદ ટોલ ટેક્સનું પેમેન્ટ કરવામાં 15 મિનિટ થી વધુ સમય લાગશે, તો યુઝર્સે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ કાર ચાલક ટોલ બૂથ પર જ ફાસ્ટેગ રિચાર્જ કરી આગળ જઇ શકતા હતા. જો કે હવે નવા નિયમ મુજબ કાર ચાલકે પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરાવવું પડશે
ફાસ્ટેગના નવા નિયમથી કાર ચાલક પર અસર
ફાસ્ટેગ એકાઉન્ટની બે કેટેગરી પાડવામાં આવી છે : વ્હાઇટલિસ્ટેડ (સક્રિય) અને બ્લેકલિસ્ટેડ (નિષ્ક્રિય). ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થવાના મુખ્ય કારણ
- અપુરતું બેલેન્સ
- કેવાયસી વેરિફિકેશન પેન્ડિંગ
- વ્હીકલ રજસ્ટ્રેશનમાં ખામી
નવા નિયમ મુજબ, જો તમારી કારનું ફાસ્ટેગ ટોલ ટેક્સ બૂથ પર પહોંચવાના 60 મિનિટ પહેલા બ્લેકલિસ્ટ થઇ ગયું છે, તો તમારે છેલ્લી ઘડીએ રિચાર્જ કરવાથી બચવું જોઇએ. અલબત્ત, જો ટોલ સ્કેનના 10 મિનિટની અંદર રિચાર્જ કરવામાં આવે છે, તો માત્ર સામાન્ય ટોલ ટેક્સ આપવું પડશે અને બમણા દંડથી બચી જશો.
ફાસ્ટેગ માટે વાહન ચાલકે આટલી કાળજી રાખવી
- દંડથી બચવા અને ટોલ પેમેન્ટ સુવ્યવસ્થિત થાય તેની ખાતરી કરવા માટે ફાસ્ટેગ યુઝર્સે આટલી સાવધાની રાખવી જોઇએ.
- લાંબા પ્રવાસ પર જવાની પહેલા પોતાના ફાસ્ટેગ એકાઉન્ટમાં પુરતું બેલેન્સ રાખો
- ટોલ પ્લાઝા પર પહોંચવાની પહેલા પોતાના ફાસ્ટેગનું સ્ટેટ્સ ચેક કરો. ફાસ્ટેડ એક્ટિવ છે કે નિષ્ક્રિય તે ચકાસો.
- ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થવાથી બચાવવા માટે સમય સમય પર કેવાયસી અપડેટ કરો.
- ટોલ પ્લાઝા પર પહોંચવાની પહેલા તમારા વાહનનું ફાસ્ટેગ સ્ટેટ્સ ચેક કરો.
- જો વાહન ચાલક અપડેટેડ જાણકારી રાખે છે અને પોતાના ફાસ્ટેગ સક્રિટ રીતે મેનેજ કરે છે, તો તે નવા નિયમ મુજબ સરળતાથી આગળ જઇ શકે છે અને કોઇ પણ દંડ કે પેનલ્ટીથી બચી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us