આ દિવસથી લાગુ થશે Fastag નો નવો નિયમ, જાણી લો નહીંતર આપવો પડશે ડબલ ટોલ

Fastag Rules Change Update : જો તમે હાઇવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ફાસ્ટેગ નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે

Written by Ashish Goyal
February 14, 2025 15:36 IST
આ દિવસથી લાગુ થશે Fastag નો નવો નિયમ, જાણી લો નહીંતર આપવો પડશે ડબલ ટોલ
Fastag Rules Change Update: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ફાસ્ટેગ નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે.

Fastag Rules Change Update: જો તમે હાઇવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ફાસ્ટેગ નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે. એનપીસીઆઈના આ નિર્ણયથી ફાસ્ટેગના દરેક યુઝરને અસર થશે. એનપીસીઆઈનો ફાસ્ટેગ સાથે જોડાયેલો નવો નિયમ 17 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે.

જેથી યૂઝરે પોતાના ફાસ્ટેગ સ્ટેટસને લઈને એક્ટિવ રહેવાની જરૂર છે. જો આમ નહીં થાય તો ફાસ્ટેગનું પેમેન્ટ અટકી શકે છે. ફાસ્ટેગ એક નાનું RFID ટેગ છે. આ ટેગ વાહનની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવે છે. તે સીધી રીતે બેંક ખાતા સાથે જોડાયેલું છે. ટોલ પ્લાઝા પરથી જ્યારે વાહન પસાર થાય છે, ત્યારે ટોલ ટેક્સ લિંક્ડ એકાઉન્ટમાંથી આપમેળે કપાઈ જાય છે.

ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો ટોલ પ્લાઝા પર નહીં થાય પેમેન્ટ

એનપીસીઆઈના જણાવ્યા અનુસાર જો ટોલ પર ફાસ્ટેગના રીડિંગથી 60 મિનિટ પહેલા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો ટોલ પ્લાઝા પર ચુકવણી થશે નહીં. આ સિવાય જો રિડ થવાના 10 મિનિટ પછી પણ ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થયું તો ટોલ પ્લાઝા પર પેમેન્ટ રિજેક્ટ થઈ જશે.ફાસ્ટેગ સ્ટેટસ પર 70 મિનિટની કેપ લગાવવામાં આવી રહી છે તો છેલ્લી ઘડીએ ફાસ્ટેગને રીચાર્જ કરવાથી કંઇ નહીં થાય. આ નવા નિયમમાં યૂઝર્સને ફાસ્ટેગ સ્ટેટસ સુધારવા માટે 70 મિનિટની વિન્ડો આપવામાં આવી છે.

આ સ્થિતિમાં જો ટોલ પ્લાઝા પર પેમેન્ટ રિજેક્ટ કરવામાં આવે તો તમારે ડબલ ટોલ આપવો પડશે. જો તમે ડબલ ટોલ આપવાથી બચવા માંગો છો તો ઘરની બહાર નીકળતા પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરો અને પ્રયત્ન કરો કે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ ન થાય.

યુઝર્સ પર શું અસર થશે?

હવે પ્રશ્ન એ છે કે ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર પછી આની યુઝર્સ પર શું અસર પડશે? આ રીતે સમજો કે જો તમારો ટેગ બ્લેકલિસ્ટેડ હોય, તો ટોલ બૂથ પર છેલ્લી ઘડીએ તેને રિચાર્જ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. જોકે જો તમારા ફાસ્ટેગ ટોલ પર પહોંચતા પહેલા બ્લેકલિસ્ટ થઈ જાય, તો તરત જ રિચાર્જ કરવાથી પણ ટોલ પ્લાઝા પર ચુકવણી થશે નહીં. આ સમયગાળા દરમિયાન તમારી પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો – કાર અકસ્માત થાય તો તરત ઓનલાઇન ક્લેમ કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને ફાયદા

આ સિવાય જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ છે. પરંતુ જો તમે ટેગ વાંચ્યાના 60 મિનિટની અંદર અથવા વાંચ્યાના 10 મિનિટની અંદર તેને રિચાર્જ કરો છો, તો તમને લાભ મળશે. આ સમય દરમિયાન તમારી ચુકવણી પ્રાપ્ત થશે અને તમારા પર સામાન્ય શુલ્ક વસૂલવામાં આવશે.

ડબલ ચાર્જ કાપવામાં આવશે

એટલું જ નહીં, જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટમાં છે. જો તમે આ સમયગાળા દરમિયાન ટોલ ઓળંગશો તો તમારી પાસેથી બમણો ચાર્જ વસૂલવામાં આવશે. જોકે આ સમય દરમિયાન પણ જો તમે ટેગ વાંચ્યા પછી 10 મિનિટની અંદર રિચાર્જ કરો છો, તો તમે પેનલ્ટી રિફંડ માટે વિનંતી કરી શકો છો. આનાથી તમારા પૈસા બચશે અને તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી વાહનો પર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત

1 એપ્રિલથી મહારાષ્ટ્રના તમામ વાહનો પર ફાસ્ટેગ ફરજિયાત રહેશે. મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે તમામ વાહન માલિકોએ 1 એપ્રિલ 2025થી પોતાના વાહન પર ફાસ્ટેગ લગાવવું પડશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 મુજબ, 1 ડિસેમ્બર 2017થી નવા ફોર વ્હીલર્સના રજિસ્ટ્રેશન માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું હતું.

તમામ વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત રહેશે, જ્યારે અન્ય રાજ્યોમાં ફાસ્ટેગ સેવાઓ પૂરી પાડતી કંપનીઓના ડેટાબેઝની પણ ચકાસણી કરવામાં આવશે. તેના દ્વારા અહીં તપાસ કરવામાં આવશે કે ફાસ્ટેગની વિગતો વાહન ડેટાબેઝમાં આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાય છે કે નહીં.

આ સમગ્ર પ્રક્રિયાને દર વર્ષે અપડેટ કરવામાં આવશે. ટોલ પ્લાઝા પર ભીડ ન થાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. જો લોકો તેનું પાલન કરશે તો તેમને ટોલ પ્લાઝા પર લાંબી કતારોનો સામનો કરવો પડશે નહીં અને સરકારની કમાણી પણ વધશે. મોદી સરકારે 1 જાન્યુઆરી 2021 થી તમામ ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું હતું, પરંતુ ઘણા ટોલ પ્લાઝા હજી પણ અગાઉની સિસ્ટમ ચલાવી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ