Festive Shopping: તહેવારોની સિઝનમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ વખતે આ બાબત ધ્યાનમાં રાખો, નહીંત્તર ડિસ્કાઉન્ટની લાલચમાં થશે નુકસાન

Festive Shopping By Credit Card Tips : જો ફેસ્ટિવ સિઝનમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતી વખતે આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તહેવારોની બધી જ મજા બગડી શકે છે

Written by Ajay Saroya
October 20, 2023 21:23 IST
Festive Shopping: તહેવારોની સિઝનમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ વખતે આ બાબત ધ્યાનમાં રાખો, નહીંત્તર ડિસ્કાઉન્ટની લાલચમાં થશે નુકસાન
ફેસ્ટિવ સિઝનમાં ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન શોપિંગ વખતે ઘણી સાવચેતી રાખવી જોઇએ. (Photo - Canva)

Festive Season Online Shopping By Credit Card Tips : તહેવારોની મોસમની ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો: તહેવારોની સિઝન એટલે ખરીદી કરવાની તક. ફેસ્ટિવલ સિઝન દરમિયાન ઓનલાઈન શોપિંગ પર નવી ઑફર્સ ઉપલબ્ધ છે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડથી ખરીદી પર ઘણી આકર્ષક ઓફર્સ આપવામાં આવે છે. તેનો ફાયદો ઉઠાવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન નથી. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ડિસ્કાઉન્ટ ઑફર્સની લાલચને કારણે તમે ક્રેડિટ કાર્ડના દેવામાં ફસાઈ ન જાઓ. જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમે તહેવારોની સિઝનમાં શોપિંગ કરી શકશો અને નુકસાનથી પણ બચી શકશો.

જરૂર હોય તેટલી જ શોપિંગ કરો

ક્રેડિટ કાર્ડ ઑફર્સનો ફાયદો ઉઠાવવ માટે જેની જરૂર ન હોય તેવી ચીજવસ્તુઓ ખરીદવી નહી. ઉત્સાહમાં આવી બિનજરૂરી ખરીદીથી દૂર રહેવું વધુ સારું છે. ફક્ત તેવી જ ચીજવસ્તુઓ ખરીદો જેની તમને જરૂર હોય અથવા પહેલેથી જ ખરીદવા માંગતા હોય. માત્ર ઑફરની લાલચમાં આવી ખરીદી કરીને તમારું બજેટ બગાડશો નહીં. યાદ રાખો, ક્રેડિટ કાર્ડથી ખરીદી કરીને, તમારે તરત જ પૈસા ચૂકવવા પડશે નહીં, પરંતુ છેવટે તમારે ક્રેડિટ કાર્ડનું બિલ તો ચૂકવવું પડશે.

Credit Card Tips | Credit Card Tips For Festival Shoppings | Credit Card Bill Payments Tips | Credit Card Offers | Credit Card Limit
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવાથી ઉંચા બિલ પેમેન્ટથી બચી શકાય છે. (Photo : Canva)

યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરો

આજકાલ મોટાભાગના લોકો એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ રાખે છે. જો તમારી પાસે પણ ઘણા બધા ક્રેડિટ કાર્ડ છે, તો તે બધા પર ઉપલબ્ધ ઑફર્સની તુલના કરો અને નક્કી કરો કે કયા ક્રેડિટ કાર્ડમાંથી કઈ વસ્તુ ખરીદવી.

ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ તપાસતા રહો

તહેવારો દરમિયાન ઘણી બધી ખરીદી કરતી વખતે, તમારે તમારા ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર સતત નજર રાખવી જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમે બિલમાં કોઈ પ્રકારની છેતરપિંડી અથવા ભૂલનો શિકાર બની શકો છો. જો તમે તમારું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ ઓનલાઈન તપાસતા રહો છો, તો તમારું બજેટ પણ લિમિટથી વધારે જશે નહીં.

Credit card | Credit score
ક્રેડિટ કાર્ડ (પ્રતિકાત્મક ફોટો)

ખરીદી પહેલા બજેટ બનાવો

તહેવાર દરમિયાન શોપિંગથી તમારું બજેટ બગાડે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલા તમારી શોપિંગનું બજેટ નક્કી કરો. તમે જે ચીજવસ્તુઓ ખરીદવા માંગો છો તેની યાદી બનાવો. આનાથી તમને મદદ મળશે કે તમારા બજેટ અનુસાર હાલ કઇ વસ્તુ ખરીદી શકાય છે અને કઇ વસ્તુ પાછળથી ખરીદી શકાય છે.

આ પણ વાંચો | ઓટીપી – ફોન કોલ અને એસએમએસ વગર બેંકમાંથી પૈસા ઉપાડી જાય છે હેકર્સ; સાયબર ફ્રોડથી બચવા સ્માર્ટફોનમાં ફટાફટ કરો આ સેટિંગ

ક્રેડિટ કાર્ડનું બિલ પણ ભરવાનું ભૂલશો નહીં

ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરવામાં તમને ગમે તેટલી મજા આવે, હંમેશા ધ્યાનમાં રાખો કે આખરે તમારે તમામ ખર્ચનું બિલ ચૂકવવું પડશે. તેથી, તમારે ક્રેડિટ કાર્ડ બિલની સંભવિત ચુકવણીની પણ અગાઉથી ગણતરી કરવી જોઈએ. જો તમે વ્યાજમુક્ત ઇએમઆઈનો ફાયદો મેળવવા માંગતા હોવ તો પણ તપાસ કરો કે તમે કોઇ વસ્તુ માટે વધારે નાણાંની ચૂકવણી તો નથી કરી રહ્યા. જો તમે ક્રેડિટ કાર્ડ બિલની સંપૂર્ણ ચુકવણી નહીં કરો તો તમારે બાકી રકમ પર મોટું વ્યાજ ચૂકવવું પડી શકે છે. જો તમે ઇએમઆઈ પર મોટી વસ્તુ ખરીદવા માંગો છો, તો ક્રેડિટ કાર્ડને બદલે પર્સનલ લોનનો ઉપયોગ કરવા વિશે પણ વિચારો, કારણ કે સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર અન્ય તમામ લોન કરતા વધારે હોય છે. જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખશો, તો તમે તહેવારોની સિઝનમાં શોપિંગનો પૂરેપૂરો આનંદ લઈ શકશો અને કોઈ નુકસાન સહન કરવું પડશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ