નાણા મંત્રાલયે એમેઝોન પે (ઇન્ડિયા) અને હીરો ફિનકોર્પ સહિત 22 ફાઇનાન્સિયલ કંપનીઓને ગ્રાહકોની આધાર-આધારિત વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવા માટે મંજૂરી આપી છે.
નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું હતું કે, આ 22 કંપનીઓ, જે પહેલાથી જ PMLA હેઠળ એન્ટિટીઝની જાણ કરી રહી છે, તેઓ ગ્રાહક – કસ્ટમરના આધાર નંબરનો ઉપયોગ કરીને તેમની આઇડેન્ટી અને લાભાર્થીઓની વિગતોની ચકાસણી કરી શકશે.
આ 22 ફાઇનાન્સ કંપનીઓમાં ગોદરેજ ફાઇનાન્સ, એમેઝોન પે (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ, ટાટા મોટર્સ ફાઇનાન્સ સોલ્યુશન, IIFL ફાઇનાન્સ અને મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો સમાવેશ થાય છે.
નાંગિયા એન્ડરસન એલએલપી પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલાએ જણાવ્યું કે, જ્યારે ગ્રાહકોના આધાર પ્રમાણીકરણને બેંકિંગ કંપનીઓ માટે ચકાસણીના એક મોડ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)માં એવી જોગવાઈ છે કે બેંકિંગ સિવાયની અન્ય સંસ્થાઓ જેમને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી છે તેઓ આધાર ઓથોન્ટિફિકેશન અપનાવી શકે છે .
તેમણે ઉમેર્યું કે, “તે મુજબ કેન્દ્ર સરકારે 22 ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ / મધ્યસ્થીઓની યાદી જારી કરી છે, જેને ગ્રાહકો/ લાભાર્થીની ઓળખ ચકાસવા માટે આધાર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.”
મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નિર્ધારિત વેરિફિકેશનના અન્ય મોડ્સમાં આધાર એક્ટ હેઠળ ઓફલાઈન વેરિફિકેશન, પાસપોર્ટનો ઉપયોગ અને અન્ય કોઈપણ અધિકૃત રીતે માન્ય દસ્તાવેજ અથવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ઓળખની પદ્ધતિઓનો સમાવેશ થાય છે, અને વેરિફિકેશન મોડ માટે ક્લાયંટ પાસે સ્વૈચ્છિક પસંદગીનો વિકલ્પ છે.
ઝૂનઝૂનવાલાએ જણાવ્યું કે, “વ્યક્તિઓની ઓળખની માહિતી અને પ્રમાણીકરણ રેકોર્ડની સુરક્ષાના હિતને ધ્યાનમાં રાખતા, મની લોન્ડરિંગ એક્ટ જ્યાં આધારનો ઉપયોગ ઓળખ ચકાસવા માટે થાય છે તેવી રિપોર્ટિંગ સંસ્થાઓને આધાર નંબર અથવા ક્લાયન્ટની મુખ્ય બાયોમેટ્રિક માહિતી સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ મૂકે છે.”
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો