NPS, Retirement Investment Scheme, National Pension System : એક ખાનગી કંપનીમાં કામ કરતા ગૌરવ (કાલ્પનિક નામ) એવા લોકોમાં સામેલ છે, જેઓ નોકરી પછી અન્ય જવાબદારીઓ સાથે અટવાયેલા હતા અને રિટાયર પ્લાન પર ધ્યાન કેન્દ્રિત આપી શક્યા ન હતા. તેમને નોકરી કરતા 10 વર્ષથી વધુ સમય થઇ ગયો છે અને હવે તે 40 વર્ષના થઈ ગયા છે. હવે તેમને નિવૃત્તિ પછીની જિંદગીની ચિંતા સતાવી રહી છે, જે હવે 20 વર્ષ પછી છે. આ 20 વર્ષમાં તે એવી રીતે આયોજન કરવા માંગે છે કે રિટાયરમેન્ટ બાદ તેમને મોટી રકમ અને ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું માસિક પેન્શન મળે.
જો તમે ગૌરવની જેમ પરેશાન છો તો પછી ટેન્શન ન લો. આ ઉંમરે પણ તમે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરી શકો છો અને નિવૃત્તિ પછી સારા પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. આમાં તમને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ (National Pension Scheme)કામ આવશે. એનપીએસ કેન્દ્ર સરકારની યોજના છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે. નેશનલ પેન્શન સ્કીમ હેઠળ 18થી 70 વર્ષની ઉંમરનો કોઇપણ ભારતીય નાગરિક ખાતું શરૂ કરી શકે છે, પછી તે કેન્દ્ર સરકારમાં કામ કરતો હોય કે રાજ્ય સરકાર કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હોય. એનપીએસના રિટર્ન હિસ્ટ્રી પર નજર કરીએ તો અત્યાર સુધીમાં તેણે 9 ટકાથી 12 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
NPS Calculator : 20 વર્ષના પ્લાનિંગથી બધા ટાર્ગેટ પૂર્ણ
- રોકાણ શરુ કરવાની ઉંમર : 40 વર્ષ
- રોકાણનો સમયગાળો: 20 વર્ષ (60 વર્ષની ઉંમર સુધી)
- દર મહિને એનપીએસમાં રોકાણ: 20,000 રૂપિયા
- દર એક વર્ષ પછી રોકાણમાં ટોપ-અપ: 10%
- તમારું 20 વર્ષમાં કુલ રોકાણ: 1,37,46,000 રૂપિયા
- રોકાણ પર અંદાજિત વળતર: 10% વાર્ષિક
- ભંડોળ: 3,70,44,360 રૂપિયા (3.70 કરોડ રૂપિયા)
- કુલ લાભ: 2,32,98,360 (2.33 કરોડ રૂપિયા)
- ટોટલ ટેક્સ સેવિંગ : 41,23,800 રૂપિ.ા
હવે તમારે પેન્શન માટે એન્યુઈટી ખરીદવી પડશે
- પેન્શન વેલ્થના એન્યુટી પ્લાનમાં રોકાણ : 55%
- એન્યુટી દર: 8%
- પેન્શન વેલ્થ: 2,03,74,398 રૂપિયા (2.04 કરોડ રૂપિયા)
- લમ્પ સમ વિથડ્રોઅલ અમાઉન્ટ: 1,66,69,962 રૂપિયા (1.67 કરોડ રૂપિયા)
- માસિક પેન્શન: 1,35,829 રૂપિયા (લગભગ 1.36 લાખ રૂપિયા)
આ પણ વાંચો – આ મોડ ખૂબ જ બેસ્ટ છે, 10 કલાક એસી ચલાવવાથી પણ વીજળીનું બિલ ઓછું આવે છે, ખબર છે?
આ સ્ટ્રેટેજીથી રોકાણ કરવાથી તમને 60 વર્ષની ઉંમરમાં 1.67 કરોડ રૂપિયાનું લમ્પ સમ ફંડ મળશે. જ્યારે તમને દર મહિને લગભગ 1.36 લાખ રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે.
તમારે એનપીએસમાં કઈ ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ?
નોન ગર્વમેન્ટ સેક્ટરમાં કામ કરતા લોકોની વાત કરીએ તો LC 75, LC 50 અને LC 25 વિકલ્પ લેવા પર 35 વર્ષની ઉંમરવાળાને ઇક્વિટીમાં વધુ એક્સપોઝર મળે છે. આ એક્સપોઝર 75 ટકા સુધીનું હોઈ શકે છે. જ્યારે એક્ટિવ ચોઇસ 50 વર્ષની ઉંમર સુધીમાં ઇક્વિટીમાં 75% એક્સપોઝર પ્રદાન કરે છે. જ્યારે 60 વર્ષની ઉંમર સુધીમાં, આ એક્સપોઝર 5 ટકાથી ઘટાડીને 50 ટકા થઈ જાય છે. માટે જો તમે 35 વર્ષની ઉંમર સુધી તેમાં સામેલ થાવ છો તો રોકાણનું યોગ્ય આયોજન કરીને રિટાયરમેન્ટ પર વધુ લાભ મેળવી શકો છો.
જોકે ઇક્વિટીમાં એક્સપોઝર રોકાણકારોના હિતમાં જોખમ-વળતરના સમીકરણને સ્થિર કરે છે, જેનો અર્થ એ છે કે કોર્પસ ઇક્વિટી બજારની અસ્થિરતાથી કંઈક અંશે સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં ઇક્વિટી એસેટ ક્લાસ પોર્ટફોલિયોમાં રહેવાને કારણે થોડું જોખમ છે. પરંતુ તેમાં અન્ય નિશ્ચિત આવક યોજનાઓ કરતા વધુ કમાણીની સંભાવના છે. ઈક્વિટી ઉપરાંત એનપીએસ કોર્પોરેટ બોન્ડ્સ અને સરકારી બોન્ડમાં નાણાં રોકે છે.





