Cheapest Top Five 5G Smartphone In India : સ્માર્ટફોન આજના જીવનમાં જરૂરી ઉપકરણ બની ગયું છે. સ્માર્ટફોન વડે બહાર ગયા વગર જ ઘરમાં બેસીને ઘણા કામ થઇ જાય છે. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારું બજેટ ઓછું છે અને તમે 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો જે તમને ₹ 10,000 થી ઓછા બજેટમાં મળી શકે છે. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આજે અમે તમને તમારા બજેટમાં 5 સ્માર્ટફોન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેમા સેમસંગ ગેલેક્સી થી પોકો સુધીના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે, આવો જાણીએ…
Samsung Galaxy F06 5G : સેમસંગ ગેલેક્સી એફ06 5જી
સેમસંગ ગેલેક્સી એફ06 5જી સ્માર્ટફોન દેખાવમાં પણ આકર્ષકછે અને કામમાં પણ શાનદાર છે. તેમાં 6.7 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે અને તે ડિમેન્સિટી 6300 પ્રોસેસરથી સંચાલિત છે. કેમેરાની વાત કરીએ તો 50MP + 2MP સેટઅપ રિયર કેમેરા અને ફ્રન્ટમાં 8MPનો કેમેરો છે. 5000mAhની બેટરી આખો દિવસ ચાલે છે. તેમાં 4 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનની કિંમત ₹ 8,699થી શરૂ થાય છે.
POCO C75 5G : પોકો સી75 5જી
જો તમે ઓછા બજેટમાં વધુ ફીચર્સ છો તો પોકો સી75 5જી સ્માર્ટફોન તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. તેમાં 6.88 ઇંચની એચડી+ ડિસ્પ્લે, 50MP કેમેરા અને 5160mAhની બેટરી આવે છે. આ સ્માર્ટફોન 4s Gen 2 5G પ્રોસેસર પર સરળતાથી ચાલે છે. તેમાં 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ છે. કિંમત માત્ર ₹7,699થી શરૂ થાય છે.
Motorola G35 5G : મોટોરોલા જી35 5જી
આ મોટોરોલા ફોન તે લોકો માટે વધુ સારો વિકલ્પ બની શકે છે જેમને ઉત્કૃષ્ઠ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો અનુભવ જોઈએ છે. તેમાં 6.72 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે, 50MP + 8MP ડ્યુઅલ કેમેરા અને 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 5000mAhની બેટરી અને Unisoc T760 પ્રોસેસર આવે છે. તેમાં 4 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ છે. તેની કિંમત ₹9,999 ની આસપાસ છે.
Vivo T4 Lite 5G : વીવો ટી4 લાઇટ 5જી
વીવો ટી4 લાઇટ 4જી સ્માર્ટફોન પર આ બજેટમાં જબરદસ્ત મોડલ છે. Vivo T4 Lite 5Gમાં 6.74 ઇંચની ડિસ્પ્લે, 50MP + 2MP કેમેરા અને 6000mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 4 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ છે. તેની કિંમત ₹9,999 છે.
POCO M6 Plus 5G : પોકો એમ6 પ્લસ 5જી
પોકો એમ6 પ્લસ 5જી સ્માર્ટફોન પણ 10,000 રૂપિયાથી ઓછી કિંમતના કેમેરા પ્રેમીઓ માટે એક શાનદાર વિકલ્પ છે. તેમાં 6.79 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 4 જેન2 એઇ પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 5030mAhની બેટરી આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો 108MP + 2MP ડ્યુઅલ રિયર કેમેરા અને 13MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેની કિંમત ₹9,999 છે.
ડિસ્ક્લેમરઃ આ સ્માર્ટફોનની કિંમતો સમાચાર લખાઈ જાય ત્યાં સુધી ઈન્ટરનેટ અને સંબંધિત સાઈટ્સ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર છે. ઉપર જણાવેલા મોબાઈલમાંથી કોઈપણ ખરીદતા પહેલા તેની વર્તમાન કિંમત જરૂર જાણી લો.