Auto News: ભારતની 5 સૌથી સસ્તી બાઇક જેમા છે ABS જેવા સેફ્ટી ફીચર્સ, જાણો કિંમત

Top 5 most affordable motorcycles with ABS : ભારતમાં ટુ-વ્હીલર્સમાં સેફ્ટી ફીચર્સની માંગ વધી રહી છે. હવે બજેટ બાઇક સેગમેન્ટમાં સિંગલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

Top 5 most affordable motorcycles with ABS : ભારતમાં ટુ-વ્હીલર્સમાં સેફ્ટી ફીચર્સની માંગ વધી રહી છે. હવે બજેટ બાઇક સેગમેન્ટમાં સિંગલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Top 5 most affordable motorcycles with ABS | motorcycles | bike | Auto News

Top 5 most affordable motorcycles with ABS : ભારતમાં એસબીએસ ફીચર્સ સાથે ઉપલબ્ધ સૌથી સસ્તી 5 મોટરસાઇકલ. (Express Photo)

Top 5 most affordable motorcycles with ABS : ભારતમા ટુ વ્હીકલ માર્કેટમાં બાઇક - મોટર સાયકલનો દબદબો યથાવત છે. ભારતીય રસ્તાઓની સ્થિતિને જોતાં, ટુ-વ્હીલર્સમાં સેફ્ટી ફીચર્સની માંગ વધી રહી છે. જોકે મોટરસાયકલ કંપનીઓ ધીમે ધીમે સેફ્ટી ફીચર્સનો સમાવેશ કરી રહી છે, હવે બજેટ બાઇક સેગમેન્ટમાં પણ સિંગલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ફીચર્સ ઉપલબ્ધ થઈ રહી છે.

Advertisment

ABS નો ફાયદો એ છે કે તે બ્રેકિંગ દરમિયાન વ્હીલને લોક થવા દેતું નથી, જેના કારણે બાઇક સ્કિડ થતી નથી અને કન્ટ્રોલ જળવાઈ રહે છે. અહીં અમે તમને સિંગલ-ચેનલ ABS સાથે આવતી 5 સૌથી સસ્તી મોટરસાઇકલ વિશે જણાવી રહ્યા છીએ.

Bajaj Pulsar NS125 Price 2025: કિંમત - 1 લાખ રૂપિયા લગભગ

બજાજ ઓટો પહેલા Platina 110 ABS મોડેલ વેચતી હતી, પરંતુ ઓછા વેચાણને કારણે તેને બંધ કરવામાં આવી હતી. હવે તેનું સ્થાન પલ્સર NS 125 એ લીધું છે .

બજાજ પ્લસર એનએસ 125 બાઇકમાં 124.45 સીસી 4 વાલ્વ એર-કૂલ્ડ એન્જિન, 11.8 bhp @ 8,500 rpm અને 11 Nm @ 7,000 rpm આઉટપુટ, 5 સ્પીડ ગિયરબોક્સ, 240mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને 130mm ડ્રમ બ્રેક પાછલ, CBS સિસ્ટમ સાથે આવે છે.

Advertisment

Hero Xtreme 125r : કિંમત - 1.01 લાખ રૂપિયા લગભગ

આ હીરો મોટોકોર્પની સૌથી સસ્તી ABS બાઇક છે . હીરો એક્સ્ટ્રીમ 125 આર બાઇકમાં 124.7cc એર કૂલ્ડ એન્જિન, 11.4 bhp @ 8,250 rpm અને 10.5 Nm @ 6,500 rpm, 5 રિયર ગિયરબોક્સ, 276mm ફન્ટ ડિસ્ક બ્રેક અને 130mm રિયર ડ્રમ બેક આવે છે.

Hero Xtreme 160R - કિંમત - 1.11 લાખ રૂપિયા લગભગ

આ હીરોની બીજી બાઇક છે જે મસ્ક્યુલર લુક અને પાવરફુલ એન્જિન સાથે આવે છે. હીરો એક્સ્ટ્રીમ 160 આર બાઇકમાં 163.2cc 2- વાલ્વ એર કૂલ્ડ એન્જિન, 14.7 bhp @ 8,500 rpm અને 14 Nm @ 6,500 rpm, 5 સ્પીડ ગિયરબોક્સ, બેસ મોડલમાં 130mm ડ્રમ બ્રેક અને ટોપ વેરિયન્ટમાં 220mm રિયર પેટલ ડિસ્ક બ્રેક આવે છે.

Bajaj Pulsar 150 : કિંમત - 1.13 લાખ રૂપિયા લગભગ

ભારતીય બજારમાં વર્ષોથી લોકપ્રિય બજાર પલ્સર 150 એક વિશ્વસનીય વિકલ્પ છે. બજાજ પલ્સર 150 બાઇકમાં 149.5cc એન્જિન, 13.8 bhp @ 8,500 rpm અને 13.25 Nm @ 6,500 rpm, 260mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને 130mm રિયર ડ્રમ બ્રેક, USB ચાર્જિંગ પોર્ટ જેવા વધારાના ફીચર્સ આવે છે.

Yamaha FI : કિંમત - 1.18 લાખ રૂપિયા લગભગ

સ્ટાઇલ અને વિશ્વસનીયતા માટે જાણીતી યામાહા એફઆઈ બાઇક પણ આ યાદીમાં સામેલ છે. યામાહા એફઆઈ બાઇકમાં 149 સીસી એર કુલ્ડ, 2 વાલ્વ એન્જિન, 12.2 bhp @ 7,250 rpm અને 13.3 Nm @ 5,500 rpm, 5 સ્પીડ ગિયરબોક્સ, 282mm ફ્ર્ટ ડિસ્ક અને 220mm રિયર ડિસ્ક બ્રેક જેવા ફીચર્સ આવે છે.

જો તમે સલામતી અને બજેટ વચ્ચે સંતુલન ઇચ્છતા હો, તો આ 5 મોટરસાઇકલ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે બધી સિંગલ-ચેનલ ABS થી સજ્જ છે, જે બ્રેક લગાવવા દરમિયાન બાઇક પર કન્ટ્રોલ જાળવવામાં મદદ કરે છે. બજાજ, હીરો અને યામાહા જેવી કંપનીઓની આ બાઇક વિશ્વસનીયતા અને અર્થતંત્ર બંને લાવે છે.

Auto news બિઝનેસ