/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-16.jpg)
Form 15G and 15H: આ ફોર્મ એ જણાવવા માટે ભરવામાં આવે છે કે આખા નાણાકીય વર્ષમાં વ્યક્તિની આવક એટલી નથી કે જેના પર ટેક્સ લગાવી શકાય.
ફોર્મ 15G અને 15H: ફોર્મ 15G અને 15H, એ અમુક પ્રકારની આવક પર ટેક્સ ડિડક્શન ઓન સોર્સ એટલે કે ટીડીએસથી બચવા માટે કરદાતાઓ દ્વારા બેંકો અથવા અન્ય નાણાકીય સંસ્થાઓમાં સબમિટ કરાતુ એક સેલ્ફ - ડિક્લેરેશન ફોર્મ છે. ફોર્મ 15G એ 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ દ્વારા રજૂ કરાતું એક ડિક્લેરેશન છે, જ્યારે ફોર્મ 15H એ સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. આ ફોર્મ એ જણાવવા માટે ભરવામાં આવે છે કે આખા નાણાકીય વર્ષમાં વ્યક્તિની આવક એટલી નથી કે જેના પર ટેક્સ લગાવી શકાય. ફોર્મ 15G અને ફોર્મ 15H સામાન્ય રીતે એવી વ્યક્તિઓ દ્વારા સબમિટ કરવામાં આવે છે જેઓ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી), રિકરિંગ ડિપોઝિટ્ (આરડી) અને અન્ય સમાન પ્રકારના રોકાણોમાંથી આવક મેળવે છે. આ ફોર્મ આવી આવક પર TDSથી બચવામાં મદદ કરે છે.
સિનિયર સિટીઝન માટે આનો અર્થ શું છે?
વરિષ્ઠ નાગરિકો માટે, બેંક અથવા નાણાકીય સંસ્થામાં ફોર્મ 15H સબમિટ કરવાથી ચોક્કસ પ્રકારની આવક પર TDS ટાળવામાં મદદ મળે છે. ફોર્મ એવું ડિક્લેર કરે છે કે નાણાકીય વર્ષ માટે સિનિયર સિટીઝનની કુલ આવક કરપાત્ર મર્યાદા કરતાં ઓછી છે. એ નોંધવું અગત્યનું છે કે વરિષ્ઠ નાગરિકો બિન-વરિષ્ઠ નાગરિકો કરતાં વધુ મુક્તિ મર્યાદા માટે પાત્ર છે. નાણાકીય વર્ષ 2022-23 માટે, સિનિયર સિટીઝન માટે મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયા છે, જ્યારે નોન-સિનિયર સિટીઝન માટે તે 2.5 લાખ રૂપિયા છે. આનો અર્થ એ છે કે વરિષ્ઠ નાગરિકો ટેક્સ ચૂકવ્યા વિના વધુ કમાણી કરી શકે છે.
બિન-કરપાત્ર આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો શું કરી શકે છે?
સિનિયર સિટીઝન કે જેમની પાસે કોઈ કરપાત્ર આવક નથી તેઓ હજુ પણ તેમની નાણાકીય વ્યવસ્થા કરવા માટે આ પગલાં લઈ શકે છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું : જો વરિષ્ઠ નાગરિકોની કોઈ કરપાત્ર આવક ન હોય તો પણ, જો તેમની કુલ આવક, બચત બેંક ખાતાઓ પરના વ્યાજમાંથી આવક અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવી મુક્તિવાળી આવક 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેઓએ તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું જોઈએ.
કરમુક્ત રોકાણના સ્ત્રોતમાં ઇન્વેસ્ટમંન્ટ કરવુંઃ સિનિયર સિટીઝન કરમુક્ત બોન્ડમાં રોકાણ કરવાનું વિચારી શકે છે, જેથી તેના પર મળેલી આવક સંપૂર્ણપણે કરમુક્ત હશે. તેઓ સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવાનું પણ વિચારી શકે છે, જે વરિષ્ઠ નાગરિકોને ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.
મેડિકલ ખર્ચ પર કરલાભનો દાવો કરો: વરિષ્ઠ નાગરિકો પોતાને અથવા તેમના જીવનસાથી, બાળકો અથવા આશ્રિત માતાપિતા માટે કરવામાં આવેલા મેડિકલ ખર્ચ પર કર લાભોનો દાવો કરી શકે છે. ઉપરાંત, તેઓ ચૂકવવામાં આવેલ તબીબી વીમા પ્રીમિયમ માટે કલમ 80D હેઠળ કપાતનો દાવો કરી શકે છે.
આ પણ વાંચોઃ હોમ લોનના 2 લાખથી વધુના વ્યાજ પર કર કપાતનો દાવો ક્યારે કરી શકાય,જાણો
ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌપ્રથમ સિનિયર સિટીઝન બેંકમાંથી અથવા ઓનલાઈન ફોર્મ 15A ડાઉનલોડ કરો
- તેમાં અરજદારનું નામ, PAN કાર્ડની વિગતો, સરનામું, જન્મ તારીખ અને આવક વિશેની માહિતી દાખલ કરો
- જો સિનિયરસિટીઝનનું મૂલ્યાંકન ઉલ્લેખિત મૂલ્યાંકન વર્ષ પહેલા કોઈપણ વર્ષમાં કરવામાં આવ્યું હોય તો 'હા' દાખલ કરો
- કુલ આવક વિશે માહિતી આપો કે જેના માટે અરજદાર તેની ઘોષણા કરવા માંગે છે.
- વર્તમાન વર્ષની અંદાજિત કુલ આવક અને પાછલા વર્ષની અંદાજિત આવકનો ઉલ્લેખ કરો
- ત્યારબાદ અરજદારના શેરની સંખ્યા, LIC પોલિસીની વિગતો, NSS માહિતી અને તેના કર્મચારી કોડ વગેરેની વિગતો દાખલ કરો.
- ફોર્મનો બીજો ભાગ ખાલી છોડી દો અને તેને સબમિટ કરો
Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us