/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Flipkart-Big-Billion-Days-2024-Sale-1.jpg)
Flipkart Big Billion Days 2024: ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 27 સપ્ટેમ્બર 2024થી શરૂ થઇ રહ્યો છે. (Photo: @Flipkart)
Flipkart Big Billion Days 2024 Deals: ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. અને આ વર્ષનો સૌથી મોટો ઉત્સવનો સેલ 27 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. આ ઓનાલાઈન ઇકોમર્સ સેલમાં ગૂગલ પિક્સલ સીરીઝના સ્માર્ટફોનને બેસ્ટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થવાનો છે. આ વર્ષે પણ ગૂગલે પોતાની પિક્સલ સીરીઝ પિક્સલ 8 ફોન પર શાનદાર ડીલ આપી છે, જે અંતર્ગત આ ફોનને 31999 રૂપિયાની કિંમતમાં ખરીદવાની તક મળવાની છે. ગૂગલ પિક્સેલ 8 બિગ બિલિયન ડેઝ સેલમાં મૂળ કિંમતના અડધાથી પણ ઓછા ભાવે ખરીદી શકાય છે.
તમને જણાવી દઈએ કે ગૂગલ પિક્સલ 8 લગભગ એક વર્ષ જૂનો ફોન છે અને શું તેના પર 30000 રૂપિયાથી વધુનો ખર્ચ કરવો યોગ્ય છે? ચાલો ગૂગલ પિક્સલ 8 સ્માર્ટફોનની ફીચર્સ અને ડિલ ઓફર વિશે જાણીયે
Google Pixel 8 Smartphone Price Features : ગૂગલ પિક્સેલ 8 સ્માર્ટફોન કિંમત સ્પેસિફિકેશન્સ
એક વર્ષથી વધુ જૂનો હોવા છતાં ગૂગલ પિક્સેલ 8 એવા સ્માર્ટફોન યુઝર્સ માટે એક સારો વિકલ્પ છે જે કોમ્પેક્સ સ્માર્ટફોન પસંદ કરે છે અને તેની પ્રાથમિકાત લેટેસ્ટ એન્ડ્રોઇડ અને ફીચર્સ છે. એન્ડ્રોઇડ 14 પર બેઝ્ડ પિક્સલ 8 એવા સ્માર્ટફોનમાં સામેલ છે જે આવતા મહિને પહેલા એન્ડ્રોઇડ 15 અપડેટ પ્રાપ્ત કરશે. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે ગૂગલના આ ફોનને 8 વર્ષ માટે મોટા સોફ્ટવેર અપડેટ્સ મળવાનું વચન આપવામાં આવ્યું છે, જેની સાથે તે સેલમાં ઉપલબ્ધ સૌથી સસ્તો લાંબા ગાળાનો એન્ડ્રોઇડ વિકલ્પ બની જાય છે.
પરફોર્મન્સની વાત કરીએ તો પિક્સલ 8 પોતાના અપગ્રેડ વેરિયન્ટ પિક્સલ 9 સાથે સ્પર્ધા કરે છે. જો કે, ટેન્સર જી 3 ચિપસેટ નવા પિક્સેલ 9 માં આપવામાં આવેલા Tensor G4 કરતા થોડો ઓછો પાવરફુલ છે. પરંતુ પરફોર્મન્સમાં બહુ મોટો તફાવત નથી.
પિક્સલ 8માં 6.2 ઇંચની 120Hz OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. પિક્સલ 8૮ તેની કેટેગરીનો સૌથી કોમ્પેક્ટ ફોન છે અને તેની તુલના આઇફોન 16 સાથે કરવામાં આવે છે. ઘણા સ્માર્ટફોન યુઝર્સને મોટી ડિસ્પ્લે ગમે છે અને પિક્સેલ 8 તેવા લોકો માટે છે જેમને હળવા વજનના અને પોર્ટેબલ સ્માર્ટફોનની જરૂર હોય છે જેનો ઉપયોગ ગમે ત્યાં સરળતાથી કરી શકાય છે.
Google AI નો અનુભવ કરવા માટે બેસ્ટ સ્માર્ટફોન
પછી તે Gemini હોય કે એન્ડ્રોઇડમાં જોવા મળતા અન્ય સામાન્ય એઆઇ ફીચર્સ હોય, પિક્સલ 8 આ લેટેસ્ટ ફીચર્સને એક્સપ્લોર કરવા માટેનું એક સરસ પ્લેટફોર્મ છે. પિક્સલ 9ની કિંમત હવે પિક્સલ 8 કરતા બમણી થઈ ગઈ છે અને આ રીતે જોવા જઈએ તો ગૂગલની એઆઈ અને એન્ડ્રોઈડ કેપેબિલિટી સાથે આવનાર પિક્સલ 8 સસ્તી કિંમતમાં બેસ્ટ ઓપ્શન છે.
આ પણ વાંચો | એમેઝોન 2024 સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ, આઈફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ડીલ ઓફર
જો કે પિક્સલ 8માં કેટલીક ખામીઓ પણ છે. કેટલાક યુઝર્સે બેટરી લાઇફ તો ક્યારેક ફોનમાં કનેક્ટિવિટીની સમસ્યા હોવાની ફરિયાદ કરી છે. પરંતુ આ ખામીઓને બાજુએ મૂકીએ તો પિક્સલ 8 એક શાનદાર ફોન છે. અને જો તમે વધુ સસ્તી ડીલની શોધમાં છો, તો લગભગ 2 વર્ષ જૂના પિક્સેલ 7એને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં 25999 રૂપિયામાં પણ ખરીદી શકાય છે. આ ફોનમાં પિક્સલ 8 જેવી ડિઝાઇન અને અનુભવ પણ મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us