Flipkart Big Billion Days 2024 Sale: ફ્લિપકાર્ટ પર વર્ષનો સૌથી મોટો સેલ, આ તારીખ થી શરૂ થશે, સ્માર્ટફોન ખરીદવાની બેસ્ટ તક

Flipkart Big Billion Days 2024 Sale : ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2024 સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. આ ઓનલાઈન સેલમાં સ્માર્ટફોન સહિત પ્રોડક્ટ આકર્ષક ડીલ અને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો મળે છે.

Flipkart Big Billion Days 2024 Sale : ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2024 સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. આ ઓનલાઈન સેલમાં સ્માર્ટફોન સહિત પ્રોડક્ટ આકર્ષક ડીલ અને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો મળે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Flipkart Big Billion Days 2024 sale | ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2024 સેલ | Flipkart Big Billion Days 2024 | Flipkart Big Billion Days | Big Billion Days Sale | Flipkart smartphone discount | Flipkart Laptop discount |

Flipkart Big Billion Days 2024 Sale: ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2024 સેલ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવાનો છે. (Image credit: Mukul Sharma/X)

Flipkart Big Billion Days 2024 Sale: ફ્લિપકાર્ટ દ્વારા સત્તાવાર રીતે વર્ષના સૌથી મોટા સેલ બિગ બિલિયન ડેઝ 2024 વિશે માહિતી આપી છે. ગૂગલ સર્ચ લિસ્ટિંગ અનુસાર, બિગ બિલિયન ડેઝ 2024 સેલ 29 સપ્ટેમ્બરથી Plus મેમ્બર્સ માટે શરૂ થશે. જ્યારે અન્ય યૂઝર્સ 30 સપ્ટેમ્બરથી આ સેલમાં શોપિંગ કરી શકશે. તમને જણાવી દઈએ કે ગત વર્ષ એટલે કે 2023માં બિગ બિલિયન ડેઝ સેલ ઓક્ટોબરમાં શરૂ થયો હતો. સામાન્ય રીતે આ સેલ દિવાળી પહેલા તહેવારોની સીઝનમાં યોજાતો હોય છે.

Advertisment

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, હોમ એપ્લાયન્સીસ અને વધુ પર આકર્ષક ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ફ્લિપકાર્ટ એપ પર આગામી સેલનું ટીઝર જોનારા ઘણા યુઝર્સના જણાવ્યા અનુસાર વોલમાર્ટની માલિકીની કંપની ફ્લિપકાર્ટ આ સેલમાં એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પે લેટર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લઇ શકાય છે. ગ્રાહકોને પસંદગીની પ્રોડક્ટ પર સુપર કોઈનનો ઉપયોગ કરવા પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

publive-image

તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ હજુ સુધી બિગ બિલિયન ડેઝ સેલમાં ડીલ અને ડિસ્કાઉન્ટનો ખુલાસો કર્યો નથી. સેલ તારીખ વિશે સત્તાવાર માહિતી મળ્યા બાદ તે જાહેર થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો | 20000 થી સસ્તો રિયલમી 13 5જી સ્માર્ટફોન લોન્ચ, 50 એમપી કેમેરા અને 256GB સ્ટોરેજ

Advertisment

તમને જણાવી દઈએ કે Big Billion Days Sale ના પ્રથમ એડિશનથી જ ફ્લિપકાર્ટ લોકપ્રિય સ્માર્ટફોન પર મોટી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. ખાસ કરીને એપલ, સેમસંગ, ગૂગલ જેવા બ્રાન્ડ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનો આ યોગ્ય સમય છે. જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બિગ બિલિયન ડેઝ 2024 સુધી રાહ જુઓ અને બેસ્ટ ઓફરમાં સ્માર્ટફોન ખરીદો.

સ્માર્ટફોન ગુજરાતી ન્યૂઝ બિઝનેસ