/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-iPhone-14-3.jpg)
Flipkart Big Diwali Sale : iPhone 14 પર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
Flipkart Big Diwali Sale: જો તમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને બિગ બિલિયન ડેઝ સેલમાં iPhone 14 મેળવવાનું ચૂકી ગયા હો, તો કોઈ વાંધો નહીં. ફરી એક વખત ઓછી કિંમતે iPhone 14 ખરીદવાની તક છે. આજે (2 નવેમ્બર 2023) થી શરૂ થતા ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં iPhone 14 ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ સેલ 11 નવેમ્બર સુધી ચાલશે. iPhone 14 પર ઉપલબ્ધ તમામ ઑફર્સ વિશે જાણો…
Flipkart પર ઘણા iPhone મોડલ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરંતુ iPhone 14 સેલમાં 50000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. બેંક ઑફર્સ અને વધારાના ડિસ્કાઉન્ટ સાથે, આ Apple iPhone 49,999 રૂપિયામાં મેળવી શકાય છે.
iPhone 14 ડિસ્કાઉન્ટ ઑફર્સ
iPhone 14 ને ગયા વર્ષે (2022) આયોજિત Apple Far Out ઇવેન્ટમાં 79,900 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ કિંમત 128 GB મોડલની હતી. ફ્લિપકાર્ટ સેલમાં આ વેરિઅન્ટ 50,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. બિગ દિવાળી સેલમાં ફોનનું બેઝ મોડલ 54,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. સેલમાં SBI ક્રેડિટ કાર્ડ અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડથી ફોન ખરીદવા પર તમને 4,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય જૂના ફોનની આપલે કરવા પર 1,000 રૂપિયાનું વધારાનું બોનસ પણ છે. આ તમામ ઑફર્સ સાથે હેન્ડસેટ 49,999 રૂપિયામાં તમારો બની શકે છે.
આ સિવાય ફ્લિપકાર્ટે ગ્રાહકોને 19,999 રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે ફોન ખરીદવાની તક પણ આપી છે. ગ્રાહકો બાકીના ₹ 35,000 નો-કોસ્ટ EMI દ્વારા ચૂકવી શકે છે.
iPhone 14 ખાસિયતો
iPhone 14 Smartphone નું લોન્ચિંગ September 2022 ના રોજ થયું હતું. ફોનમાં આગળ અને પાછળ ગ્લાસ છે જ્યારે ફ્રેમ બનાવવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ iPhone IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે.
આ પણ વાંચો: iQOO 12 Launch : iQOO કંપનીનો આ સ્માર્ટફોન 12 ડિસેમ્બરે પાવરફુલ ચિપસેટ સાથે લોન્ચ થશે, જાણો ફીચર્સ
iPhone 14માં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. સ્ક્રીન HDR10 અને ડોલ્બી વિઝન સપોર્ટ સાથે આવે છે. આ iPhoneમાં Apple A15 Bionic ચિપસેટ આપવામાં આવી છે. હેન્ડસેટમાં બહુવિધ સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. iPhone 14માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો આપવામાં આવ્યો છે. ઉપકરણ ફેસ આઈડી, યુડબ્લ્યુબી ટેક્નોલોજી અને સેટેલાઇટ દ્વારા ઈમરજન્સી એસઓએસ જેવી સુવિધાઓને સપોર્ટ કરે છે. ફોનમાં ફાસ્ટ વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us