iPhone 13, iPhone 14 અને iPhone 16 Series પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ, સસ્તામાં ખરીદવાની તક

Flipkart Monumental sale 2025: ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે Monumental સેલ 2025ની શરૂઆત 14 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે શરૂ થશે. સેલ 19 જાન્યુઆરી 2025 સુધી ચાલશે

Flipkart Monumental sale 2025: ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે Monumental સેલ 2025ની શરૂઆત 14 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે શરૂ થશે. સેલ 19 જાન્યુઆરી 2025 સુધી ચાલશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
iPhone, iPhone 16

ફ્લિપકાર્ટે સેલમાં આઇફોન 16 પર 'ગ્રેટેસ્ટ' ડીલ મળવાનું વચન આપ્યું છે (Photo: Saurabh Singh)

Flipkart Monumental sale 2025: રિપબ્લિક ડે સેલિબ્રેશન પહેલા Flipkart Monumental sale 2025 ની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી શરૂ થનારા ફ્લિપકાર્ટ Monumental સેલ 2025માં પ્લસ અને વીઆઇપી મેમ્બર્સને 12 કલાક પહેલા જ ડીલનો એક્સેસ મળી જશે. વોલમાર્ટની માલિકીના આ ઈ-કોમર્સ પ્લેટફોર્મે એપલ આઈફોનના તમામ મોડલને સેલમાં ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવ્યા છે.

Advertisment

ફ્લિપકાર્ટે સેલમાં આઇફોન 16 પર 'ગ્રેટેસ્ટ' ડીલ મળવાનું વચન આપ્યું છે. એપલના લેટેસ્ટ આઇફોન 16 સીરીઝના સ્માર્ટફોનને Monumental સેલ 2025માં ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક મળશે. આ સેલમાં આઇફોન 16 સીરીઝ 63,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે. આઇફોન 16ને 79,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. સાથે જ આઇફોન 16 પ્લસને 89,900 રૂપિયાના બદલે 73,999 રૂપિયામાં ખરીદવાની તક મળશે.

સાથે જ વાત કરીએ પ્રો મોડલ્સની તો સેલમાં તેમના પર આકર્ષક ઓફર પણ આપવામાં આવી રહી છે. આઇફોન 16 પ્રો સ્માર્ટફોનને સેલમાં 1,19,900 રૂપિયાની જગ્યાએ 1,02,900 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે આઇફોન 16 પ્રો મેક્સને મૂળ કિંમત 1,44,900 રૂપિયાની જગ્યાએ 1,27,900 રૂપિયામાં ખરીદવાની તક મળશે.

આઇફોન 16, આઇફોન 16 પ્રો પર ડિસ્કાઉન્ટ

આઇફોન 16 સ્માર્ટફોન સામાન્ય રીતે 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ હોય છે પરંતુ ફ્લિપકાર્ટના આ સેલમાં આ ફોન 63,999 રૂપિયાની કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Advertisment

આઇફોન 16ના 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 69,999 રૂપિયાથી શરૂ થઇ રહી છે. આ આઈફોન પર 6,901 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એચડીએફસી બેંકની ઓફર સાથે આ સ્માર્ટફોન પર 4000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત 2000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ પણ છે. તમામ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ સાથે ફોનની અસરકારક કિંમત 63,999 રૂપિયા રહે છે.

આ પણ વાંચો - લોન્ચ પહેલા ફક્ત 2000 રૂપિયામાં પ્રી બુક કરો સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન, મળશે આવા લાભ

iPhone 16 Plus, iPhone 16 Pro, અને iPhone 16 Pro સેલમાં અનુક્રમે 73,999 રૂપિયા, 1,02,900 રૂપિયા અને 1,27,900 રૂપિયામાં ખરીદી શકાય છે.

આઇફોન 15, આઇફોન 14, આઇફોન 13 પર ડિસ્કાઉન્ટ

આઇફોન 15 સ્માર્ટફોનને સેલમાં 55,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે આઇફોન 15 પ્લસને 59,999 રૂપિયામાં સેલમાં ખરીવાની તક મળશે. આઇફોન 14 અને આઇફોન 13 ને સેલમાં અનુક્રમે 46,999 અને 39,999માં ઉપલબ્ધ થશે. આ કિંમત બેંક અને એક્સચેંજ ઓફરને મિલાવીને છે.

ફ્લિપકાર્ટ Monumental સેલ 2025 તારીખ અને સમય

ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે Monumental સેલ 2025ની શરૂઆત 14 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે શરૂ થશે. પરંતુ ફ્લિપકાર્ટ પ્લસ અને વીઆઇપી મેમ્બર્સને સેલની એક્સેસ 12 કલાક પહેલા એટલે કે 13 જાન્યુઆરી બપોરે 12 વાગ્યે મળશે. આ સેલ 19 જાન્યુઆરી 2025 સુધી ચાલશે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ