Oppo Find N3 પર 45000 ની છૂટ! 94,999 રૂપિયાવાળો સ્ટાઇલિશ ફ્લિપ ફોન પર ગજબ ઓફર, ફરી નહીં મળે તક

Oppo Find N3 Flip : ઓપ્પો ફાઇન્ડ એન3 ફ્લિપ સ્માર્ટફોન ગયા વર્ષે 94,999 રૂપિયામાં લિસ્ટ થયો હતો. આ ફોન ક્રીમ ગોલ્ડ અને સ્લીક બ્લેક કલરમાં આવે છે

Oppo Find N3 Flip : ઓપ્પો ફાઇન્ડ એન3 ફ્લિપ સ્માર્ટફોન ગયા વર્ષે 94,999 રૂપિયામાં લિસ્ટ થયો હતો. આ ફોન ક્રીમ ગોલ્ડ અને સ્લીક બ્લેક કલરમાં આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Oppo Find N3 Flip, Oppo Find N3 Flip Price

Oppo Find N3 Flip : ઓપ્પો ફાઇન્ડ એન3 ફ્લિપ કંપનીનો લેટેસ્ટ ફ્લિપ ફોન છે

Oppo Find N3 Flip Price Discount : ઓપ્પો ફાઇન્ડ એન3 ફ્લિપ કંપનીનો લેટેસ્ટ ફ્લિપ ફોન છે. ઓપ્પોનો આ સ્ટાઇલિશ ફ્લિપ સ્માર્ટફોન ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 ને ટક્કર આપે છે અને તેને હાલમાં ફ્લિપકાર્ટ પર માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ઓપ્પોના આ હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 13, 50 મેગાપિક્સલ પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Advertisment

ઓપ્પો ફાઇન્ડ એન3 ફ્લિપ ઓફર કિંમત (Oppo Find N3 Flip Offer Price)

ઓપ્પો ફાઇન્ડ એન3 ફ્લિપ સ્માર્ટફોન ગયા વર્ષે 94,999 રૂપિયામાં લિસ્ટ થયો હતો. હાલમાં આ હેન્ડસેટની કિંમત ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આ જ બતાવી રહી છે. પરંતુ જેવું તમે બાય નાઉ બટન પર ક્લિક કરો છો, હેન્ડસેટની કિંમત 49,999 રૂપિયા હશે. એટલે કે લગભગ 45 હજારના ડિસ્કાઉન્ટ સાથે ફોનને 50,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ ફોન ક્રીમ ગોલ્ડ અને સ્લીક બ્લેક કલરમાં આવે છે.

ઓપ્પો ફાઇન્ડ એન3 ફ્લિપ ફિચર્સ (Oppo Find N3 Flip Features)

ઓપ્પો ફાઇન્ડ એન 3 ફ્લિપ એન્ડ્રોઇડ 13 ઓએસ પર ચાલે છે. પરંતુ તાજેતરમાં જ તેને કલરઓએસ 14 માં અપડેટ કરવામાં આવ્યું હતું, જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે. ફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 9200 ચિપસેટ છે. ઓપ્પોના આ સ્ટાઇલિશ ફ્લિપ ફોનમાં 6.8 ઇંચની 120 હર્ટ્ઝ એમોલેડ સ્ક્રીન છે જે 1080 x 2520 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. 3.26 ઇંચની એક્સટર્નલ એમોલેડ સ્ક્રીન પણ છે જે 900 નીટ પીક બ્રાઇટનેસ આપે છે.

આ પણ વાંચો - રેડમી નોટ 13 પ્રો+ 5G વર્લ્ડ ચેમ્પિયન એડિશન ભારતમાં લોન્ચ, શાનદાર સ્માર્ટફોન ડિસ્કાઉન્ટમાં ખરીદવાનો મોકો

Advertisment

જણાવી દઈએ કે આ સમયે બજારમાં ઉપલબ્ધ આ એકમાત્ર ફોન છે જે ફ્લેગશિપ-ગ્રેડ ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફાઇન્ડ એન3 ફ્લિપમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 48 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ અને 32 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 4300mAhની બેટરી આપવામાં આવી છે, જે 44W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ઉપલબ્ધ નથી.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ