/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Flipkart-UPI-handle-Axis-Bank-technology-update-gujarati-news.jpg)
Flipkart UPI handle : ફ્લિપકાર્ટ યુપીઆઈ એક્સિસ બેંક ટેકનોલોજી અપડેટ ( Credit : Flipkart)
Flipkart UPI : ફ્લિપકાર્ટે (Flipkart) રવિવારે એક્સિસ બેંકના સહયોગથી તેનું પોતાનું UPI હેન્ડલ @fkaxis લોન્ચ કર્યું છે. ફ્લિપકાર્ટે 'ઇન્ડિયાઝ મોસ્ટ રિવાર્ડિંગ યુપીઆઇ' ટેગલાઇન હેઠળ નવી સ્કીમની પણ જાહેરાત કરી છે. હાલમાં ફ્લિપકાર્ટ એપ્લિકેશન દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ છે, યુઝર્સ નવા UPI ID માટે રજીસ્ટર કરાવી શકે છે, જેનો ઉપયોગ ફંડ ટ્રાન્સફર અને એપ્લિકેશનમાં ચૂકવણી માટે થઈ શકે છે.
ફ્લિપકાર્ટનું UPI હેન્ડલ લોન્ચ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Flipkart-UPI-handle-Axis-Bank-technology-update-gujarati-news-1.jpg)
ફ્લિપકાર્ટ UPI સરળ ઓનબોર્ડિંગ પ્રક્રિયા સાથે અનુકૂળ અને ઝીરો કોસ્ટ સોલ્યુશન પ્રદાન કરે છે. વધુમાં, ફ્લિપકાર્ટ એપની અંદર મોબાઇલ રિચાર્જ અને બિલની ચુકવણી માટે એક-ક્લિક અને ઝડપી ચુકવણીઓ ઓફર કરે છે. ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પણ પ્રદાન કરે છે.
આ પણ વાંચો: ગોલ્ડ લોન : અહીંયા મળે છે 9 ટકાથી ઓછા વ્યાજદર પર ગોલ્ડ લોન, જુઓ સંપૂર્ણ યાદી
ફિનટેક અને ફ્લિપકાર્ટ ખાતે પેમેન્ટ્સ ગ્રૂપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધીરજ અનેજા જણાવ્યું હતું કે, “ફ્લિપકાર્ટ પર, અમે રિવોર્ડની સાથે સુરક્ષિત અને અનુકૂળ ચુકવણી વિકલ્પો ઓફર કરીને ગ્રાહકોને બેસ્ટ ક્લાસ કોમર્સ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. સુપરકોઇન્સ, બ્રાન્ડ વાઉચર્સ અને અન્ય જેવા ફાયદા. વધુમાં, Flipkart UPI ડિજિટલી-સશક્ત સમાજને આકાર આપવા માટેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે અને ભારતના ડિજિટલ ઉત્ક્રાંતિમાં અગ્રણી ઉત્પ્રેરક તરીકેની અમારી ભૂમિકાને પુનઃપુષ્ટ કરે છે.”
આ પણ વાંચો: રેડમીના બે શાનદાર સ્માર્ટફોન થયા સસ્તા, તેમાં છે 50MP ટ્રિપલ કેમેરા અને અદભૂત ફીચર્સ, જાણો નવી કિંમત
ફ્લિપકાર્ટ UPI નો ઉપયોગ QR કોડ સ્કેન કરીને ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસની બહાર ચૂકવણી કરવા માટે પણ થઈ શકે છે. Flipkart 2022 માં PhonePe થી અલગ થયું ત્યારથી, તે તેના પોતાના સમર્પિત UPI ને રજૂ કરવા પર કામ કરી રહ્યું છે.
કોઈપણ બેંક એકાઉન્ટ ધરાવતા યુઝર્સ ફ્લિપકાર્ટ પર ફ્રીમાં નવું UPI ID બનાવી શકે છે. જો કે, અગાઉ જણાવ્યા મુજબ, આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ સુધી મર્યાદિત છે, અને તે જ આગામી દિવસોમાં iPhone યુઝર્સ માટે રોલઆઉટ થવાની અપેક્ષા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us