FMCG Products To Be Costlier: નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો વધુ ઝટકો લાગી શકે છે. સાબુ, ટૂથપેસ્ટ, બિસ્કિટ થી લઇ રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. એફએમસીજી કંપનીઓ રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ વધારી શકે છે. ઉંચા ઉત્પાદન ખર્ચ અને ફૂડ ઈન્ફ્લેશનના કારણે અગ્રણી એફએમસીજી કંપનીઓના માર્જિનામાં જુલાઇ થી સપ્ટેમ્બર ત્રિમાસિકગાળાાં ઘટાડો નોંધાયો છે. તેનાથી શહેરી વપરાશ પર ખરાબ અસર થઇ છે. એફએમસીજી કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટ બનાવવા માટે વપરાતા પામ તેલ, કોફી અને કોકોના ભાવ વધી ગયા છે. આવી સ્થિતિમાં અમુક એફએમસીજી કંપનીઓએ પ્રોડક્ટના ભાવ વધારવાના સંકેત આપ્યા છે.
મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ હિન્દુસ્તાન યુનિલિવરી, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, મેરિકો, આઈટીસી અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપનીએ શહેરી વપરાશમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉદ્યોગ જગતના નિષ્ણાંતોના મતે એફએમસીજી સેક્ટરના કુલ વેચાણમાં શહેરી વપરાશનો હિસ્સો 65 થી 68 ટકા જેટલો હોય છે. સૌથી મોટી વાત એ છે કે, ગ્રામીણ બજારોએ શહેરી બજારોની તુલનામાં વૃદ્ધિ ટકાવી રાખી છે.
ગ્રામીણ બજારોમાં ધીમી વૃદ્ધિ યથાવત
એક મીડિયા રિપોર્ટ મુજબ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સુનીલ ડિસૂઝાનું માનવું છે કે, શહેરી બજારોમાં ગ્રાહક વપરાશ ખર્ચ પ્રભાવિત થયો છે. ફૂડ ઇન્ફ્લેશન કદાચ આપણી ધારણા કરતા ઉંચો છે અને તેની અસર પણ ઉંડી છે. એચયુએલના સીઇઓ અને એમડી રોહિત જાવાનું કહેવું છે કે, આ ત્રિમાસિકમાં માર્કેટ વોલ્યૂમ ગ્રોથ મંદ રહ્યો છે. હાલની ત્રિમાસિકમાં શહેરી બજારનો વૃદ્ધિ દર પ્રભાવિત થયો છે. ગ્રામીણ બજારોમાં ધીમી વૃદ્ધિ ચાલુ છે.
મધ્યમ વર્ગ મોંઘવારીની ભીંસમાં
તાજેતરમાં ઈઝરાયલ ઈરાન યુદ્ધથી સમગ્ર વૈશ્વિક અર્થંતંત્ર પ્રભાવિત થયું છે. નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને એમડી સુરેશ નારાયણે પણ એફએમસીજી સેક્ટરમાં સ્લોડાઉન અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, મધ્યમ વર્ગ દબાણ હેઠળ છે. પરિણામ ઉંચા ખાદ્ય મોંઘવારીએ ઘરેલુ વપરાશને અસર કરી છે. ખાદ્ય મોંઘવારી વિશે તેણે ઉમેર્યું કે, ફળ શાકભાજી અને ખાદ્યતેલના ભાવ વધ્યા છે. જો કંપનીઓ માટે રો મિટિરયલનો ખર્ચ નિયંત્રિત કરવો મુશ્કેલ થાય તો કિંમત વધી શકે છે. જ્યાં સુધી કોકો અને કોફીની કિંમતનો સવાલ છે, અમે પોતે મુશ્કેલ સમય માંથી પસાર થઇ રહ્યા છે.





