બે મહિના બાદ વિદેશી રોકાણકારોની ફરી વેચવાલી, સપ્ટેમ્બરમાં ₹7600 કરોડના શેર વેચ્યા

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો (Foreign Portfolio Investors)એ ભારતીય શેરબજાર (stock market) માંથી 1.68 લાખ કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યુ છે. આગામી સમયમાં પણ ફોરેન ઇન્વેસ્ટરોની નફો ગાંઠે બાંધવાની વૃત્તિ ચાલુ રહેવાની ધારણા છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો (Foreign Portfolio Investors)એ ભારતીય શેરબજાર (stock market) માંથી 1.68 લાખ કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યુ છે. આગામી સમયમાં પણ ફોરેન ઇન્વેસ્ટરોની નફો ગાંઠે બાંધવાની વૃત્તિ ચાલુ રહેવાની ધારણા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

વિદેશ રોકાણકારો (foreign institutional investors)એ ભારતીય શેરબજાર (stock market) માં બે મહિના બાદ ફરી સપ્ટેમ્બરમાં ચોખ્ખી વેચવાલી કરી છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (Foreign Portfolio Investors) એ સપ્ટેમ્બર મહિનામાં ભારતીય શેરબજારમાંથી લગભગ 7600 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેચ્યું છે. વિદેશી રોકાણકરોની વેચવાલી પાછળ સ્થાનિક અને વિદેશી પરિબળો જવાબદાર છે.

Advertisment

આ ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધી વિદેશી રોકાણકારો ((FPI)એ ભારતીય બજાર (indian market) માંથી અધધધ… 1.68 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે. બજાર વિશ્લેષ્કોનું કહેવુ છે કે, હાલની પરિસ્થિતિ જોતા આગામી સમયમાં પણ ફોરેન ઇન્વેસ્ટરોની નફો ગાંઠે બાંધવાની વૃત્તિ ચાલુ રહેવાની ધારણા છે.

કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ (રિટેલ)ના હેડ શ્રીકાંત ચૌહાને જણાવ્યુ કે, ‘બ્રિટન સરકારની ચાલુ નાણાંકીય વર્ષની માટે વિસ્તારવાદ નીતિને પગલે વૈશ્વિક સ્તરે ગ્લોબલ કરન્સી માર્કેટ પ્રભાવિત થયા છે અને તેના પરિણામસ્વરૂપ ઇક્વિટીમાં રિસ્ક-લેસ સેન્ટિમેન્ટ ઉભું થયુ છે. તેમણે કહ્યુ કે, સ્થાનિક મોરચે ઇંધણની ઉંચી કિંમતની સમસ્યાના પગલે વિકાસદરના અંદાજમાં ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશી રોકાણકારોની ખરીદ-વેચણના લેખા-જોખાં

publive-image

આંકડાઓ અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે સપ્ટેમ્બરમાં કુલ 7624 કરોડ રૂપિયાની મૂલ્યના શેર વેચ્યા છે જ્યારે ઓગસ્ટમાં 51200 કરોડ રૂપિયા અને જુલાઇમાં 5000 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યુ હતુ, જે સપ્ટેમ્બર 2021 પછીનું પહેલું માસિક ચોખ્ખું રોકાણ હતુ. ઓક્ટોબર 2021 થી જૂન 2022 દરમિયાન સતત નવ મહિના સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય બજાર (equity market) માંથી બે લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રોકાણ પાછું ખેંચ્યુ હતુ.

Advertisment

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ભારત ઉપરાં, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા તાઇવાન અને થાઇલેન્ડના બજારોમાંથી રોકાણ પાછું ખેંચ્યું છે જ્યારે આ દરમિયાન ઇન્ડોનેશિયામાં નવું રોકાણ કરવાનું ચાલુ રાખ્યુ છે.

Investment શેર બજાર