Banks : બચત ખાતાધારકો માટે ખુશખબર, 5 બેંકોએ મિનિમમ બેલેન્સ નિયમ નાબૂદ કર્યો, શું તમારી બેંકે રાહત આપી કે નહીં

Bank Minimum Balance Penalty Waives : બેંકો દ્વારા બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ રદ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બેંકો બેંક ખાતાંમાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો દંડ વસૂલતી હતી. જાણો તમારી બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી નાબૂદ કરી કે નહીં

Written by Ajay Saroya
Updated : July 04, 2025 20:38 IST
Banks : બચત ખાતાધારકો માટે ખુશખબર, 5 બેંકોએ મિનિમમ બેલેન્સ નિયમ નાબૂદ કર્યો, શું તમારી બેંકે રાહત આપી કે નહીં
Minimum Balance Penalty Waives : બેંકોએ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ પેનલ્ટી નાબૂદ કરી કરી છે. (Photo: Freepik)

Banks Minimum balance Waives For Savings Account : બચત ખાતાધારકો માટે ખુશખબર છે. દેશની 5 બેંકોએ બચત ખાતામાં લઘુતમ બેલેન્સ ન રાખવા પર વસૂલવામાં આવતો દંડ નાબૂદ કર્યો છે. અત્યાર સુધી દરેક બચત ખાતામાં બેંકના નિયમ મુજબ મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી હતું. જો તેનાથી ઓછું બેલેન્સ હોય તો બેંક દંડ વસૂલતી હતી. આ નિર્ણયથી તે બેંકોના બચત ખાતાધારકોને મોટો ફાયદો થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી બેંકો દંડ વસૂલે છે. ચાલો જાણીયે, કઇ કઇ બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી નાબૂદ કરી છે.

Bank Of Baroda : બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા એ 1 જુલાઇ, 2025થી મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો છે. જો કે પ્રીમિયમ સેવિંગ બેંક એકાઉન્ટ પર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે. આ પ્રીમિયમ એકાઉન્ટમાં BOB માસ્ટર સ્ટ્રોક SB એકાઉન્ટ, BOB સુપર બચત ખાતું, BOB શુભ બચત ખાતું, BOB પ્લેટિનમ SB એકાઉન્ટ, BOB સંસ્થાકીય ખાતું અને અન્યનો સમાવેશ થાય છે.

PNB : પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં તમામ બચત ખાતામાં મિનિમમ એવરેજ બેલેન્સ નો નિયમ નાબૂદ કર્યો છે. અગાઉ આ સરકારી બેંક બચત ખાતામાં લઘુતમ બેલેન્સ ન હોય તો દંડ વસૂલતી હતી. PNB ના નવા નિયમથી ગ્રાહકોને નાણાકીય સગવડ મળશે અને બેંક અનુભવ સુધરશે.

Indian Bank : ઈન્ડિયન બેંક

ઈન્ડિયન બેંકે પણ સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સનો નિયમ હટાવી દીધો છે. Indian Bank એ તાજેતરમાં ઘોષણા કરી હતી કે, તે 7, જુલાઇ 2026થી તમામ બચત ખાતા પર લઘુતમ બેલેન્સની શરત સંપૂર્ણપણ હટાવે છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગ્રાહકો પર નાણાકીય બોજ ઘટાડો અને બેંકિંગ સેવા તમામ માટે સુલભ કરવાનો છે. આ ખાસ પગલાંથી એવા કસ્ટમરને ફાયદો થશે, જે નાની રકમની નાણાકીય લેવડદેવડ માટે બેંક ખાતાનો ઉપયોગ કરે છે.

Canara Bank : કેનેરા બેંક

કેનેરા બેંક પણ મે 2025માં પોતાના તમામ પ્રકારના બચત ખાતા, જેમ કે, નિયમિત બચત ખાતા, સેલેરી એકાઉન્ટ અને NRI સેવિંગ એકાઉન્ટ માટે સરેરાશ માસિક બેલેન્સના નિયમ નાબૂદ કરવાની ઘોષણા કરી છે. આ પહેલ થી કસ્ટમર વચ્ચે બેંકની લોકપ્રિયતા વધી છે, કારણ કે હવે લઘુતમ બેલેન્સ રાખવાની ચિંતા વગર પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની આઝાદી મળે છે.

આ પણ વાંચો | બેંક લોન વહેલા ચૂકવવા પર દંડ નહીં વસૂલે, RBIનો નવા નિયમનો કોને ફાયદો થશે જાણો

SBI : એસબીઆઈ

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેક બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના તમામ બચત ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવાનો નિયમ હટાવી લીધો હતો. આ નીતિ હેઠળ, બેંક ખાતાધારકને હવે બેલેન્સ ઓછું થવા છતાં કોઇ પણ પ્રકારના દંડનો સામનો કરવો પડશે નહીં. SBIનું આ પગલું ગ્રાહક કેન્દ્રીત પહેલ દર્શાવે છે, જેનાથી કરોડો બચત ખાતાધારકોને ફાયદો થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ