Car Tips: તમારી જુની કાર બનશે સુપર કાર! USB પોર્ટમાં લગાવો આ 5 અનોખા ગેજેટ્સ

Car USB Gadgets Uses In Gujarati : કાર USB પોર્ટ વડે આ 5 ગેજેટ્સનો ઉપયોગ કરી તમારી જુની કારમાં જ લક્ઝ્યુરીયસ કાર જેવો અનુભવ મેળવી શકાય છે. જેનાથી તમારો ડ્રાઇવિંગ અનુભવ આરામદાયક અને મુસાફરી આનંદદાયક બની રહે છે.

Car USB Gadgets Uses In Gujarati : કાર USB પોર્ટ વડે આ 5 ગેજેટ્સનો ઉપયોગ કરી તમારી જુની કારમાં જ લક્ઝ્યુરીયસ કાર જેવો અનુભવ મેળવી શકાય છે. જેનાથી તમારો ડ્રાઇવિંગ અનુભવ આરામદાયક અને મુસાફરી આનંદદાયક બની રહે છે.

author-image
Ajay Saroya
New Update
car tips and tricks

Car Tips And Tricks : કાર USB ગેજેટ્સનો ઉપયોગ કરવાની રીત. Photograph: (Freepik)

Car USB Gadgets Uses In Gujarati : કારમાં ઘણા ફીચર્સ આવે છે, જેના વિશે લોકોને વધારે જાણકારી હોતી નથી. મોટાભાગના લોકોકારના USB પોર્ટનો ઉપયોગ માત્ર મોબાઇલ ચાર્જ કરવા માટે કરે છે. પરંતુ શું તમે જાણો છે આ નાનો USB પોર્ટ તમારા ડ્રાઇવિંગ અનુભવને આરામદાયક અને આનંદદાયક બનાવી શકે છે. બજારમાં હવે એવા સ્માર્ટ ગેજેટ ઉપલબ્ધ છે, જેકોઇ પણ ટેકનોલોજી ઝંઝટ વગર તમારી જુની કારને પણ મોંઘી લક્ઝુરીયસ કાર જેવી હાઇ ટેક બનાવી શકે છે.

Advertisment

મિની કાર ફ્રિજ

ઉનાળામાં લાંબી મુસાફરીમાં કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ પાણી કોઇ વરદાનથી ઓછું નથી હતું. આ નાનું અને પોર્ટેબલ ફ્રિજ સીધું કારનાUSB પોર્ટ સાથે જોડી શકાય છે. તેનું કદ એટલું નાનું હોય છે કે તે કારના ડેશબોર્ડ કે આર્મરેસ્ટ પાસે સરળતાથી મુકી શકાય છે. તેમા કલાકો સુધી તમારી પાણીની બોટલ કે કોલ્ડ ડ્રિંક્સને ઠંડુગાર રાખે છે.

હેડ્સ અપ ડિસ્પ્લે

મોંઘી અને લક્ઝુરિયસ કારમાં આવતા આ ફીચર્સ આહવે તમારી સાધારણ કારમાં પણ ફિટ થઇ શકેછે. આ ડિવાઇસ કારની સ્પીડ અને અન્ય જરુરી જાણકારીને સીધું સામેના ડિસ્પ્લે (વિન્ડશીલ્ડ) પર દેખાડે છે.તેનાથી ડ્રાઇવરને વારંવાર નીચે મીટર તરફ જોવાની જરૂર પડતી નથી, જેનાથી ડ્રાઇવિંગ ઘણું સુરક્ષિત રહે છે.

USB હ્યૂમિડિફાયર

સતત એસી ચલાવવાથી કારની અંદરની હવા શૂષ્ક (Dry) થઇ જાય છે, જેનાથી ગળા અને ત્વચાની સમસ્યા થઇ શકે છે. USB હ્યૂમિડિફાયર હવામાં ભેજ જાળવી રાખે છે. આ ડિવાઇસ એટલું નાનું હોય છે કે, તમારી કારના કપ હોલ્ડરમાં ફિટ થઇ શકે છે અને પાણી સમાપ્ત થાય એટલે આપમેળે બંધ થઇ જાય છે.

Advertisment

બ્લૂટૂથ રિસીવર

જો તમારી જુની કારમાં મ્યૂઝિક સિસ્ટમમાં બ્લૂટૂથ નથી, તો ચિંતા ન કરો. આ નાના ડિવાઇસને USB અને AUX પોર્ટમાં લગાવી તમે તમારા ફોનનું મ્યુઝિક વાયરલેસ વગાડી શકો છો. તેમાં માઇક પણ હોય છે, તેનાથી તમે તમારા ફોનને ટચ કર્યા વગર વાતચીત કરી શકો છો.

પોર્ટેબલ વેક્યૂમ ક્લિનર

કારની સીટ અને ખુણામાં જમા ધૂળ - ગંદકીને સાફ કરવી બહુ સરળ છે. આ નાનું પણ પાવરફૂલ પોર્ટેબલ વેક્યૂમ ક્લિનર USB પોર્ટથી ચાલે છે. તે એટલું કોમ્પેક્ટ છે કે તેને કારના ગ્લોવ બોક્સમાં પણ રાખી શકાય છે. બિસ્કિટના ભુકા થી લઇ જુતા ચપ્પલની ધૂળ સુધી, તે બધુ જ ગણતરીની મિનિટોમાં સાફ કરી શકે છે.

ટેકનોલોજી બિઝનેસ Auto news