/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Apple-foxconn.jpg)
iPhone બનાવતી કંપની Apple ભારતમાં પોતાના વેપારનું વિસ્તરણ કરશે (ફોટો ક્રેડિટ સોશિયલ)
Apple India Foxconn Plant: એપલ ઇન્ડિયા સપ્લાય ચેઇન વિસ્તરણ કરવા જઇ રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને "ભારતમાં ઉત્પાદન ન કરવા" કહ્યું હોવાના થોડા દિવસો પછી, આઇફોન નિર્માતાના મુખ્ય કોન્ટ્રાક્ટ ઉત્પાદક, ફોક્સકોને જણાવ્યું હતું કે તે ભારતમાં $1.5 બિલિયન ડિસ્પ્લે મોડ્યુલ પ્લાન્ટ સાથે આગળ વધી રહી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં લંડન સ્ટોક એક્સચેન્જમાં એક્સચેન્જ ફાઇલિંગમાં, ફોક્સકોને જણાવ્યું હતું કે તે તેના ભારતના એક યુનિટ, યુઝાન ટેક્નોલોજીસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડમાં $1.49 બિલિયનનું રોકાણ કરી રહી છે. આ પ્લાન્ટ તમિલનાડુમાં શરૂ થવાની સંભાવના છે. જ્યાં ફોક્સકોનનો મુખ્ય આઇફોન ઉત્પાદન આધાર પણ છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, સપ્લાય ચેઇન રાતોરાત પોતાને ફરીથી ગોઠવતી નથી. એપલ જેટલી મોટી કંપનીઓ મહિનાઓ અને વર્ષોની વ્યૂહરચના પછી સપ્લાય ચેઇનના નિર્ણયો લે છે. કોઇ એક ટિપ્પણીથી તેમને ખાસ ફરક પડતો નથી. તે હકીકતને બદલશે નહીં કે તેઓ ભારતમાં ઉત્પાદન બમણું કરવા માંગે છે.
ગયા ઓક્ટોબરમાં, તમિલનાડુ સરકારે ચેન્નાઈથી લગભગ 80 કિલોમીટર દૂર કાંચીપુરમમાં યુઝાન ટેકનોલોજી દ્વારા ₹13,180 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી . એવી અપેક્ષા છે કે ફોક્સકોનનું દેશમાં નવું રોકાણ, જેમ તેણે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી, તે આ પ્લાન્ટ માટે જ હશે.
એપલે ભારતને આઇફોન ઉત્પાદન માટે એક મુખ્ય બજાર અને ચીનથી દૂર જઈને તેના સપ્લાયર્સ માટે ધીમે ધીમે આધાર તરીકે ઓળખાવ્યું છે. કંપની હાલમાં ભારતમાં લગભગ 15% આઇફોનનું ઉત્પાદન કરે છે, અને આગામી વર્ષોમાં તેને એક ક્વાર્ટર સુધી વધારવાની યોજના ધરાવે છે. ભારતમાં કંપનીનું એસેમ્બલી ઓપરેશન સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની મુખ્ય સફળતાની વાર્તા રહી છે.
ટ્રમ્પે શું કહ્યું હતું
ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન બંધ કરવા અને તેના બદલે યુનાઇટેડ સ્ટેટ્સમાં બેઝ શિફ્ટ કરવા કહ્યું હતું. ગયા અઠવાડિયે અમેરિકા અને કતારના વેપારીઓ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, મને ટિમ કૂક સાથે થોડી સમસ્યા હતી. મેં કહ્યું, 'ટિમ, તું મારો મિત્ર છે, મેં તારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે, તું અહીં (યુએસમાં) 500 બિલિયન ડોલરની જાહેરાત સાથે આવી રહ્યો છે, અને હવે મેં સાંભળ્યું છે કે તું ભારતમાં રોકાણ કરવા જઇ રહ્યો છે. હું નથી ઇચ્છતો કે તું ભારતમાં રોકાણ કરે.
જો તારે ભારતની સંભાળ રાખવી હોય તો તું ભારતમાં રોકાણ કરી શકે છે, કારણ કે ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે'… 'અમે વર્ષોથી ચીનમાં બનાવેલા બધા પ્લાન્ટ સહન કર્યા છે. અમને ભારતમાં રોકાણ કરવામાં રસ નથી. ભારત પોતાનું કામ પોતાની રીતે કરી શકે છે.
જોકે, તેમની ટિપ્પણીઓ પછી તરત જ, ભારતમાં એપલના પ્રતિનિધિઓએ સરકારી અધિકારીઓને જણાવ્યું હતું કે તેમની રોકાણ યોજનાઓમાં કોઈ ફેરફાર થયો નથી અને દેશમાં ધીમે ધીમે વિસ્તરણ થઈ રહ્યું છે. કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે ભારતમાંથી મોબાઇલ ફોનની નિકાસ નાણાકીય વર્ષ 2025 માં 2 લાખ કરોડ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચ સપાટીને વટાવી ગઈ છે, જેમાં ફક્ત આઇફોનની નિકાસ 1.5 લાખ કરોડ રૂપિયા હતી.
વૈશ્વિક વેપાર યુદ્ધના પડઘામાં
કૂકે અગાઉ પણ સમર્થન કર્યું હતું કે, અમેરિકા અને ચીન સંબંધિત વેપાર અનિશ્ચિતતાને કારણે, કંપની જૂન ક્વાર્ટરમાં અમેરિકામાં વેચાતા મોટાભાગના iPhones ભારતમાં બનાવશે. જોકે, ત્યારથી બંને દેશોએ એક વેપાર સોદાની જાહેરાત કરી છે જેની કંપનીની યોજનાઓ પર અસર પડી શકે છે.
એવી વ્યાપક અપેક્ષા હતી કે ચીન પર નોંધપાત્ર રીતે ઊંચા ટેરિફ દરોને કારણે, એપલ જેવી કંપનીઓ ભારતમાં તેમનું વૈવિધ્યકરણ ઝડપથી કરશે, જ્યાં એપલે એક મોટો એસેમ્બલી બેઝ વિકસાવ્યો છે. જોકે, યુએસ-ચીન સંબંધોમાં કોઈપણ સંભવિત ઘટાડો ભારતમાં સપ્લાય ચેઇનના અપેક્ષિત સ્થળાંતર માટે પડકાર ઉભો કરી શકે છે.
એપલ: ભારતીય સબસિડીનો મુખ્ય લાભાર્થી
સ્માર્ટફોન માટે PLI યોજના હેઠળ સબસિડીનો સૌથી મોટો લાભ એપલ અને તેના ઉત્પાદન ભાગીદારો રહ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસે અગાઉ અહેવાલ આપ્યો હતો કે, આ યોજના હેઠળ, સરકારે 2022-23 થી 2024-25 સુધીના ત્રણ વર્ષમાં લગભગ $1 બિલિયનનું વિતરણ કર્યું છે, જેમાં એપલના ત્રણ કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને કુલ રકમના 75 ટકાથી વધુ રકમ મળી છે.
એપલના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો, ફોક્સકોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન (જેને તાજેતરમાં ટાટા દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું), ને ત્રણ વર્ષ - 2022-23 અને 2024-25 માં કુલ લગભગ ₹ 6,600 કરોડ મળ્યા છે.
2023-24 માં, ફોક્સકોન, જે વૈશ્વિક સ્તરે એપલની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઉત્પાદક છે, તેને 2,450 કરોડ રૂપિયાની સબસિડીનું વિતરણ મળ્યું, જે વર્ષ દરમિયાન સૌથી વધુ હતું. જોકે, 2024-25માં, ડેટા દર્શાવે છે કે ફોક્સકોનને કોઈ પ્રોત્સાહન આપવામાં આવ્યું ન હતું. 2024-25માં, સેમસંગને સૌથી વધુ 958 કરોડ રૂપિયાની સબસિડી મળી હતી.
આ પણ વાંચો | માત્ર 8 હજારમાં 5જી સ્માર્ટફોન...
માર્ચમાં, ભારત સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદન માટે ₹23,000 કરોડની પ્રોત્સાહન નીતિને પણ મંજૂરી આપી હતી. એવી અપેક્ષા છે કે તે એપલના સપ્લાયર્સ માટે એક મોટી આકર્ષણ બની શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us