scorecardresearch

New Year 2023 પહેલા મોદી સરકારે આપ્યા સારા સમાચાર, આવતા વર્ષે પણ 81 કરોડ લોકોને મળતી રહેશે આ વિશેષ સુવિધા

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ પાત્ર પરિવારોને 1 જાન્યુઆરીથી શરૂ કરીને એક વર્ષ માટે મફત અનાજ પ્રદાન કરવા માટે એક સૂચના બહાર પાડી છે. એક સૂચનામાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013ના લીસ્ટની જોગવાઈઓના અનુસંધાનમાં, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે […]

New Year 2023 પહેલા મોદી સરકારે આપ્યા સારા સમાચાર, આવતા વર્ષે પણ 81 કરોડ લોકોને મળતી રહેશે આ વિશેષ સુવિધા
મફત અનાજ યોજના

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ પાત્ર પરિવારોને 1 જાન્યુઆરીથી શરૂ કરીને એક વર્ષ માટે મફત અનાજ પ્રદાન કરવા માટે એક સૂચના બહાર પાડી છે.

એક સૂચનામાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013ના લીસ્ટની જોગવાઈઓના અનુસંધાનમાં, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે ચોખા, ઘઉં અને મોટા અનાજ મફતમાં આપવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધીના સમયગાળા માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 ની કલમ 3 હેઠળ તમામ પાત્ર પરિવારો માટે ઉપલબ્ધ છે.

મંત્રાલયે મફત અનાજ યોજનાના સરળ અમલીકરણ માટે 18 નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરી છે. આ અધિકારીઓ ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર કક્ષાના છે. આ ઉપરાંત, મંત્રાલયે ભારતીય ખાદ્ય નિગમના અધિકારીઓને મફત અનાજ યોજનાના રોલઆઉટના પ્રથમ સપ્તાહમાં વાજબી ભાવની દુકાનોની મુલાકાત લેવા જણાવ્યું છે.

કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ રાજ્યોના ખાદ્ય વિભાગોના મુખ્ય સચિવો સાથે બેઠક યોજ્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, સરકારે જાહેરાત કરી હતી કે તે જાન્યુઆરી 2023 થી શરૂ થતા એક વર્ષ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 હેઠળ લાભાર્થીઓને તેમના અધિકારો અનુસાર મફત અનાજ પ્રદાન કરશે. 23 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોકેટલી સાચી થઈ 2022 માટે પીએમ નરેન્દ્ર મોદીએ કરેલી આ વાતો? જાણો શું હતા વાયદા અને કેવી છે વાસ્તવિકતા

જો કે, સરકારે કોવિડ-19 વચ્ચે એપ્રિલ 2020માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને બંધ કરી દીધી હતી, જે અંતર્ગત દરેક વ્યક્તિને 5 કિલો મફત અનાજ આપવામાં આવતું હતું. હાલમાં, NFSA ના લાભાર્થીઓ સબસિડીવાળા દરે અનાજ ખરીદે છે. જેમાં ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો, ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો અને પૌષ્ટિક અનાજ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. NFSA લગભગ 81.35 કરોડ લોકોને આવરી લે છે અને કેન્દ્ર તેમને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. 2 લાખ કરોડનો ખર્ચ કરશે.

Web Title: Free grain scheme national food security act 2013 will continue

Best of Express