Insurance : ડેબિટ કાર્ડ યુઝર્સને મળે છે ફ્રી ઇન્શ્યોરન્સ કવચ, જાણો કેવી રીતે ક્લેમ કરવો

Free Insurance Cover On Debit Card Holders: વિવિધ બેંકો ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ યુઝર્સને મફતમાં ઇન્સ્યોરન્સ કવર આપે છે. જાણો આ ફ્રી વીમા પોલિસીનો નંબર ક્યાંથી મેળવવો અને ઇન્સ્યોરન્સ ક્લેમ કેવી રીતે કરવો

Free Insurance Cover On Debit Card Holders: વિવિધ બેંકો ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ યુઝર્સને મફતમાં ઇન્સ્યોરન્સ કવર આપે છે. જાણો આ ફ્રી વીમા પોલિસીનો નંબર ક્યાંથી મેળવવો અને ઇન્સ્યોરન્સ ક્લેમ કેવી રીતે કરવો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
free insurance cover debit card holders | insurance cover | debit card | atm card | insurance claim | insurance pilicy | insurance premium

બેંકો દ્વારા ડેબિટ કાર્ડ ધારકને ઇન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ કરાવે છે. (Photo - Freepik)

Free Insurance Cover On Debit Card Holders: ઇન્શ્યોરન્સ કવચ મફતમાં મળી શકે ખરું? હા, આ શક્ય છે. ઇન્શ્યોરન્સ કવચ ડેબિટ કાર્ડ સાથે જોડાયેલું છે. જરુર છે માત્ર તમારે તમારા હક અંગે જાણકારી મેળવવાની. હાલના ડિજિટલ સમયમાં લગભગ મોટા ભાગના લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા જ હશે. તો તમારા માટે ઇન્શ્યોરન્સ કવચ ફ્રી છે. બેંકો દ્વારા અપાતા ડેબિટ કાર્ડ સાથે ધારકને ઇન્શ્યોરન્સ કવચ આપવામાં આવે છે.

Advertisment

ડેબિટ કાર્ડના કારણે જ તમે ATMમાંથી તમારા પૈસા ઉપાડી શકો છો. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મોટાભાગની બેંકો ડેબિટ કાર્ડ પર લાઇફ ઇન્શ્યોરન્સ કવચ પણ આપ છે. એટલે કે, જો તમારી સાથે કોઈ ફ્રોડ અથવા છેતરપિંડી થાય છે, તો તમને તેના પર વીમા કવચ મળે છે. ડેબિટ કાર્ડ વપરાશકર્તાઓના મૃત્યુના કિસ્સામાં ઘણી બેંકો વીમો પણ આપે છે. જો કાર્ડ ધારકનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યો પણ વીમાનો દાવો કરી શકે છે.

Insurance Policy Documents | Insurance Policy claim | Insurance Policy Documents tips | Expert tips for decoding insurance policy documents
ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે પોલિસીના ડોક્યુમેન્ટ સાવચેતીપૂર્વક વાંચી લેવા જોઇએ.

વિવિધ બેંકો વિવિધ પ્રકારના વીમા ઓફર કરે છે. ઘણી બેંકોનું વીમા પ્રીમિયમ 3 કરોડ રૂપિયા સુધીનું છે. જો તમે SBI ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં તમને 4 થી 10 લાખ રૂપિયાનું કવર મળે છે. જ્યારે અન્ય સ્થળે માર્ગ અકસ્માત કે અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 થી 5 લાખ રૂપિયાનું કવર મળે છે.

Advertisment

ICICI બેંક આપે છે 3 કરોડ સુધીનું વીમા કવચ (Insurance Policy Cover)

HDFC બેંકના અલગ-અલગ કાર્ડ્સ પરની શરતો અનુસાર, તમને 5 લાખ રૂપિયાથી લઈને 3 કરોડ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર મળે છે. આઈસીઆઈસીઆઈ બેંક 50 હજારથી લઈને 30 લાખ રૂપિયા સુધીના ક્લેમ પણ આપે છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંક પણ 50 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવરેજ આપે છે.

જો તમને પોલિસી નંબર ન મળે તો ચિંતા કરશો નહીં (Insurance Policy Number)

Credit Card | Credit Card bill payments | Credit Card tips | Credit Card charges
ક્રેડિટ કાર્ડ નાણાંકીય કટોકટીમાં તાત્કાલિક ભંડોળની જરૂરિયાત પૂરી પાડે છે. (Photo Canva)

મોટાભાગના કાર્ડ યુઝર્સને તેમના ડેબિટ કાર્ડ પરની ઇન્શ્યોરન્સ પોલિસી નંબર વિશે જાણકારી હોતી નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે એક ગ્રૂપ પોલિસી હોય છે, તેથી પોલિસી નંબર ઉપલબ્ધ નથી. દરેક ખાતાધારકે તેની બેંક શાખાની મુલાકાત લેવી જોઈએ અને કાર્ડ પર ઉપલબ્ધ વીમા અને તેનાથી સંબંધિત નિયમો અને શરતો વિશે માહિતી મેળવવી જોઈએ. આ ઉપરાંત, તેણે નોમિની વિશે પણ બેંકમાંથી માહિતી મેળવવી જોઈએ.

આ પણ વાંચો | બીજી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? સૌથી પહેલા આ બાબત ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા

KYC વેરિફિકેશન જરૂરી (KYC Verification)

ઇન્શ્યોરન્સ મેળવવા માટે, KYC કરાવવું જરૂરી છે. એટલે કે, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાર વ્યક્તિએ તેની બેંક બ્રેન્ચમાં જઈને KYC અને અન્ય દસ્તાવેજો સબમિટ કર્યા ન હોય તો તરત જ કરાવી લેવા જોઈએ. પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે ગ્રાહકનું મૃત્યુ પ્રમાણપત્ર અને KYC જરૂરી છે.

બેંક ગુજરાતી ન્યૂઝ બિઝનેસ Investment