/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Gautam-Adani.jpg)
ગૌતમ અદાણી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Adani Group :રાજકીય પરિવર્તન બાદ બાંગ્લાદેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, તેની અસર હવે દેશના વીજ પુરવઠા પર પડી શકે છે. તેનું કારણ અદાણી ગ્રુપ તરફથી આપવામાં આવેલી ચેતવણી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર જલ્દીથી જલ્દી 500 મિલિયન ડોલર (લગભગ 4200 કરોડ રૂપિયા)ની બાકી નીકળતી રકમ ચુકવે.
અદાણી ગ્રુપ બાંગ્લાદેશ ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે. અદાણી પાવરે ફાઈનાન્શિયલ ટાઈમ્સને જણાવ્યું છે કે તેમની બાંગ્લાદેશ સરકાર સાથે સતત વાતચીત થઇ રહી છે અને આ અંગે જાણકારી આપવામાં આવી છે. અદાણી ગ્રુપે કહ્યું છે કે જંગી લેણાં હોવા છતાં તે હાલ પૂરતું બાંગ્લાદેશને ગોડ્ડા પાવર પ્રોજેક્ટ સપ્લાય કરવાનું ચાલુ રાખશે.
આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે બાંગ્લાદેશ
નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની નવી વચગાળાની સરકારને દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ગત સપ્તાહ સુધીમાં બાંગ્લાદેશ પર કુલ 3.7 બિલયન ડોલરના વીજળીના દેણા છે. આ જ રિપોર્ટમાં મોહમ્મદ યુનુસના ટોચના ઊર્જા સલાહકાર મોહમ્મદ ફુઝુલ કબીર ખાને જણાવ્યું હતું કે દેશ પર અદાણીનું 800 મિલિયન ડોલરનું દેવું છે.
આ પણ વાંચો - એલન મસ્ક, ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી કોણ બનશે દુનિયાનો પ્રથમ ખરબપતિ? રિપોર્ટમાં કરાયો દાવો
ગયા વર્ષે (2023માં) ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં 1600 મેગાવોટના અલ્ટ્રા સુપર-ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટથી બાંગ્લાદેશને વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. આ ભારતમાં એકમાત્ર એવો પાવર પ્લાન્ટ બની ગયો હતો જે પોતાનું સમગ્ર ઉત્પાદન પાડોશી દેશને નિકાસ કરે છે, પરંતુ તાજેતરમાં તેમાં સુધારો પણ કરવામાં આવ્યો છે. 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઢાકા મુલાકાત દરમિયાન સહમતિ બની હતી. જોકે આ યોજનાની ઘણી ટીકા પણ થઈ હતી.
વિશ્વ બેંક પાસેથી અબજોની લોન માંગવામાં આવી
મોહમ્મદ ફુજુલ કબીર ખાને કહ્યું કે વચગાળાની સરકારે દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે વિશ્વ બેંક પાસેથી અબજો ડોલરની લોન માંગી છે. યુનુસે ઓગસ્ટમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે વિદ્યાર્થીઓની આગેવાનીમાં સપ્તાહો સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાને રાજીનામું આપીને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us