G20 Summit : અદાણી, અંબાણી, બિડલા અને સુનિલ મિત્તલ સહિત 500 ઉદ્યોગપતિઓને આમંત્રણ, G20 ડિનરમાં શામેલ થશે VVIP

G20 summit dinner businessmen : આ ડિનરમાં શામેલ થનારની યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત 500થી વધારે દિગ્ગજ અરબપતિ સામેલ છે. આ ડિનર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી શનિવારે રાત્રે આયોજીત કરવામાં આવ્યું છે.

Written by Ankit Patel
Updated : September 08, 2023 13:04 IST
G20 Summit : અદાણી, અંબાણી, બિડલા અને સુનિલ મિત્તલ સહિત 500 ઉદ્યોગપતિઓને આમંત્રણ, G20 ડિનરમાં શામેલ થશે VVIP
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી - express photo

G20 Summit : જી20 સમિટના ડિનરમાં દેશના દિગ્ગજ અબજોપતિ સામેલ થશે. આ ડિનરમાં શામેલ થનારની યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત 500થી વધારે દિગ્ગજ અરબપતિ સામેલ છે. આ ડિનર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી શનિવારે રાત્રે આયોજીત કરવામાં આવ્યું છે. આ ડિનર પાર્ટીમાં જી20ના નેતા પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે ભારત દુનિયાના સૌથી ઉભરતી અર્થવ્યવસ્થા પૈકી એક છે. જેને ધ્યાનમાં રાખીને દેશના અરબપતિઓનું ડિનર પાર્ટીમાં સામેલ થશે. દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં એક કારગર પગલું માનવામાં આવશે.

સમાચાર એજન્સી રોયટર્સના સમાચાર પ્રમાણે આ કાર્યક્રમમાં ટાટા સંસના ચેરમેન એન ચંદ્રશેખરન, ભારતીય એરટેલના ફાઉન્ડર અને ચેરમેન સુનિલ મિત્તલ, આદિત્ય બિડલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિડલા જેવા અનેક દિગ્ગજ ઉદ્યોગપતિ સામેલ થશે.

ચીનની ખરાબ થઈ રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે ભારત વિશ્વ મંચ પર ખુદને વિદેશી રોકાણ માટે એક સારો વિકલ્પ સાબિત કરવાની કોશિશમાં લાગ્યા છે. જી 20ના કાર્યક્રમમાં આ ખાસ ડિનરમાં અલગ અલગ દેશોના રાષ્ટ્ર પ્રમુખ જેવા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન, જાપાનના પીએમ ફુમિયો કિશિદા અને કનાડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડો જેવા અનેક રાજનેતા સામેલ થશે.

આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોશિશ છે કે આ મંચ થકી ભારતના બિઝનેસ અને રોકાણમાં તકોને વિશ્વ પટલ પર રજૂ કરી શકાય. ખાસ વાત તો એ છે કે એક તરફ રાજધાની દિલ્હીમાં વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાના રાષ્ટ્રાધ્યક્ષોનો જમાવડો લગાવાનો છે. જ્યારે સમિટમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તાવાર રીતે શિખર સમ્મેલનની બહાર થયા છે.

દેશની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે જી 20 સમિટનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ દલ્હીના પ્રગતિ મેદાનના ઇન્ટરનેશનલ એક્ઝીબિશન કમ કન્વેન્શન સેન્ટરમાં થશે. આનું ભારત મંડપમ નામ આપવામાં આવ્યું છે. આ સેન્ટરનું સ્પેશિયલ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં વિશ્વના દિગ્ગજ નેતા ભવિષ્યની રણનીતિ પર મંથન કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ