Bloomberg Billionaires List Gautam Adani : ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. હિંડનબર્ગની રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેર સતત ગગડી રહ્યી રહ્યા છે. અદાણી ગ્રૂપની સૌથી પ્રતિષ્ઠિત અને ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર શુક્રવારે (3 ફેબ્રુઆરી)એ 35 ટકા સુધી ઘટ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડાટા ઉપર નજર કરીએ તો હિંડનબર્ગના રિપોર્ટ સામે આવ્યા બાદ 2 ફેબ્રુઆરી સુધી અદાણી ગ્રૂપની 9 કંપનીઓ કુલ 9.22 લાખ કરોડ રૂપિયાએ ડૂબી ગઈ સૌથી વધારે નુકસાન અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટોટલ ગેસમાં થયું છે.
મહિનામાં અડધી થઈ ગઈ કંપનીની વેલ્યૂએશન
અદાણી ગ્રૂપની 9 કંપનીઓમાં હવે શેર બજારમાં ટોટલ વેલ્યૂએશન 10.41 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે. મહીના પહેલા સુધી 30 ડિસેમ્બર સુધી કંપનીની માર્કેટ કેપ 19.63 લાખ કરોડ રૂપિયા હતી. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટોટલ ગેસ, બે એવી કંપનીઓ છે જેની કુલ નુકસાનીમાં અડધી ભાગીદારી છે.
30 ડિસેમ્બર 2022એ અદાણી એન્ટરપ્રાઇઝની ટોટલ વેલ્યૂએશન 4.40 લાખ કરોડ રૂપિયા હતી. જે હવે ઘટીને માત્ર 1.78 લાખ કરોડ રહી ગઈ છે. અદાણી ટોટલ ગેસની વેલ્યૂએશન 4.06 લાખ કરોડ રૂપિયા હતી. જે હવે 1.88 લાખ કરોડ બચી છે.
કંપની | 30 ડિસેમ્બર 2022ના રોજ મૂલ્યાંકન | 2 ફેબ્રુઆરી 2022ના રોજ મૂલ્યાંકન |
અદાણી એન્ટરપ્રાઇઝ | 4.40 લાખ કરોડ | 1.78 લાખ કરોડ |
અદાણી ટોટલ ગેસ | 4.06 લાખ કરોડ | 1.88 લાખ કરોડ |
અદાણી ગ્રીન એનર્જી | 3.06 લાખ કરોડ | 1.64 લાખ કરોડ |
અદાણી ટ્રાન્સમિશન | 2.89 લાખ કરોડ | 1.74 લાખ કરોડ |
અદાણી પોર્ટ્સ અને સેઝ | 1.77 લાખ કરોડ | 1.00 લાખ કરોડ |
અદાણી પાવર લિમિટેડ | 1.16 લાખ કરોડ | 0.78 લાખ કરોડ |
અંબુજા સિમેન્ટ | 1.04 લાખ કરોડ | 0.70 લાખ કરોડ |
અદાણી વિલ્મર લિમિટેડ | 0.80 લાખ કરોડ | 0.55 લાખ કરોડ |
ACC લિમિટેડ | 0.46 લાખ કરોડ | 0.35 લાખ કરોડ |
અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ટોપ 20માંથી બહાર
અદાણી ગ્રૂપની કંપનીઓના વેલ્યૂએશનમાં ઘટાડા બાદ ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીની નેટવર્થને પણ ભારે અસર થઈ છે. એક સમયે વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા નંબરે પહોંચેલા અદાણી હવે ટોપ-20માંથી પણ બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટના 3 ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી હવે 21મા સ્થાને છે.
એક વર્ષમાં ટોચથી તળિયએ પહોંચવાની સફર
આંકડા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં એ જ ઝડપે વધારો થયો છે. ગૌતમ અદાણીની કુલ નેટવર્થ 2 ફેબ્રુઆરી 2022ના રોજ $88 બિલિયન હતી, જે સપ્ટેમ્બર સુધીમાં $149.9 બિલિયન પર પહોંચી ગઈ હતી. સપ્ટેમ્બર પછી થોડો ઘટાડો થયો હતો, પરંતુ હિન્ડેનબર્ગના અહેવાલ પછી અદાણી ગ્રુપના શેર લોહીના ખાબોચિયા જેવા દેખાતા હતા.
કંપનીઓના શેર ઘટવા લાગ્યા હતા. 3 ફેબ્રુઆરીના તાજેતરના આંકડા અનુસાર હવે અદાણીની નેટવર્થ ઘટીને $61.3 બિલિયન થઈ ગઈ છે. માત્ર જાન્યુઆરી 2023માં જ ગૌતમ અદાણીએ $59.2 બિલિયનનું નુકસાન કર્યું છે.