ભારતીય ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી દરેક ઔદ્યોગિક ક્ષેત્રમાં પગપેસારો કરવા ઉત્સુક હોય એવુ દેખાઇ રહ્યુ છે. એરપોર્ટ, ટેલિકોમ બાદ હવે અદાણી ગ્રૂપે એરક્રાફ્ટ બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો છે. એરક્રાફ્ટ સેક્ટરમાં પ્રવેશવા માટે ગૌત્તમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે લગભગ 400 કરોડ રૂપિયામાં એર વર્ક્સ (Air works) કંપનીને ટેકઓવર કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
અદાણી જૂથે મંગળવાર, 18 ઓક્ટોબર 2022ના રોજ Air worksને ટેકઓવર કરવા અંગેની માહિતી આપી હતી. Air works કંપની એર ક્રાફ્ટનુ મેઇન્ટેનન્સ, રિપેરિંગ અને ઓવરહોલની કામગીરી કરે છે. આ કંપની વર્ષ 1961થી બિઝનેસ કરી રહી છે. હાલ કંપની દેશના 27 શહેરોમાં હાજરી ધરાવે છે અને તેમાં લગભગ 1300 લોકો કામ કરે છે.
કંપનીના નિવેદન અનુસાર, Air works કંપનીએ મુખ્ય ડિફેન્સ અને એરોસ્પેસ પ્લેટફોર્મની માટે દેશની અંદર વ્યાપક સ્તરે ઓપરેશનલ ક્ષમતાઓ વિકસીત કરી છે. કંપની ભારરતીય વાયુસેનાના ઘણા એરક્રાફ્ટનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરી પણ કરે છે. જેમાં દેશનું પહેલું P-8I એકક્રાફ્ટથી લઇને એર ફોર્સનું 737 VVIP વિમાન પણ સામેલ છે. કંપની મુંબઇ, દિલ્હી, હોસુર અને કોચ્ચીમાં DGCAથી પ્રમાણિત સુવિધાઓ છે.