ગૌતમ અદાણી તેમની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓના દેવાની વહેલમાં વહેલી ચૂકવણી કરીને ઋણ મુક્ત થવાની તૈયારી કરી રહી છે. જેના અનુસંધાનમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપનીએ મંગળવારે જણાવ્યું કે, તે તેનું 13 કરોડ ડોલરના દેવાની વહેલી ચૂકવણી કરશે. નોંધનિય છે કે, આની પૂર્વે લગભગ 41.3 કરોડ ડોલરના દેવાની વહેલી ચુકવણી માટે ટેન્ડર કરવામાં આવ્યું છે.
અદાણી પોર્ટ્સે ગયા મહિનાના અંતમાં 13 કરોડ ડોલર સુધીનું ટેન્ડર બહાર પાડ્યું હતું, જે 3.375 ટકા વાળા વર્ષ 2024માં પરિપક્વ થશે. કારણ કે તે આ વર્ષની શરૂઆતમાં યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ દ્વારા અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત કડાક બાદ રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવાનો પ્રયાસ કરે છે.
અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી 2003ના રોજ જારી કરેલા એક રિપોર્ટમાં ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓ પર કૌભાંડના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અહેવાલ બાદ અદાણી ગ્રૂપની શેર બજારમાં લિસ્ટેડ સાત કંપનીઓની માર્કેટ વેલ્યૂએશનમાં સંયુક્ત રીતે લગભગ 114 અબજ ડોલરનું ધોવાણ થયુ હતુ. જો કે ગૌતમ અદાણીએ હિંડનબર્ગના તમામ આરોપો નકારી કાઢ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, પાછલા સપ્તાહે અદાણી પોર્ટ્સ -સેઝ કંપનીએ મ્યાનમાર પોર્ટ્સ 3 કરોડ ડોલરમાં વેચ્યો હતો. અદાણી ગ્રૂપે આ પોર્ટ્સ વર્ષ 2022માં ખરીદવા માટે પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા હતા.
દેવાની વહેલી ચૂકવણીના અહેવાલને પગલે અદાણી પોર્ટ્સ- સેઝનો શેર મંગળવારે સેશન દરમિયાન બીએસઇ પર 696ની ઇન્ટ્રા-ડે હાઇ બનાવી કામકાજના અંતે 0.85 ટકાના સુધારામાં 691 રૂપિયાની નજીક બંધ રહ્યો હતો. તો અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ કંપનીનો શેર 0.4 ટકાના સુધારામાં 1895 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.