ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, હિંડનબર્ગ બાદ ફિચે અદાણી ગ્રૂપની કંપનીઓ અંગે ચેતવણી ઉચ્ચારી

Adani companies Fitch : ગૌતમ અદાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ હવે રેટિંગ એજન્સી ફિચે અદાણી ગ્રૂપની કંપનીઓના ઉંચા દેવા અને નાણાંકીય સદ્ધરતા અંગે ચેતવણી ઉચ્ચારી

Written by Ajay Saroya
March 29, 2023 14:34 IST
ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, હિંડનબર્ગ બાદ ફિચે અદાણી ગ્રૂપની કંપનીઓ અંગે ચેતવણી ઉચ્ચારી
રેટિંગ એજન્સી ફિચે અદાણી ગ્રૂપની બે કંપનીઓના ઉંચા દેવા અંગે ચેતવણી ઉચ્ચારી.

ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓની કંપનીઓની મુશ્કેલીઓ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ સતત વધી રહી છે. આ દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે પણે ચેતવણી ઉચ્ચારી છે. રેટિંગ એજન્સી ફિચે કહ્યું કે, અદાણી ગ્રૂપની બે કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ – સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પર જંગી દેવું છે અને તો તેને સુવ્યવસ્થિત રીતે ‘મેનેજ’ ન કરવામાં આવ્યું તો તેની ‘નાણાંકીય સદ્ધરતા’ને ફટકો લાગી શકે છે.

અદાણી ગ્રૂપની બે કંપનીઓ પર ઉંચુ દેવું ચિતાજનક

રેટિંગ ફિચે ચેતવણી ઉચ્ચરતા કહ્યું કે, ‘સંક્રમક રિસ્ક’ની રીતે અદાણી ગ્રૂપની બે કંપનીઓ પેરેન્ટ ગ્રૂપ અને તેની અન્ય કંપનીઓમાં ગવર્નન્સ નબળાઈને કારણે સંભવતઃ તેમની ફાઇનાન્સિયલ ફેક્સિબિલિટીને અસર થઇ શકે છે.” ફિચે તેના એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે, પરિસ્થિત બગડતા આની પ્રતિકુળ અસર અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓ પર પણ થઇ શકે છે.

ફિચનું કહેવું છે કે, ડિસેમ્બર 2022 સુધી ઉપલબ્ધ આંકડાઓની ગણતરી અનુસાર અદાણી ગ્રૂપની રેટેડ ભારતીય કંપનીઓના મહત્તમ દેવું વિદેશમાં લેવામાં આવ્યું છે અને તે સિક્યોર્ડ છે. આ કંપની ફિચે ‘BBB-‘ રેટિંગ આપ્યું છે અને કહ્યુ છે કે જો ક્રેડિટ ક્વોલિટીને મજબૂત કરનાર પરિબળોમાં સુધારો થાય તો આ રેટિંગથી હાલ કોઇ મુશ્કેલી પડશે નહીં. ફિચના રિપોર્ટ અનુસાર તેની ક્રેડિટ પ્રોફાઇલને હાલ રોકડ અને મહત્તમ ઋણ મર્યાદાથી સપોર્ટ મળી રહ્યો છે.

નોંધનિય છે કે, ફિચે પાછલા મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, તેણે અદાણી ગ્રૂપની કંપનીઓ અને તેમની સિક્યોરિટીઝના રેટિંગ પર કોઈ તાત્કાલિક અસર જોઈ નથી.

આ પણ વાંચોઃ ગૌતમ અદાણીએ દર સપ્તાહે ₹ 3000 કરોડ ગુમાવ્યા, મુકેશ અંબાણીની સંપત્તિ વર્ષમાં 20 ટકા ઘટી

હિંડનબર્ગ વિવાદ અદાણી ગ્રૂપની વેલ્યૂએશનમાં 120 અબજ ડોલરનું ધોવાણ

અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી, 2023ના રોજ જારી કરેલા એક રિપોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓ પર શેર બજારમાં સટ્ટાકિય ટ્રેડિંગ, ગેરરીતિ અને ઉંચા દેવાનો આક્ષેપો મૂક્યા હતા. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાયા હતા. જેના પગલે અદાણી ગ્રૂપની કંપનીઓની માર્કેટ વેલ્યૂએશનમાં 120 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ