Adani Group Share: શેરબજારમાં રેકોર્ડ તેજીથી ગૌતમ અદાણીના શેરમાં ઉછાળો, હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપની માર્કેટકેપ 90 ટકા રિકવર

Adani Group Companies Share Jumps: સેન્સેક્સ - નિફ્ટી ઓલટાઇમ હાઇ લેવલે પહોંચતા અદાણી કંપનીઓના શેરમાં પણ 10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો. આ સાથે અદાણી ગ્રૂપનું માર્કેટકેપ વધીને 12 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતુ, જે જાન્યુઆરી 2023ના તળિયેથી 90 ટકા રિકવર દર્શાવે છે.

Adani Group Companies Share Jumps: સેન્સેક્સ - નિફ્ટી ઓલટાઇમ હાઇ લેવલે પહોંચતા અદાણી કંપનીઓના શેરમાં પણ 10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો. આ સાથે અદાણી ગ્રૂપનું માર્કેટકેપ વધીને 12 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતુ, જે જાન્યુઆરી 2023ના તળિયેથી 90 ટકા રિકવર દર્શાવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Adani Group Stocks: અદાણી ગ્રૂપના રોકાણકારો માટે ખુશખબર, હિંડનબર્ગના આંચકા બાદ 6 શેર સંપૂર્ણ રિકવર

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

Adani Group Companies Share Price Jumps: ભારતીય શેરબજાર સેન્સેકસ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે અને તેનો ફાયદો ગૌતમ અદાણીની માલિકીની અદાણી જૂથની કંપનીઓ અને તેના રોકાણકારોને થયો છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતથી સેન્સેક્સ 1300 પોઇન્ટથી વધુ ઉછાળી સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા. આ દરમિયાન અદાણી ગ્રૂથની લિસ્ટિંગ કંપનીઓના શેરમાં પણ 10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. તેના સહારે અદાણી ગ્રૂપની માર્કેટકેપ ફરી 12 લાખ કરોડ રૂપિયાને કુદાવી ગઇ હતી.

Advertisment

માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતે ફરી એકવાર 2024માં ભાજપની સત્તામાં પરત ફરવાની આશાને મજબૂત બનાવી છે. જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

adani group gautam adani
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

અદાણી ગ્રૂપની માર્કેટકેપ 12 લાખ કરોડને પાર (Adani Group Market Cap)

તમને જણાવી દઈએ કે સોમવારે અદાણી ગ્રપ કંપનીના શેરમાં 10 ટકા સુધીની તેજી જોવા મળી હતી. જેના સહારે અદાણી ગ્રૂપની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ફરી 12 લાખ કરોડ રૂપિયાના સીમાચિહ્નને કુદાવી ગઈ છે. તે 31 જાન્યુઆરી, 2023થી સતત ઘટાડા પછી આ માર્કેટકેપ અદાણી ગ્રૂપ માટે એક મોટી ઉપલબ્ધિ છે.

નોંધનિય છે કે, હિંડનબર્ગ રિપોર્ટ વિવાદ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત કડાકા બોલાયા હતા તેના પરિણામે ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ કંપનીના રોકાણકારોને જંગી નુકસાન સહન કરવું પડ્યું હતું.

Advertisment

તળિયેથી અદાણી ગ્રૂપની માર્કેટકેપમાં 90 ટકાની રિકવરી

આજે અદાણી ગ્રૂપની લિસ્ટેટ કંપનીઓની કુલ માર્કેટકેપ વધીને 12 લાખ કરોડ રૂપિયાને કુદાવી હતી. જે અદાણી ગ્રૂપની 6.8 લાખ કરોડ રૂપિયાની સૌથી નીચી માર્કેટ વેલ્યૂએશનથી 90 ટકા રિકવર દેખાડે છે. જો કે અદાણી ગ્રૂપની માર્કેટકેપ 24.8 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીથી હજી પણ લગભગ 50 ટકા નીચે છે.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ અદાણી ગ્રૂપના શેરમાં તેજી (Adani Companies Share)

તમને જણાવી દઈએ કે બજાર વિશ્લેષકોનું માનવું છે કે અદાણી-હિંડનબર્ગ રિપોર્ટ પર ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને કારણે અદાણી ગ્રુપના શેરોમાં તેજી આવી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. આ ઉપરાંત, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે મૂડી બજાર નિયામક સેબીએ તમામ 24 કેસોમાં તેની તપાસ પૂર્ણ કરવી જોઈએ.

Gautam Adani Adani Group | Gautam Adani Net worth
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સુપ્રીમ કોર્ટ (Express Photo)

અદાણ ગ્રૂપ કંપનીઓના શેરમાં તેજી (Adani Group Companies Share Price)

ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. 4 ડિસેમ્બર, 2023ના રોજ અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેર 10 ટકા સુધી વધીને બંધ થયા હતા.

અદાણી કંપનીબંધ ભાવ (₹)વધારોમાર્કેટકેપ (₹કરોડમાં)
અદાણી ગ્રીન એનર્જી1123+9.43%177942
અંબુજા સિમેન્ટ474+7.32%94208
અદાણી એન્ટરપ્રાઇસ2529+7.07%288340
એસીસી લિમિટેડ2019+6.26%37920
અદાણી પોર્ટસ - સેઝ878+6.19%189822
અદાણી પાવર464+5.54%179193
અદાણી એનર્જી સોલ્યુશન902+5.40%100639
અદાણી ટોટલ ગેસ732+4.41%80522
એનડીટીવી225+2.76%1451
અદાણી વિલ્મર346+1.72%45007

આ પણ વાંચો | અમીર બનવાના 7 વિકલ્પો, ઝડપથી પૈસા વધવા લાગશે; જાણો ક્યા અને કેવી રીતે રોકાણ કરવું

ગૌતમ અદાણી વિશ્વના ટોચન ધનાઢ્યોની યાદીમાં 20માં ક્રમે

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિ હવે વધીને 65.8 અબજ ડોલર થઈ ગઈ છે. આ સાથે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં 20માં ક્રમે છે.

બિઝનેસ gautam adani Investment શેર બજાર