અદાણી ગ્રુપ સામે અમેરિકાનો ગંભીર આરોપ, ભારતીય સરકારી અધિકારીઓને ₹ 2000 કરોડની લાંચ આપવાનો મામલો

Gautam Adani Fraud Case: ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાત લોકો પર 20 વર્ષમાં $2 બિલિયનનો નફો ધરાવતા કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચારનો આરોપ છે.

Written by Ankit Patel
Updated : November 21, 2024 16:13 IST
અદાણી ગ્રુપ સામે અમેરિકાનો ગંભીર આરોપ, ભારતીય સરકારી અધિકારીઓને ₹ 2000 કરોડની લાંચ આપવાનો મામલો
ગૌતમ અદાણી ફાઇલ તસવીર

Gautam Adani Fraud Case: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની અમેરિકામાં મુશ્કેલીઓ વધી ગઈ છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રુપના વડા પર મોટી છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂક્યો છે. SECનો આરોપ છે કે ગૌતમ અદાણીએ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે.

આ કેસમાં યુએસ પ્રોસિક્યુટર્સે બુધવારે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાત લોકો પર 20 વર્ષમાં $2 બિલિયનનો નફો ધરાવતા કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચારનો આરોપ છે. ભારતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $265 મિલિયનની લાંચ આપવાનો આરોપ છે.

રોકાણકારો સાથે કરી છેતરપિંડી

આ કેસમાં એવો પણ આરોપ છે કે અદાણી અને અન્ય અદાણી ગ્રીન એનર્જી એક્ઝિક્યુટિવ, ભૂતપૂર્વ CEO વિનીત જૈને ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છુપાવીને $3 બિલિયનથી વધુની લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા.

આ પણ વાંચો: અદાણી સામે હિંડનબર્ગ રિપોર્ટ વિશે તમામ વિગતો

SECના આરોપમાં જણાવાયું છે કે કેટલાક કાવતરાખોરોએ ગૌતમ અદાણીને નુમેરો યુનો અને ધ બિગ મેન નામથી વ્યક્તિગત રીતે સંબોધિત કર્યા હતા, જ્યારે સાગર અદાણીએ કથિત રીતે લાંચ વિશે માહિતી મેળવવા માટે સેલફોનનો ઉપયોગ કર્યો હતો

અદાણી ગ્રુપે કોઈ જવાબ આપ્યો નથી

આ મામલે જ્યારે ઇન્ટરનેશનલ મીડિયા એજન્સી રોયટર્સે અદાણી ગ્રૂપ સાથે આ મામલે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રુપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. SEC દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ લોકો ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની છેતરપિંડી વિરોધી જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

એટલું જ નહીં, ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીન અને એઝ્યુર સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ફોજદારી આરોપો દાખલ કર્યા છે.

આ પણ વાંચોઃ- Mutual Fund Tips: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વખતે આ 10 વાત ધ્યાનમાં રાખો, ઉંચું વળતર મળશે

નોંધનીય છે કે ગૌતમ અદાણી અને અદાણી જૂથને અગાઉ યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ