scorecardresearch

Adani Group : અદાણીની વધી શકે છે મુશ્કેલીઓ, પૈસા ભેગા કરવામાં આવશે મુશ્કેલીઓ, રેટિંગ એજન્સીઓએ શું કહ્યું?

Gautam Adani, Rating agency Moody : મૂડીઝે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડાના કારણે પૈસા એકઠાં કરવાની ગ્રૂપની ક્ષમતા ઉપર અસર થઈ શકે છે.

Gautam Adani
અદાણી એન્ટપ્રાઇસીસના ચેરમેન ગૌતમ અદાણી

Adani Group : અદાણી ગ્રૂપ અંગે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસનું એક નિવેદન સામે આવ્યું હતું. મૂડીઝે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડાના કારણે પૈસા એકઠાં કરવાની ગ્રૂપની ક્ષમતા ઉપર અસર થઈ શકે છે. જોકે, અન્ય રેટિંગ એજન્સી ફિચે કહ્યું હતું કે અદાણીની કંપનીઓ અંગે અત્યાર સુધી તેના રેટિંગને અસર નહીં થાય.

અમેરિકન રિસર્ચ કંપની હિન્ડેનબર્ગે અદાણીની આગેવાની હેઠળના જૂથ પર સ્ટોકની હેરાફેરી અને છેતરપિંડીમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. કંપનીના આ આરોપ બાદ ગ્રુપ કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. જોકે, અદાણી જૂથે આવા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પરંતુ લગભગ એક સપ્તાહમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં $100 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.

દેવાની ચુકવણી માટે મૂડી એકત્ર કરવાની ક્ષમતા ઘટશે

મૂડીઝે જણાવ્યું હતું કે હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ભારે અને તીવ્ર ઘટાડા બાદ તે સમગ્ર મામલામાં નજર રાખી રહ્યું છે. અમારું ધ્યાન રેટેડ ગ્રૂપ કંપનીઓની રોકડ સ્થિતિ સહિત તેમની નાણાકીય શક્તિનું મૂલ્યાંકન કરવા પર છે. અમે તેમની દેવું વધારવાની ક્ષમતા પણ જોઈ રહ્યા છીએ. મૂડીઝે જણાવ્યું હતું કે આ પ્રતિકૂળ વિકાસ જૂથની આગામી એકથી બે વર્ષમાં રોકાણ કરવા અથવા પાકતા દેવું ચૂકવવા માટે મૂડી એકત્ર કરવાની ક્ષમતામાં ઘટાડો કરશે.

ફિન્ચે કહ્યું- તાત્કાલિક અસરની કોઈ શક્યતા નથી

ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું કે ‘શોર્ટ સેલર’ રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં અદાણી જૂથની કંપનીઓ અને તેમની સિક્યોરિટીઝના રેટિંગ પર તાત્કાલિક અસર થશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથ દ્વારા છેતરપિંડીનો આરોપ મૂકતા ‘શોર્ટ સેલર’ના અહેવાલની કંપનીઓના રેટિંગ પર તાત્કાલિક અસર થશે નહીં. એજન્સીએ જણાવ્યું હતું કે તે અત્યારે જૂથના રોકડ પ્રવાહના અંદાજમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા રાખતી નથી. ફિચે કહ્યું કે અમારું મોનિટરિંગ ચાલુ છે.

નાણા સચિવ ટીવી સોમનાથને શુક્રવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડાથી શેરબજારમાં ઉથલપાથલ માત્ર એક ચાનો કપ હતો. તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે કે જે બાબત મહત્વની નથી તેના વિશે ગુસ્સો અને ચિંતા દર્શાવવી. નાણા મંત્રાલયના સૌથી વરિષ્ઠ અધિકારી સોમનાથને પીટીઆઈને જણાવ્યું હતું કે શેરબજારમાં ઉથલપાથલ સરકાર માટે ચિંતાનો વિષય નથી.

તેમણે કહ્યું કે આ અંગે જરૂરી પગલાં લેવા માટે એક મિકેનિઝમ કાર્યરત છે. છેલ્લા દસ દિવસમાં અદાણી ગ્રૂપની કંપનીઓના મૂલ્યમાં $100 બિલિયનનો ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર ડિસેમ્બરના ઉચ્ચ સ્તરેથી 70 ટકાથી વધુ તૂટ્યા છે.

Web Title: Gautam adani rating agency moody fiche finance secretary hindenburg research report

Best of Express