Who Gautam Adani Right Hand Dr Malay Mahadevia? ગૌતમ અદાણી અગ્રણી ઉદ્યોગપતિ અને ભારતના બીજા સૌથી ધનાઢ્યા છે. વર્ષ 2024 સુધીમાં બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીએ હિન્ડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી લીધી હતી. જાન્યુઆરી 2023માં, અમેરિકન કંપની હિન્ડેનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ પર અનેક ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. પરંતુ લગભગ 1 વર્ષ બાદ અદાણીને કોર્ટ તરફથી ક્લીન ચિટ મળી અને સેબી અને અદાણી ગ્રૂપ કંપનીના શેર ફરી ઉછળ્યા છે.
ગૌતમ અદાણીની સંપત્તિ (Gautam Adani Net Worth)
અદાણી ગ્રુપ દેશભરના બંદરો, એરપોર્ટ, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ગ્રીન એનર્જી સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર અદાણીની રિયલ ટાઇમ નેટવર્થ લગભગ 80.4 અબજ ડોલર (લગભગ 6.7 લાખ કરોડ રૂપિયા) છે.
દરેક સફળ ઉદ્યોગપતિને તેના બિઝનેસની મુશ્કેલીઓ ઓછી કરવા માટે વિશ્વસનીય સહયોગીઓની જરૂર હોય છે. અને ગૌતમ અદાણીની વાત કરીએ તો તેમના બાળપણના મિત્ર અને રાઈટ હેન્ડ કહેવાતા ડોક્ટર મહાદેવિયાએ અદાણી ગ્રૂપના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.
ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે ડો.મલય મહાદેવિયા (Who Gautam Adani Right Hand’s Dr Malay Mahadevia?)
ડોક્ટર મલય મહાદેવિયા અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (એપીએસઇઝેડ)માં ડિરેક્ટર છે અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)ના સીઇઓ પણ છે. વાર્ષિક અહેવાલ મુજબ, APSEZ કંપનીએ નાણાકીય વર્ષ 2023 માં 20,852 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી. અદાણી એન્ટરપ્રાઇઝે આ જ સમયગાળામાં કુલ ૧.૩૮ લાખ કરોડ રૂપિયાની આવક મેળવી હતી. આનો મોટાભાગનો શ્રેય એરપોર્ટ બિઝનેસના મજબૂત પ્રદર્શનને આભારી છે. નોંધનીય છે કે ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી હાલ APSEZમાં સીઇઓના પદ પર છે.

ડો. મલય મહાદેવિયાનું અદાણી ગ્રૂપ સાથે જોડાણ (Dr Malay Mahadevia With Adani Group)
ગૌતમ અદાણી સાથે લાંબા સમયથી જોડાયેલા મલય મહાદેવિયા 1992માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા. અદાણી ગ્રૂપ વતી ગુજરાતના સૌથી મોટા ખાનગી પોર્ટ મુન્દ્રા પોર્ટના સંચાલનમાં તેમનો મોટો હાથ રહ્યો છે. એક ડેન્ટિસ્ટ માંથી બિઝનેસમેન સુધીની સફરમાં મહાદેવિયાએ અનેક મોટા સિમાચિહ્નો હાંસલ કર્યા છે. તેમણે મુન્દ્રા પોર્ટના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને કોન્સેપ્ટ થી લઇ સંચાલન કરવા સુધીની સફરમાં મહાદેવિયા ખૂબ જ સક્રિય રહ્યા છે.
મલય મહાદેવિયા APSEZના પૂર્ણ સમયના ડિરેક્ટર છે અને તેમને જંગી પગાર મળે છે. આ ઉપરાંત તેઓ અદાણી વિલ્મરના ડિરેક્ટર પણ છે. અદાણી વિલ્મર દેશમાં પામ ઓઇલના સૌથી મોટા ઉત્પાદકમાંથી એક છે અને નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં કુલ આવક 13,872.64 કરોડ રૂપિયા રહી હતી.
આ પણ વાંચો | અદાણી એન્ટરપ્રાઈસ માટે ચિંતાના સમાચાર, ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, જાણો શું છે મામલો
અદાણી ગ્રૂપમાં કારકિર્દી પૂર્વે અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોસેસર તરીકે ડો. મલય મહાદેવિયાએ ભણાવ્યું હતું. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી ડેન્ટલ સર્જરીમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોસ્ટર ઇકોલોજીમાં પીએચડી પણ કર્યું છે.





