Gautam Adani Salary Vs Mukesh Ambani: ગૌતમ અદાણી સેલેરી: મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ બંને ભારત અને એશિયાના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં સ્થાન ધરાવે છે. જેમા અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી માત્ર તેમની અઢળક સંપત્તિને કારણે જ નહીં પરંતુ પોતાના સમકક્ષ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કરતા ઓછો પગાર લેવાને કારણે પણ ચર્ચામાં છે. અદાણી ગ્રૂપ દેશના સૌથી મોટા બિઝનેસ જૂથ પૈકીનું એક છે અને તે એનર્જી, બંદર, પાવર, સિમેન્ટ, એરપોર્ટ સહિત વિવિધ સેક્ટરમાં હાજરી ધરાવે છે. આજે આપણે વાત કરીશું ગૌતમ અદાણીના પગાર, સંપત્તિ વિશે…
અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણી ક્યા નંબર પર છે?
ઓછો પગાર લેવા છતાં ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર તેમની નેટવર્થ 85 અબજ (લગભગ 7 લાખ કરોડ રૂપિયા) છે. લેટેસ્ટ રેન્કિંગ પ્રમાણે તે દુનિયાના અબજોપતિઓની યાદીમાં 19માં નંબર પર છે.
મુકેશ અંબાણીની સરખામણીએ ગૌતમ અદાણી કેટલો પગાર મેળવે છે?
ગૌતમ અદાણીએ આ રેન્કિંગમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને ઘણી વખત પાછળ છોડી દીધા છે. નોંધનીય છે કે મુકેશ અંબાણીની સેલેરી વર્ષ 2009થી વાર્ષિક 15 કરોડ રૂપિયા રહી છે. જ્યારે અદાણીના પગારની વાત કરીએ તો તે ઘણી ઓછી છે.
ગૌતમ અદાણીના પગારની વિગતો
અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એઇએલ)
ગૌતમ અદાણીને નાણાકીય વર્ષ 2023-2024 માટે કુલ 9.26 કરોડ રૂપિયા પગાર મળ્યો હતો. તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (એઇએલ) અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ (એપીએસઇઝેડ) માં તેમની મુખ્ય ભૂમિકાઓમાંથી આવે છે. તેમને 27 લાખ રૂપિયાના ભથ્થા સહિત આ કંપનીમાંથી કુલ 2.46 કરોડ રૂપિયા પગાર મળે છે. પરિવારના સભ્યો અને એઈએલના અધિકારીઓ જેવા કે તેમના ભાઈ રાજેશ અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણીએ ગૌતમ અદાણી કરતા ઘણી વધારે કમાણી કરી છે. આ બંનેના પગારમાં પ્રોફિટ કમિશનનો પણ સમાવેશ થાય છે.
તો વાત કરીયે તો AELના ડિરેક્ટર અને સીનિયર એક્ઝિક્યૂટિવ વિનય પ્રકાશ ની તો કુલ 89.37 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. જે દર્શાવે છે કે, કંપનીમાં એક્ઝિક્યુટિવના પગાર અને સ્થાપક અદાણીના પગાર વચ્ચે કેટલી અસમાનતા છે. વાત કરીયે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જુગેશિંદર સિંહને પણ 9.45 કરોડ રૂપિયાનો જંગી પગાર મળે છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ)
ગૌતમ અદાણી ને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ) તરફથી કુલ 1.8 કરોડ રૂપિયાનો પગાર મળ્યો હોવાના અહેવાલ છે. અને 2024-25ના નાણાકીય વર્ષમાં તેમને કુલ 5 કરોડ રૂપિયાનું કમિશન મળ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે કંપની તરફથી અદાણીનો પગાર તેમના પુત્ર કરણ અદાણી કરતા ઓછો છે. કરણને આ કંપની તરફથી કુલ 3.9 કરોડ રૂપિયા સેલરી મળી હતી.
આ પણ વાંચો | જુલાઈ મહિનામાં 12 દિવસ બેન્કો રહેશે બંધ, જોઈલો ધરમ ધક્કો નહીં પડે
ગૌતમ અદાણીના પગારનું માળખું અને કમાણી દર્શાવે છે કે તેમની આવક પરિવારના અન્ય સભ્યો અને અદાણી ગ્રૂપમાં કામ કરતા મુખ્ય અધિકારીઓ કરતા ઘણી ઓછી છે. પરંતુ ઓછો પગાર હોવા છતાં ગૌતમ અદાણી તેમની બિઝનેસ સ્ટ્રેટેજી, બિઝનેસ કુશળતાથી અદાણી ગ્રૂપને શિખર પર પહોંચાડવામાં સફળ થયા છે. અદાણી ગ્રૂપના વધતા સામ્રાજ્યની અસર એ છે કે તે ભારત અને વિશ્વના અબજોપતિની યાદીમાં સામેલ છે અને તેઓ બિઝનેસ ઈન્ડસ્ટ્રીઝ પર પ્રભુત્વ ધરાવે છે.