Adani Group Share Crash: ગૌતમ અદાણી સામે અમેરિકાના લાંચ આક્ષેપ બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલાયો છે. અદાણી ગ્રૂપ કંપનીઓના શેર એક જ દિવસમાં 22 ટકા સુધી તૂટ્યા છે,જે જાન્યુઆરી 2023ના હિંડનબર્ગ વિવાદ પછીનો સૌથી મોટો કડાકો છે. અદાણી ગ્રપૂ કંપનીઓના શેરમાં કડાકાથી ગૌતમ અદાણીની સંપત્તિમાં અબજો ડોલરનું ધોવાણ થયું છે. પરિણામે દુનિયાના ટોપ 20 ધનાઢ્યોની યાદીમાં બહાર થઇ ગયા છે. જો કૈ સૌથી રસપ્રદ વાત એ છે કે, અદાણીના શેરમાં કડાકાથી એલઆઈસીને પણ એક જ દિવસમાં અધધધ 12000 કરોડનું નુકસાન થયું છે. ચાલો જાણો કેવી રીતે
Adani Group Share Crash : અદાણી શેરના રોકાણકારોને 2.50 લાખ કરોડનું ધોવાણ
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં કડાથી રોકાણકારોને એક જ દિવસમાં લગભગ 2.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જે જાન્યુઆરી 2023ના હિડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. આજે અદાણી ગ્રૂપ કંપનીઓની સંયુક્ત માર્કેટ વેલ્યૂ ઘટીને 12 લાખ કરોડ રૂપિયા આસપાસ રહી હતી.

Gautam Adani Net Worth : ગૌતમ અદાણીની સંપત્તિ 90000 કરોડ રૂપિયા ઘટી
અમેરિકાના લાંચ આક્ષેપ બાદ અદાણી ગ્રૂપના શેરમાં મસમોટા કડાકાના કારણે ગૌતમ અદાણીને પણ જંગી નુકસાન થયું છે. આ સાથે ગૌતમ અદાણી દુનિયાના ટોપ 20 ધનિકોની યાદીમાં બહાર જતા રહ્યા છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં 12.1 અબજ ડોલરનું ધોવાણ થયું છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો એક જ દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિ 90000 કરોડ રૂપિયાથી વધુ ઘટી ગઇ છે. ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ હાલ ગૌતમ અદાણી 57.7 બિલિયન ડોલરની સંપતિ સાથે દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિઓની યાદીમાં 25માં ક્રમે છે. તો 96.5 અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી દુનિયાના 18માં સૌથી ધનિક વ્યક્તિ છે.
LIC Exposure In Adani Group Share : અદાણીના શેરમાં કડાકાથી LIC ને 8500 કરોડનું નુકસાન
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં 22 ટકા સુધીના કડાકાથી ભારત સરકારની માલિકીની વીમા કંપની એલઆઈસીને પણ અધધધ 8500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમને જણાવી દઇયે એલઆઈસી વીમા પોલિસી વેચવાની સાથે સાથે સંસ્થાકીય રોકાણકાર પણ છે. એલઆઈસી શેરબજારમાં પણ રોકાણ કરે છે.
આ પણ વાંચો | સાગર અદાણી કોણ છે? ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ કેસમાં ઉછળ્યું નામ
એલસઆઈસી અદાણી ગ્રૂપની 7 કંપનીઓમાં શેરહોલ્ડિંગ ધરાવે છે. એસીસી લિમિટેડ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ સેઝ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં LIC કંપની 1.36 થી 7.86 ટકા હિસ્સો ધરાવે છે. 21 નવેમ્બર, 2024ના રોજ અદાણી કંપનીઓના શેરમાં એલઆઈસીના શેરહોલ્ડિંગનું મૂલ્ય ઘટીને 46294 કરોડ રૂપિયા રહ્યું હતું, જે આગલા દિવસે 54861 કરોડ રૂપિયા હતું. આમ એક જ દિવસમાં અદાણી કંપનીઓના શેરમાં એલઆઈસીને 8567 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.





