હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણીને એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અદાણીના હાથમાંથી એકથી એક મોટી ડીલ હાથમાંથી સરકી ગઈ છે. અદાણી ગ્રૂપના શેરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે ગૌતમ અદાણીને ફરી એક મોટો ઝાટકો લાગ્યો છે. અદાણી અબજોપતિઓની યાદીમાં 25માં સ્થાનથી નીચે ઉતરી ગાય છે. એટલું જ નહીં તેમના હાથમાંથી મોટી એક ડીલ સરકી ગઈ છે.
શેરોમાં સતત આવી રહ્યો છે ઘટાડો
અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપને મોટો ફટકો પડ્યો હતો. એક એક કરીને ગ્રૂપની દરેક કંપનીઓના શેરોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હતો. ગૌમ અદાણી જે દુનિયાના બીજા સૌથી મોટા અમિર વ્યક્તિ હતા. હવે તે બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાંથી ખસકીને 29માં નંબર ઉપર પહોંચ્યા છે. ગૌતમ અદાણી પાસ અત્યારે 42.7 બિલિયન ડોલર સંપત્તિ બચી છે.
ઓરિએન્ટ સિમેન્ટ સાથેની ડીલ રદ
ઉત્તર પ્રદેશમાં ગૌતમ અદાણી વીજળીના મીટર સંબંધિત સોદો રદ થતાં ચોંકી ગયા હતા. આ પછી ડીબી પાવર-પીટીસી ઈન્ડિયા સાથેની ડીલ પણ સ્થગિત થઈ ગઈ. હવે ઓરિએન્ટ સિમેન્ટ પણ આ સોદામાંથી બહાર નીકળી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર સીકે બિરલા ગ્રૂપની કંપની ઓરિએન્ટ સિમેન્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથેનો સોદો સમાપ્ત કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપ આ ડીલ માટે જરૂરી ક્લિયરન્સ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ માટે વાટાઘાટો સપ્ટેમ્બર 2021માં શરૂ થઈ હતી.
વિરોધ પક્ષોએ નિશાન સાધ્યું છે
જ્યારથી અદાણી ગ્રૂપને લઈને હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ આને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આ મામલે JPC તપાસની માંગ કરી છે. જો કે સરકારે આ વાતને નકારી કાઢી છે. સંસદના બજેટ સત્રમાં આ મામલે ભારે હોબાળો થયો હતો. સરકારનું કહેવું છે કે જેપીસી ફક્ત તે જ કેસની તપાસ કરી શકે છે જે સરકાર સાથે સંબંધિત છે.