Gautam Adani Wife Preeti Adani Net Worth | ગૌતમ અદાણી પત્ની પ્રીતિ અદાણી નેટવર્થ : ફોર્બ્સની અબજોપતિઓની લેટેસ્ટ યાદી (ફોર્બ્સની 2024 વર્લ્ડ્સ બિલિયોનેર્સ લિસ્ટ) માં ગૌતમ અદાણીને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. અદાણી ગ્રુપ કુલ 32 અબજ ડોલર (લગભગ 26 હજાર કરોડ રૂપિયા) ની આવક પેદા કરે છે. આ ગ્રૂપ બંદરો, એરપોર્ટ, વીજ ઉત્પાદન, ગ્રીન એનર્જી સહિત અનેક બિઝનેસ સેક્ટરમાં કામ કરે છે. અદાણી ગ્રુપના સતત વધી રહેલા કારોબારના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ વધીને 84 અબજ ડોલર (લગભગ 6.9 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણીએ હંમેશા પોતાની સિદ્ધિઓ અને સફળતાનો શ્રેય પોતાની પત્ની પ્રીતિ અદાણીને આપ્યો છે. પ્રીતિ અદાણી હવે એક બિઝનેસવુમન છે, જે પહેલા ડેન્ટિસ્ટ હતી. આજે આપણે વાત કરીશું દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની પત્ની ડૉ.પ્રીતિ અદાણી વિશે.
ડો. પ્રીતિ અદાણી નેટ વર્થ
ડો.પ્રીતિ અદાણીના લગ્ન ગૌતમ અદાણી સાથે 1986 માં થયા હતા. પ્રીતિ અદાણી ગ્રુપની કમ્યુનિટી એન્ગેજમેન્ટ વિંગ અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન છે. તેમણે અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાંથી ડેન્ટલ સર્જરી (બીડીએસ) માં સ્નાતકની પદવી મેળવી છે. પ્રીતિ પોતે પણ અબજોપતિ છે અને જીક્યૂ મુજબ તેમની નેટવર્થ 1 અબજ ડોલર (લગભગ 8,327 કરોડ રૂપિયા) છે.
ડો. પ્રીતિ અદાણીની કારકિર્દી અને સફર
પ્રીતિ અદાણીએ 1996 માં અદાણી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશન દેશભરના 19 રાજ્યોના 5,753 થી વધુ ગામોમાં લગભગ 7.3 લાખ લોકોનું જીવન સુધારવાનું કામ કરી રહ્યું છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, આરોગ્ય, ખોરાક, ગ્રામીણ માળખાગત વિકાસ અને આબોહવા એક્શન જેવા મુદ્દાઓ પર કામ કરવાનો છે. આ ફાઉન્ડેશનને અદાણી ગ્રુપના નફાની કુલ ટકાવારી મળે છે.
પ્રીતિ અદાણીના વિઝનની વાત કરીએ તો તે, ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા પર કામ કરી રહી છે. 2001 માં ભુજના ભૂકંપ બાદ તેમણે મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ શરૂ કરી હતી. તેમના નેતૃત્વમાં અદાણી ગ્રુપનું સીએસઆર બજેટ 2018-19 માં 98 કરોડ રૂપિયાથી વધીને 128 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ગૌતમ અદાણી તેની સિદ્ધિઓમાં પત્ની પ્રીતિની વિશાળ ભૂમિકાને ખુલ્લેઆમ સ્વીકારે છે. ગૌતમ અદાણીએ એક સમયે એ વાતના વખાણ કર્યા હતા કે, પોતાની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ જાણતી હોવા છતાં અને પોતે મેડિકલ ડોક્ટર હોવા છતાં પ્રીતિએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રીતિ તેની સફળતાનો પાયો છે.
આ પણ વાંચો – અદાણી ગ્રૂપ માટે માઠા સમાચાર, સેબીની તપાસમાં બહાર આવી મોટી વાત
ગૌતમ અને પ્રીતિ અદાણીના બે પુત્રો કરણ અને જીત છે. હાલમાં જ આ બંને મુકેશ અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં પણ જોવા મળ્યા હતા.
અદાણી પરિવારની વાત કરીએ તો, કરણ અદાણી હાલ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. જીત અદાણી હાલ અદાણી ગ્રૂપના નાણાં વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.





