Adani Group Hindenburg reports : હિંડનબર્ગના એક રિપોર્ટથી ગૌત્તમ અદાણીની ઉંઘ હરામ, અદાણી ગ્રૂપની કંપનીઓ ‘સટ્ટાકિય પ્રવૃત્તિ અને ફ્રોડ કરતી હોવાનો’ આક્ષેપ

Adani Group Hindenburg reports : ગૌતમ અદાણીની (Gautam Adani) માલિકીની અદાણી એન્ટરપ્રાઇસિસનો (Adani enterprises) 20,000 કરોડ રૂપિયાનો FPO આવ્યો છે તેવા સમયે જ હિંડનબર્ગ રિસર્ચના (Hindenburg reports on Adani) એક રિપોર્ટથી અદાણી ગ્રૂપની (Adani Group stocks) કંપનીઓના શેરમાં મસમોટો કડાકો બોલાતા રોકાણકારોના શ્વાસ અધ્ધર.

Written by Ajay Saroya
Updated : February 03, 2023 16:33 IST
Adani Group Hindenburg reports : હિંડનબર્ગના એક રિપોર્ટથી ગૌત્તમ અદાણીની ઉંઘ હરામ, અદાણી ગ્રૂપની કંપનીઓ ‘સટ્ટાકિય પ્રવૃત્તિ અને ફ્રોડ કરતી હોવાનો’ આક્ષેપ

ગૌત્તમ અદાણીની માલિકીની કંપની અદાણી એન્ટરપ્રાઇસિસ ફોલો-ઓન- ઓફર (FPO) મારફતે 20,000 કરોડ રૂપિયા એક્ત્ર કરી રહી ત્યારે કોર્પોરેટ જૂથ ઉપર ગંભીર આક્ષેપ કરતા રિપોર્ટથી ખળભળાટ મચ્યો અને કંપનીના શેરમાં ઘટાડો આવ્યો છે. સ્ટોક્સમાં આ કડાકાનું કારણ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ ફર્મની એક રિપોર્ટ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કોર્પોરેટ ગ્રૂપ દાયકાઓથી શેરબજારને ખોટી રીતે નિયંત્રિત કરવાનું કામ કરી રહ્યું હતું. કંપની તેની સ્કીમોને પ્રમોટ કરીને શેરબજારને નિયંત્રિત કરી રહી હતી જે એક રીતનો ‘ફ્રોડ’ છે. હિંડનબર્ગ અદાણી ગ્રૂપમાં યુએસ-ટ્રેડેડ બોન્ડ મારફતે એક્સપોઝર ધરાવે છે. તેનું કહેવું છે કે અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓ દેવાના ડુંગર તળે દબાયેલી છે અને તેના કારણ જ કોર્પોરેટ ગ્રૂપ પર સંકટ ઉભું થયું છે.

જો કે, અદાણી ગ્રૂપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જુગશિંદર જીત સિંહનું કહેવું છે કે આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો છે. કંપનીની વિશ્વસનીયતાને પ્રભાવિત કરવા માટે રિપોર્ટમાં એવી વાતો ઉમેરવામાં આવી છે જે લોકોને ગેરમાર્ગે દોરે છે. પરંતુ વાસ્તવિકતા આ અહેવાલોથી તદ્દન વિપરીત છે. બીજી તરફ, કંપનીએ દાવો કર્યો છે કે તે દાયકાઓથી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીમાં કામગીરી કરી રહી છે. તે ફોરેન્સિક ફાઇનાન્સિયલ રિસર્ચની કામગીરી ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ એનાલિસિસ મારફતે કરે છે. ડેરિવેટિવ્સ એસેટ્સ ખરીદવા અથવા વેચવા માટે બે અથવા વધુ સંસ્થાઓ વચ્ચેનો કરાર છે. તેને એક કોન્ટ્રાક્ટ કહેવાય છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના સ્તરે સૂત્રો પાસેથી મળેલી માહિતીની તપાસ કરે છે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

નાથન એન્ડરસને કરતી હતી હિંડનબર્ગ રિસર્ચ LLCની સ્થાપના

ફાઇનાન્સિયલ ટાઇમ્સ અનુસાર, હિંડનબર્ગ રિસર્ચ LLCની સ્થાપના નાથન એન્ડરસન દ્વારા કરવામાં આવી હતી. નાથને યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તે જેરુસલેમનો છે. તેણે અમેરિકામાં ફેક્ટસેટ (FactSet) કંપનીમાં કન્સલ્ટિંગ નોકરી તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કમાં બ્રોકર-ડીલર ફર્મ્સ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે આ આર્ટીકલ વર્ષ 2021માં ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં પ્રકાશિત થયો ત્યારે તે એક નાની ટીમ સાથે કામ કરી રહ્યો હતો. તેમની ટીમમાં પૂર્ણ સમયના પાંચ એમ્પ્લોય સાથે કેટલાક કોન્ટ્રાક્ટ કર્મચારી હતા.

હિંડનબર્ગ શરૂ કરવાની પહેલા તે હેરી માર્કોપોલોસમાં કામ કરી રહ્યો હતો. આ ફર્મ્સે જ બર્ની મેડોફની (Bernie Madoff’s) પોન્ઝી સ્કીમ લોન્ચ કરી હતી. તેનો હેતુ પ્લેટિનમ પાર્ટનર્સ કંપનીની તપાસ કરવાનો હતો. ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર કેસમાં લગભગ 1 અબજ ડોલરનું કૌભાંડ થયો હોવાની અંદાજ હતો. હેરી માર્કોપોલોસ (Harry Markopolos) જણાવે છે કે, એન્ડરસન કોઈપણ બાબતમાં ઇન્વેસ્ટિગેશન કરવા માટે પ્રખ્યાત છે. જો તેને કોઈ કૌભાંડની જાણ થશે, તો તે તેનો પર્દાફાશ કરશે. એન્ડરસન માર્કોપોલસને પોતાના ગુરુ માને છે.

1937ની એક રસપ્રદ ઘટનાથી કંપનીનું નામ

કંપનીનું નામ કેવી રીતે પડ્યું તેની પણ એક રસપ્રદ કહાણી છે. વર્ષ 1937માં હિંડનબર્ગ ડિઝાસ્ટરને કારણે કંપનીને આ નામ આપવામાં આવ્યું હતું. હિંડનબર્ગ એ જર્મન એર સ્પેસશીપ હતું. આગને કારણે તે બળીને ખાખ થઈ ગઇ હતી. જેમાં 35 લોકોના મોત થયા હતા. કંપનીનું માનવું છે કે આ દુર્ઘટના ટાળી શકાઈ હોત, કારણ કે હાઈડ્રોજન બલૂનમાં અગાઉ પણ અકસ્માતો થઈ ચૂક્યા છે. આમ છતાં તેમાં 100 લોકોને બેસાડવામાં આવ્યા હતા. કંપનીનું કહેવું છે કે હિંડનબર્ગ ઘટનાની તર્જ પર અમે શેરબજારમાં થઈ રહેલી ધાંધલી કે કૌભાંડો પર નજર રાખીએ છીએ. અમારો ઉદ્દેશ્ય આવા ફ્રોડને લોકોની સમક્ષ પર્દાફાશ કરવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ