Uttar Pradesh GIS-23 : યોગી આદિત્યનાથનું ગુજરાતના ઉદ્યોગપતિઓને ઉત્તરપ્રદેશમાં ઉદ્યોગો સ્થાપવા આમંત્રણ, CM યોગીની ટીમ અમદાવાદની મુલાકાતે

Uttar Pradesh GIS-23: ઉત્તર પ્રદેશથી (Uttar Pradesh) આવેલી સીએમ યોગીની (CM Yogi team) ટીમે ગુરુવારે અમદાવાદના (Ahmedabad visit) ટોરેન્ટ ફાર્માના પ્રતિનિધિમંડળ અને પ્લાન્ટની મુલાકાત લીધી, શુક્રવારે સવારેથી B2G મીટિંગનો રાઉન્ડ શરૂ થશે જેમાં ત્રણ ડઝનથી વધારે મોટા ઉદ્યોગપતિઓ સામેલ થશે અને સાંજે રોડ શો (GIS-23 roadshow) યોજાશે

Uttar Pradesh GIS-23: ઉત્તર પ્રદેશથી (Uttar Pradesh) આવેલી સીએમ યોગીની (CM Yogi team) ટીમે ગુરુવારે અમદાવાદના (Ahmedabad visit) ટોરેન્ટ ફાર્માના પ્રતિનિધિમંડળ અને પ્લાન્ટની મુલાકાત લીધી, શુક્રવારે સવારેથી B2G મીટિંગનો રાઉન્ડ શરૂ થશે જેમાં ત્રણ ડઝનથી વધારે મોટા ઉદ્યોગપતિઓ સામેલ થશે અને સાંજે રોડ શો (GIS-23 roadshow) યોજાશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

ઉત્તર પ્રદેશને ‘ન્યુ ઈન્ડિયાનું ગ્રોથ એન્જિન’ બનાવવા અને ગ્લોબલ ઇન્વસ્ટર્સ સમિટ 2023 (GIS-23)માં રોકાણકારોને આમંત્રિત કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંત્રીઓ અને સિનિયર અધિકારીઓની એક ટીમ ત્રણ દિવસની મુલાકાત માટે આજે ગુરુવારે અમદાવાદ આવી પહોંચી છે. આ મુલાકાત દરમિયાન આ ટીમ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G) મિટિંગ્સ, સભાઓ અને રોડ શોમાં ભાગ લેશે. સીએમ યોગીની ટીમ અમદાવાદ ગુરુવારે ધ ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે ટોરેન્ટ ફાર્મા પ્લાન્ટ ફેસિલિટીના પ્રતિનિધિ મંડળને મળી હતી.

Advertisment

ટોરેન્ટ ફાર્મા અને અમૂલ ગ્રૂપ સાથે મુલાકાત કરી

આ મિટિંગ દરમિયાન તેમણે રાજ્યની યોગ્યતાઓ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં શ્રેષ્ઠ બની રહેલી યોગી સરકારની નીતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી અને જ્ઞાનેન્દ્ર નાથ સિંહે ટોરેન્ટ ફાર્મા પ્લાન્ટની મુલાકાત લીધી હતી. બીજી તરફ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના એસીએસ નવનીત સહગલે ટ્રાન્સસ્ટેડિયા ગ્રૂપ અને અમૂલ ગ્રૂપના સીઈઓ જયન મહેતા સાથે મુલાકાત કરી હતી.

યુપીમાં રોકાણ કરવા ઉદ્યોગપતિઓને પ્રેરિત કરાશે

ત્રણ દિવસની મુલાકાતે આવેલી સીએમ યોગીની ટીમ ન્યુ ઈન્ડિયાના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહેલા ઉત્તર પ્રદેશની યોગ્યતાઓ વિશે ગુજરાતના ઉદ્યમીઓને માહિતી આપશે. આ ટીમ અમદાવાદ ત્રણ ડઝનથી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મુલાકાત કરશે જ્યારે ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ રોડ શોમાં ભાગ લેશે. આ મીટિંગ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G)ના આધાર પર હશે, જે શુક્રવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. B2G અને રોડ શોમાં સીએમ યોગીની અમદાવાદ ટીમ ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણની તકો વિશે માહિતગાર કરશે અને તેમને રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.

CM યોગીની ટીમમાં કોણે કોણે છે

અમદાવાદમાં સીએમ યોગીની ટીમમાં કેબિનેટ મંત્રી અરવિંદ કુમાર શર્મા, જિતિન પ્રસાદ અને રાજ્યકક્ષાના મંત્રી જયેન્દ્ર પ્રતાપ સિંહ રાઠોડ છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓમાં MSME અને ટેક્સટાઈલ વિભાગના ACS અમિત મોહન પ્રસાદ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના ACS નવનીત સહગલ, સીએમ યોગીના સલાહકાર અવનીશ કુમાર અવસ્થી, જ્ઞાનેન્દ્ર નાથ સિંહ, YIDAના એડિશનલ CEO રવિન્દ્ર કુમાર અને UPNEDAના ડિરેક્ટર અનુપમ શુક્લા છે.

Advertisment
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ ગુજરાત બિઝનેસ Investment