scorecardresearch

ગો-ફર્સ્ટ એરલાઇન સંકટમાં, બે દિવસ માટે તમામ ફ્લાઇટ રદ કરી, સ્વૈચ્છિક નાદારી માટે NCLTમાં અરજી કરી

Go First suspend flights : પ્રાઇવેટ સેક્ટરની લો-કોસ્ટ એરલાઇન્સ ગો-ફર્સ્ટ (Go First) એ નાણાંકીય કટોકટીને પગલે આગામી 3 અને 4 મે, 2023 માટે ફ્લાઇટ સસ્પેન્ડ કરી છે.

Go First
ગો-ફર્સ્ટે 12 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ રદ કરી છે.

એરલાઇન્સ સેક્ટરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. પ્રાઇવેટ સેક્ટરની લો-કોસ્ટ એરલાઇન્સ ગો-ફર્સ્ટ (Go First) એ આગામી 3 અને 4 મે, 2023 માટેની ફ્લાઇટ બુકિંગ અટકાવી દીધી છે. એરલાઇન કંપની તરફથી 3 અને 4 મે માટેની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. પ્રાઇવેટ એરલાઇન તરફથી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે.

શા માટે બુકિંગ અટકાવી

લો-કોસ્ટ એરલાઇન ગો-ફર્સ્ટે ફ્લીટ ઇશ્યૂ અને નાણાંકીય ભંડોળની અછતને કારણે આગામી બે દિવસ – 3 અને 4 મે માટે ફ્લાઇટ બુકિંગ સસ્પેન્ડ કર્યું છે. એરલાઇન કંપની તરફથી 3 અને 4 મે માટેની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

કંપનીના CEO કૌશિક ખોનાએ સમાચાર એજન્સી પીટીઆઈને માહિતી આપતા જણાવ્યું હતુ કે, ભારતની બજેટ એરલાઈન ગો ફર્સ્ટ 3 મે અને 4 મેના રોજ તેની ઉડાન સેવા હંગામી ધોરણે બંધ રાખશે.

“ગો ફર્સ્ટ કંપની પ્રેટ એન્ડ વ્હીટની (P&W) દ્વારા એન્જિનની સપ્લાય ન થવાને કારણે નાણાકીય તંગીનો સામનો કરી રહી છે, અને તેના પરિણામે કંપનીને 28 વિમાનો જમીન પર ઉભા રાખવાની ફરજ પાડી છે, જે તેના વિમાન કાફલાના અડધા કરતાં વધુ છે,” તેમણે જણાવ્યું હતું.

સ્વૈચ્છિક નાદારીની અરજી કરી

અધિકારીએ ઉમેર્યું કે, કંપનીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી પણ દાખલ કરી છે. જે એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે, પરંતુ કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે આમ કરવું પડ્યું.

તેમણે વધુંમાં જણાવ્યું કે,”એનસીએલટી દ્વારા અરજી સ્વીકારી લીધા બાદ એરલાઇન્સની વિમાન સેવા ફરી શરૂ થશે.”

વાડિયા ગ્રૂપની માલિકીની એરલાઈને સરકારને આ સમગ્ર ઘટનાક્રમ વિશે પણ જાણકારી આપી છે અને એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને વિગતવાર રિપોર્ટ પણ સુપરત કરશે.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Go first suspend flights on may 3 and 4 due to fund crunch dgca

Best of Express