Gold Price History: સોનાનો ભાવ ભારતમાં આઝાદી સમયે 89 રૂપિયા હતો, હવે 1 લાખ પાર, જુઓ સોનાની સુવર્ણ સફર

Gold Historical Price In India: સોનાના ભાવ 1 લાખ રૂપિયા કુદાવી ઇતિહાસ સર્જયો છે. છેલ્લા 10 વર્ષમાં સોનાના ભાવ 3 ગણા થયા છે. ભારતની આઝાદી બાદથી સોનાના ભાવની સુવર્ણ સફર પર એક નજર

Gold Historical Price In India: સોનાના ભાવ 1 લાખ રૂપિયા કુદાવી ઇતિહાસ સર્જયો છે. છેલ્લા 10 વર્ષમાં સોનાના ભાવ 3 ગણા થયા છે. ભારતની આઝાદી બાદથી સોનાના ભાવની સુવર્ણ સફર પર એક નજર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Price | Gold rate | Gold silver price | Gold silver rate | Gold price record high | Gold All time high

Gold Price: સોનાના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા છે. (Photo: Freepik)

Gold Historical Price In India: સોનાના ભાવ 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અમદાવાદમાં 24 કેરેટે સોનાનો ભાવ 1,01,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. વૈશ્વિક બજારમાં સોનું 3400 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પહોંચી ગયા છે. 1 લાખ રૂપિયાની ટોચે પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું હવે સપનું બની ગયું છે. હવે દરેક વ્યક્તિ વિચારે છે કે, જો પહેલા સસ્તા ભાવે સોનું ખરીદી લીધું હોત તો સારું થતું. શું તમને ખબર છે ભારત દેશ આઝાદ થયો ત્યારે સોનાનો ભાવ કેટલો હતો? ચાલો જાણીયે સોનાના ભાવની સુર્વર્ણ સફર વિશે

Advertisment

સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પાર

સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પાર થતા ચારેબાજુ એવી ચર્ચા થઇ રહી છે હજી ભાવ કેટલો ઉંચો હશે. તો અમુક લોકો સોનું ક્યારે ઘટશે તેની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 22 એપ્રિલ, 2025ના રોજ સોનું 2000 રૂપિયા ઉછળી 1,01,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. વર્ષ 2025માં અત્યાર સુધી સોનાના ભાવમાં 25 ટકાની તેજી આવી છે. વર્ષ 2014 બાદ છેલ્લા 11 વર્ષમાં સોનાની કિંમતમાં 3 ગણો વધારો થયો છે.

Gold Price 1 Lakh Rupee | Gold Price Today | Gold Rate Today | Gold Price record high | Gold silver rate | Gold Price all time high
Gold Price 1 Lakh Rupee : સોનાના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી કુદાવી ગયા છે. (Photo: Freepik)

સોનાના ઐતિહાસિક ભાવ

વર્ષભાવ (પ્રતિ 10 ગ્રામ)
194789 રૂપિયા
195791 રૂપિયા
1967102 રૂપિયા
1977486 રૂપિયા
19872570 રૂપિયા
19974725 રૂપિયા
20004400 રૂપિયા
20057000 રૂપિયા
201018500 રૂપિયા
201126400 રૂપિયા
201526343 રૂપિયા
202048651 રૂપિયા
202148720 રૂપિયા
202252670 રૂપિયા
202365330 રૂપિયા
202477913 રૂપિયા
2025101500 રૂપિયા
Advertisment

સોનાના ભાવ વધવાના કારણ

  • અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિથી ટેરિફ વોર શરૂ થયો
  • વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા
  • વૈશ્વિક આર્થિક મંદીની દહેશત
  • દુનિયાભરના શેરબજારમાં ઘટાડો
  • સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની વધતી લોકપ્રિયતા
  • દુનિયાભરની મધ્યસ્થ બેંક દ્વારા સોનાની સતત ખરીદી
  • ભારત અને ચીનમાં સોનાના દાગીનાની માંગમાં સતત વધારો

સોનાનો ભાવ 1.40 લાખ રૂપિયા થશે!

સોનાના ભાવ 1 લાખ રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. હવે સોનાનો ભાવ ક્યાંય પહોંચશે તેની આગાહી થવા લાગી છે. અમેરિકાની એક ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાશનું કહેવું છે કે, સોનું ચાલુ વર્ષના અંત સુધી 4500 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી જશે. જો ભારતીય રૂપિયામાં ગણતરી કરીયે તો સોનાના ભાવ લગભગ 1.38 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું થાય છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ