સોનાના ભાવ 60,000 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચતા સામાન્ય લોકો માટે પીળી કિંમતી ધાતુની ખરીદી કરવી હવે મુશ્કેલ બની ગઇ છે. સોનાની ખરીદીને એક રોકાણ તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો પાસે સોનાના દાગીના, લગડી કે સિક્કા ખરીદવાને બદલે ડિજિટલ ગોલ્ડ એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેન્ડ ફંડ (ઇટીએફ)માં રોકાણ કરવાનો એક બેસ્ટ ઓપ્શન રહેલો છે. આવા રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવાનો એક ગોલ્ડન ચાન્સ આવ્યો છે.
સોનામાં રોકાણ કરવાનો ગોલ્ડન ચાન્સ
અગ્રણી ફંડ હાઉસ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ ગોલ્ડ ઇટીએફ (Mirae Asset Gold ETF)) લોન્ચ કર્યું છે. આ ન્યું ફંડ ઓફર (NFO) 9 ફેબ્રુઆરી, 2023ના રોજ ખુલ્યું છે અને 15 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશે. તેનું એલોટમેન્ટ 20 ફેબ્રુઆરી, 2023ના રોજ થશે અને પ્રથમ NAV (નેટ એસેટ વેલ્યુ)ની તારીખ 21 ફેબ્રુઆરી, 2023 છે. એલોટમેન્ટની તારીખથી 5 કામકાજના દિવસોમાં ETFનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જ પર થશે. રોકાણકારો 21 ફેબ્રુઆરી, 2023 થી સ્ટોક એક્સચેન્જો પર ETF યુનિટનું ખરીદી અને વેચાણ કરી શકશે.
માત્ર 5000 રૂપિયાથી શરૂ કરો રોકાણ
ન્યુ ફંડ ઓફર (NFO) દરમિયાન રોકાણકારે ઓછામાં ઓછું 5,000 રૂપિયાથ રોકાણની શરૂઆત કરી શકે છે. ત્યારબાદ તેના નિર્ધારિત ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ ફંડનું સંચાલન મિરા એસેટ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર રિતેશ પટેલ કરશે. મિરે એસેટ ગોલ્ડ ઇટીએફ ફિઝિકલ સોનાના સ્થાનિક ભાવને ટ્રેક કરશે. એટીએફનું પ્રત્યેક યુનિટ આશરે 0.01 ગ્રામ સોના જેટલું હશે.
સલામત રોકાણ માટેનો બેસ્ટ વિકલ્પ
ફુગાવો અને તેને અંકુશમાં રાખવા માટે મધ્યસ્થ બેન્કો દ્વારા રેપો રેટમાં સતત વૃદ્ધિને સોનાની તેજીના મુખ્ય ચાલક બળ તરીકે જોવામાં આવે છે. આ ગોલ્ડ ETF એવા સમયે લોન્ચ કરવામાં આવી રહ્યું છે જ્યારે કેટલાક બાહ્ય પરિબળોને કારણે સ્થાનિક અને વૈશ્વિક અર્થતંત્રના વિકાસ સામેના પડકારો યથાવત છે. જેના કારણે સોનું રોકાણ માટે અન્ય વિકલ્પો કરતાં વધુ સુરક્ષિત વિકલ્પ બની ગયું છે. આવી સ્થિતિમાં, એસેટ એલોકેશન ઇચ્છતા રોકાણકારો તેમના કુલ રોકાણના અમુક હિસ્સાનું તેમાં રોકાણ કરી શકે છે.
ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના ફાયદાઓ
- ETF એ સોનામાં રોકાણ કરવા માટે પ્રમાણમાં ઓછો ખર્ચાળ અને સરળ વિકલ્પ છે, કારણ કે શેરની જેમ જ તેનું સ્ટોક એક્સચેન્જો પર ખરીદી અને વેચાણ કરી શકાય છે.
- ફિઝિકલ ગોલ્ડ ચોરાઇ જવાની શક્યતાની સામે ગોલ્ડ ETFમાં આવું કોઈ જોખમ હોતું નથી, કારણ કે ગોલ્ડ ETF રોકાણકારોના ડીમેટ એકાઉન્ટમાં હોય છે.
- સોનાની શુદ્ધતા ઘટવાનું પણ કોઇ જોખમ નથી.
- ખરીદી – વેચાણ દરમિયાન પારદર્શક ભાવ નિર્ધારણ અને લિક્વિડિટી.
- તમે ગોલ્ડ ETFના 1 યુનિટમાં પણ રોકાણ કરી શકો છો, જ્યાં 1 યુનિટનો અર્થ લગભગ 0.01 ગ્રામ સોનું થાય છે.
- સોનું વર્ષોથી રોકાણ કરવા માટેની એક વિશ્વસનિય ધાતુ છે. જેણે લાંબા ગાળા માટે લોકોને નાણાંકીય સુરક્ષા આપવાની સાથે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત વધારો કર્યો છે.
- સોના અને અન્ય એસેટ ક્લાસ જેમ કે ઇક્વિટી અથવા બજાર સંબંધિત વિકલ્પો વચ્ચે કોઈ જોડાણ ન હોવાથી, તે રોકાણ સાથે સંકળાયેલા જોખમને ઘટાડે છે અને પોર્ટફોલિયોનું ડાઇવર્સિફિકેશન કરવામાં મદદ કરે છે.
- સોનું ફુગાવા સામે હેજિંગ તરીકે કામ કરે છે અને બજારની અસ્થિરતાના સમયે પ્રમાણમાં સલામત રોકાણ તરીકે જાણીતું છે.
- ETF એ સોનામાં રોકાણ કરવા માટે પ્રમાણમાં ઓછું ખર્ચાળ અને લિક્વિડ ઓપ્શન છે, જેનું સ્ટોક એક્સચેન્જ પર શેરની જેમ ખરીદ-વેચાણની સુવિધા મળે છે.