ગોલ્ડ લોન : તાત્કાલિક ઉછીના નાણા મેળવવાની એક સ્માર્ટ અને સુરક્ષિત રીત

Gold loan benefits : તાત્કાલિક નાણાંકીય જરૂરિયાત માટે સોનાના સિક્કા કે દાગીના સામે ગોલ્ડ લોન બેસ્ટ વિકલ્પ શા માટે છે, જાણો

Written by Ajay Saroya
June 09, 2023 23:40 IST
ગોલ્ડ લોન : તાત્કાલિક ઉછીના નાણા મેળવવાની એક સ્માર્ટ અને સુરક્ષિત રીત
ગોલ્ડ લોન

Gold loan interest rate benefits : નાણાની જરૂરિયાત હોય તેવા સમયે ભંડોળના ઝડપી અને ભરોસાપાત્ર સ્ત્રોતો સુધી પહોંચવું મહત્વપૂર્ણ હોય છે. સદનસીબે, તમારા માટે એક સ્માર્ટ અને સુરક્ષિત ઉકેલ ઉપલબ્ધ છે: ગોલ્ડ લોન. તમારા સોનાના દાગીનાના મૂલ્યનો લાભ ઉઠાવીને, તમે લાંબી મંજૂરીની પ્રક્રિયાઓમાંથી પસાર થયા વિના અથવા તમારી કિંમતી સંપત્તિઓનું વેચાણ કર્યા વિના તમે જરૂરી નાણાકીય સહાય મેળવી શકો છો. જે ખાતરી કરે છે કે તમે તમારી બધી નાણાકીય જરૂરિયાતો સરળતાથી અને માનસિક શાંતિ સાથે પૂરી કરી શકો છો.

અન્ય પરંપરાગત ધિરાણ વિકલ્પોથી વિપરીત, ઇન્સ્ટન્ટ ગોલ્ડ લોન માટે અરજી કરવી સરળ અને મુશ્કેલી-મુક્ત છે. ગોલ્ડ લોન માટે તમારે ફક્ત તમારા મૂળભૂત ઓળખના દસ્તાવેજો અને તમારા 22-કેરેટ સોનાના દાગીનાની જરૂર છે.

સોનાના દાગીના સામે લોન શા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે તેના કારણો અહીં તમને જણાવીશું

તાત્કાલિક લોન મંજૂરી

ઘણા લોકો દ્વારા સોનાની લોનની તરફેણ કેમ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ તાત્કાલિક લોન ઉપલબ્ધ થવી છે. જ્યારે અણધારી નાણાકીય કટોકટી અથવા મુશ્કેલીના સમયે પૈસાની તંગીનો સામનો કરવો પડે છે તેવા સમયે મદદરૂપ બને છે. ગોલ્ડ લોનમાં તાત્કાલિક નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્રક્રિયા સરળ : તમે તમારી સોનાના દાગીના કે સિક્કા ગીરવે મુકો છો અને ધિરાણકર્તાઓ તમારા સોનાના બજાર મૂલ્યના આધારે લોન આપે છે. જે ભંડોળની ઝડપી મંજૂરી અને વિતરણની ખાતરી આપે છે, જે તમને તમારી નાણાકીય જરૂરિયાતોને ઝડપથી અને અસરકારક રીતે મેનેજ કરવામાં સક્ષમ બનાવે છે.

નીચા વ્યાજદર

ગોલ્ડ લોનનો બીજો મોટો ફાયદો તેના સ્પર્ધાત્મક વ્યાજદર છે. પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ જેવી અસુરક્ષિત લોનની તુલનામાં ગોલ્ડ લોનના વ્યાજ દરો નીચા હોય છે. તેની પાછળનું કારણ ગોલ્ડ લોનની સુરક્ષિત પ્રકૃતિ છે.

તમારા સોનાના દાગીના જામીનગીરી તરીકે કામ કરે છે અને ધિરાણકર્તાઓ માટે જોખમ ઘટાડે છે. પરિણામે, તમે ખર્ચ-અસરકારક ઉધાર વિકલ્પનો લાભ મેળવી શકો છો, તમને ઊંચા વ્યાજની ચૂકવણીથી બચાવી શકે છે. ઉપરાં ઝડપી ભંડોળ મેળવવા માટે ગોલ્ડ લોનને આકર્ષક વિકલ્પ બનાવે છે.

પરત ચૂકવણીના વિકલ્પો

ગોલ્ડ લોનમાં તમને તમારી નાણાકીય સગવડતા અનુસાર રિપેમેન્ટ કરવાના વિકલ્પો પસંદ કરવાની સુગમતા છે. ધિરાણકર્તાઓ રિપેમેન્ટના અલગ-અલગ મુદ્દતની ઓફર મુદત ઓફર કરે છે, જે તમને તમારી રિપેમેન્ટની ક્ષમતા સાથે અનુકુળ સમયગાળો પસંદ કરવાની પરવાનગી આપે છે.

કોઈ ક્રેડિટ સ્કોરની જરૂર નથી

ઇન્સ્ટન્ટ ગોલ્ડ લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કોઇ ક્રેડિટ સ્કોરની જરૂર પડતી નથી. આનો અર્થ એ છે કે જો તમારી પાસે કોઈ ક્રેડિટ હિસ્ટ્રી અથવા ઓછો ક્રેડિટ સ્કોર નથી, તો પણ તમે તમારા સોનાના દાગીનાના મૂલ્યના આધારે ગોલ્ડ લોન મેળવી શકો છો.

આ પણ વાંચોઃ હોમ લોનનો EMI ઘટાડવાની ટીપ્સ, ફ્લોટિંગ રેટ કે ફિક્સ્ડ રેપો રેટ લિંક બંનેમાંથી કઇ લોન સારી?

સરળ એપ્લિકેશન પ્રક્રિયા

તમે તમારી આયોજિત અથવા બિનઆયોજિત નાણાંકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હવે ઓનલાઇન ગોલ્ડ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો તમે 21 થી 70 વર્ષની વયના ભારતીય નાગરિક હોવ તો, તમારા મતદાર કાર્ડ, આધાર કાર્ડ , પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા તમારા KYC દસ્તાવેજો સાથે તમે સરળતાથી ગોલ્ડ લોન માટે અરજી કરી શકો છો.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ