નાણાંકીય કટોકટીના કિસ્સામાં લોકો ઘણી વખત ઉછીના રૂપિયા લેતા હોય છે અને હાલ તેના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. સોનાને વર્ષોથી એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે તેની સામે સરળતાથી ધિરાણ મળી રહે છે. હાલ બેન્કો, ફાઇનાન્સ કંપનીઓ પણ સોના સામે ધિરાણે એટલે કે ગોલ્ડ લોન આપી રહી છે. ગોલ્ડ લોનની મદદથી લોકો સરળતાથી નાણાની વ્યવસ્થા કરી શકે છે. તેમાંય હાલ જ્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે લોકો માટે બેન્ક કે ફાઇનાન્સ કંપની પાસેથી પર્સનલ લોનની તુલનામાં સોના સામે નીચા વ્યાજની ગોલ્ડ લોન વધારે ફાયદાકારક રહે છે. જો તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો, અહીંયા વિવિધ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓના ગોલ્ડ લોનના વ્યાજદરની માહિતી રજૂ કરી છે, જે તમને નીચા વ્યાજદરે લોન મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ગોલ્ડ લોન એ એક ‘સુરક્ષિત લોન છે
બેન્કો, ફાઇનાન્સ કંપનીઓ માટે સોના સામે અપાતું ધિરાણે એટલે ગોલ્ડ લોનને સુરક્ષિત ધિરાણ માનવામાં આવે છે. ગોલ્ડ લોનમાં લોકોએ લોનના બદલામાં નાણાં મેળવવા માટે બેંક અથવા ફાઇનાન્સ કંપનીઓ સામે તેમની પાસે રહેલા સોનાના દાગીના, સિક્કા કે સોનાની લગડી ગીરવે મૂકવી પડે છે. ત્યારબાદ સોનાનું કેરેટ, વજન, તેનો બજાર ભાવની ગણતરી કરીને ગોલ્ડ લોનની રકમ નક્કી કરી છે. સામાન્ય રીતે ગીરવે મૂકેલા સોનાની સામે બેન્કો 60થી 75 ટકા જેટલું લોન મંજૂર કરે છે.
ગોલ્ડ લોનના વ્યાજદર અને માસિક EMI
હાલ ભારતમાં ઘણી સરકારી અને ખાનગી બેન્કો તેમજ ઘણી પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓ સોના સામે ધિરાણ એટલે કે ગોલ્ડ લોનની ઓફર કરે છે. ગોલ્ડ લોન મેળવું એકંદરે સરળ હોય છે. અહીંયા તમારી સમક્ષ 15થી વધારે બેન્કો નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી ગોલ્ડ લોન સ્કીમ, તેના વ્યાજદર અને માસિક હપ્તા (EMI) વિશેની વિગતો રજૂ કરવામાં આવી છે. આ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોન ઓફર કરવામાં આવી રહી છે. જેમાં લોનનો સમયગાળો એટલે કે લોનની મુદત 5 વર્ષની હોય છે.

આ યાદીમાં સામેલ યુનિયન બેંક તેના ગ્રાહકોને વાર્ષિક 8.40 ટકાના વ્યાજે બે વર્નીષ માટે 5 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોનની ઓફર કરી રહી છે. આ લોન સ્કીમ ગોલ્ડ લોન લેનાર વ્યક્તિએ દર મહિને 22,705 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. તેવી જ રીતે સેન્ટ્રલ બેંક 8.45 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેન્ક (PNB) 9.00 ટકાના વ્યાજદરે લોન ઓફર કરે છે.
(નોંધઃ તમામ આંકડા bankbazaar.com પરથી લેવામાં આવ્યા છે. જેણે આ આંકડાઓ સંબંધિત બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી 31 જાન્યુઆરી 2023 સુધીમાં એકત્રિત કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બેંકોનો સંબંધિત ડેટા તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી તેમને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.)