Gold Price: 24 કેરેટ અને 22 કેરેટ સોનામાં શું તફાવત છે? કેવી રીતે ભાવ નક્કી થાય છે?

Difference Between 24 Carat And 22 Carat Gold Rate : સોનાના ભાવ કેરેટના આધારે નક્કી થાય છે, જે સોનાની શુદ્ધતા દર્શાવે છે. અહીં કેટલા કેરેટનું સોનું સૌથી શુદ્ધ હોય છે અને કેવી રીતે ભાવ નક્કી થાય છે તેના વિશે વિગતવાર જાણકારી આપી છે.

Difference Between 24 Carat And 22 Carat Gold Rate : સોનાના ભાવ કેરેટના આધારે નક્કી થાય છે, જે સોનાની શુદ્ધતા દર્શાવે છે. અહીં કેટલા કેરેટનું સોનું સૌથી શુદ્ધ હોય છે અને કેવી રીતે ભાવ નક્કી થાય છે તેના વિશે વિગતવાર જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gold price | gold silver rate today | 24 carat gold price | 22 carat gold price | hallmark gold jewellery price | gold purity

Gold Price: સોનાના ભાવ ગોલ્ડની શુદ્ધતા મુજબ નક્કી થાય છે. (Photo: Canva)

Gold Price Of Difference Between 24 Carat And 22 carat: સોનાના ભાવ 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું હવે સ્વપ્ન જેવું થઇ ગયું છે. અમદાવાદમાં 22 એપ્રિલ, 2025ના રોજ સોનાનો ભાવ 1,01,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. આ ભાવ 24 કેરેટ એટલે કે 99.9 શુદ્ધ સોનાનો છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઇયે કે, 24 કેરેટ સોનું અને સોનાના દાગીનાા ભાવ અલગ અલગ હોય છે. સોનાના ભાવ તેના કેરેટ મુજબ નક્કી થાય છે. કેટલા કેરેટનું સોનું સૌથી શુદ્ધ હોય છે અને કેવી રીતે ભાવ નક્કી થાય છે તેના વિશે વિગતવાર જાણીયે

Advertisment

24 કેરેટ અને 23 કેરેટ સોનામાં શું તફાવત છે?

સામાન્ય રીતે આપણે સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલમાં જે ભાવ જોઇયે છીએ તે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ હોય છે. 24 કેરેટ સોનુ 99.9 શુદ્ધ હોય છે અને નરમ હોય છે. 24 કેરેટ સોનામાં અન્ય કોઇ ઘાતુનું મિશ્રણ ન હોવાથી તેનો ભાવ સૌથી વધારે હોય છે.

તો 23 કેરેટના સોનામાં 24 કેરેટના સોના કરતા ઓછી શુદ્ધતા હોય છે. 23 કેરેટ સોનામાં 95.8 ટકા સોનું હોય છે. 23 કેરેટ સોનામાં ચાંદી, તાબું જેવી અન્ય ધાતુ ઉમેરી તેમાથી સોનાની ચીજો બનાવવામાં આવે છે. 24 કેરેટ કરતા 23 કેરેટમાં 95.8 ટકા સોનું હોવાનું તે 24 કેરેટ સોના કરતા થોડુંક સસ્તું હોય છે.

gold reserves | gold rate today | gold price
Gold Rate: સોનું કિંમતી ધાતુ છે. (Photo: Freepik)

દાગીના માટેના 22 કેરેટમાં કેટલું સોનું હોય છે?

દાગીના બનાવવા માટે 22 કેરેટનું સોનું વપરાય છે. 22 કેરેટ સોનામાં 91.6 ટકા સોનું હોય છે. તેમા તાંબુ, ચાંદી જેવી ધાતુ ઉમેરી કઠણ બનાવવામાં આવે છે. 24 કેરેટનું શુદ્ધ સોનું નરમ હોય છે, જેન કારણે દાગીના બની શકતા નથી. આથી દાગીના બનાવવા માટે 22 કેરેટનું સોનું વપરાય છે.

Advertisment
સોનાના કેરેટસોનાની શુદ્ધતા
24 કેરેટ99.9 ટકા
23 કેરેટ95.8 ટકા
22 કેરેટ91.7 ટકા
18 કેરેટ75.0 ટકા
17 કેરેટ70.8 ટકા
14 કેરેટ58.2 ટકા
12 કેરેટ50.0 ટકા
10 કેરેટ41.7 ટકા
9 કેરેટ37.5 ટકા

કેરેટના આધારે સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

સોનાના ભાવ કેરેટના આધારે નક્કી થાય છે. કેરેટ એ સોનાની શુદ્ધતાનું માપદંડ છે. કેરેટ જેટલું ઉંચુ સોનું એટલું શુદ્ધ. 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે, તેમા 99.9 શુદ્ધ સોનું હોય છે. તમારા સોનાના દાગીના 22 કેરેટના છે, તો 22 ને 24 થી ભાગાકાર કરો અને 100 દ્વારા ગુણાકાર કરો. (22/24) x 100 = 91.66 થાય છે. એટલે કે તમારી ગોલ્ડ જ્વેલરીમાં 91.6 ટકા સોનું છે અને બાકીની અન્ય ધાતુઓ છે.

આ પણ વાંચો | સોનાનો ભાવ ભારતમાં આઝાદી સમયે 89 રૂપિયા હતો, હવે 1 લાખ પાર, જુઓ સોનાની સુવર્ણ સફર

ઉદાહરણ તરીકે સમજીયે, ધારો કે હાલ 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હવે 22 કેરેટ સોનાનો ભાવ (100000/24) x 22 = 91666 રૂપિયા થાય છે. એક વાત ધ્યાનમાં રાખવી કે, સોનાના દાગીના ઉપર મેકિંગ ચાર્જિંગ અને અન્ય ટેક્સ પણ લાગે છે.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ