Gold Price Rs 63500 All Time High : ધનતેરસ અને દિવાળીના તહેવાર પહેલા સોનું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યુ છે. ભારતમાં સોનાના ભાવ ફરીવાર નવી ઊંચાઇએ પહોંચ્યા છે. 10 ગ્રામ સોનાની કિંમત 63,500 રૂપિયાની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ છે, જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. જે લોકો ધનતેરસ અને દિવાળી કે લગ્નસરાની સીઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેમણે વધારે રૂપિયા ખર્ચવા પડશે. ભારતમાં ધનતેરસ અને દિવાળીમાં સોના-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે.
સોનું ઐતિહાસિક ટોચે, 10 ગ્રામનો ભાવ 63,500 રૂપિયા (Gold All Time High)
છેલ્લા એકાદ મહિનાથી સોનાના ભાવ સતત વધીને ઓલટાઇમ થઇ રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 31 ઓક્ટોબર 2023ના રોજ સોનાનો ભાવ 400 રૂપિયા વધ્યો અને 10 ગ્રામની કિંમત 63,500 રૂપિયાની ટોચે પહોંચી છે, જે પીળી કિંમતી ધાતુનો અત્યાર સુધીનૌ સૌથી ઉંચો ભાવ છે. તેની આગલા દિવસે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 63,100 રૂપિયા હતી.
જો ચાંદીની વાત કરીયે તો આજે સ્થાનિક બજારમાં તેના ભાવ ઘટ્યા હતા. ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ હતી અને એક કિલોનો ભાવ 73,000 રૂપિયા થયો છે. આગલા દિવસે 1 કિલો ચાંદીની કિંમત 73,500 રૂપિયા હતી.
ઓક્ટોબર મહિનામાં સોના-ચાંદી કેટલા મોંઘા થયા? જાણો
ઓક્ટોબરમાં સોના-ચાંદીમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે, જેની પાછળ ભૂરાજકીય પરિબળો જવાબદાર છે. ઓક્ટોબર મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 ઓક્ટોબર, 2023ના રોજ સ્થાનિક બજારમાં સોનું 63,500 રૂપિયાની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયુ છે. આમ ઓક્ટોબર 2023માં સોનું 3800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ છે. 6 ઓક્ટોબરના રોજ સોનાના ભાવ 58800 રૂપિયાની ચાર મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. ત્યારબાદ ઈઝરાયલ- હમાસ યુદ્ધ શરૂ થતા બંને કિંમતી ધાતુમાં તેજી આવી છે. આમ ઈઝરાયલ- હમાસ યુદ્ધ બાદથી સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 4700 રૂપિયા વધી ગઇ છે.

સોનાની પાછળ ચાંદીમાં પણ ચમકારો જોવા મળ્યો છે. 31 ઓક્ટોબરે સ્થાનિક ઝવેરી બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 63000 રૂપિયા થઇ છે. આમ ઓક્ટોબર મહિનામાં ચાંદી 3000 રૂપિયા અને ઈઝરાયલ હમાસ યુદ્ધ શરૂ થયા બાદ 6500 રૂપિયા મોંઘી થઇ છે.
સોના-ચાંદીના ભાવ કેમ વધ્યા
ઈઝરાયલ – હમાસ યુદ્ધથી વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા સર્જાતા સુરક્ષિત રોકાણ માટે સોના-ચાંદીની માંગ વધીયુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિની આશંકાઅમેરિકન બોન્ડન યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં વૃદ્ધિગ્લોબલ ઈકોનોમિક ક્રાઇસિસ અને મંદીની ચિંતા વચ્ચે સેફ હેવન કોમોડિટીની માંગમાં વધારોભારતમાં ધનતેરસ – દિવાળી અને લગ્નસરાની સીઝનમાં સોના-ચાંદીની માંગ વધવાની અપેક્ષા





