Gold Price All Time High : સોનામાં આગ ઝરતી તેજી છે. નાણાંકીય વર્ષના પ્રથમ દિવસ જ સોનાના ભાવ નવા રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. વિશ્વ બજારની તેજીની હૂંફે સ્થાનિક બજારમાં સોનાના ભાવ દરરોજ ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી રહ્યા છે. પરિણામે લોકો માટે સોનું ખરીદવું દિવસને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. નોંધનિય છે કે, માર્ચ મહિનામાં જ સોનામાં રોકાણકારોને 10 ટકા રિટર્ન મળ્યું છે. સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
સોનું સર્વોચ્ચ શિખરે, 10 ગ્રામનો ભાવ 71000 રૂપિયા
સોનુંમાં સુવર્ણ તેજીનો માહોલ છે. નવા નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ દિવસ 1 એપ્રિલના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 71000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે ઇતિહાસમાં સૌથી ઉંચો ભાવ છે. અગાઉ 29 માર્ચ, 2024ના રોજ સોનાએ 70500 રૂપિયાનું રેકોર્ડ હાઇ લેવલ બનાવ્યુ હતુ. આજે 99.5 શુદ્ધ સોનાની કિંમત 70800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી.

ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ
સોનાના ભાવ 71000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા પરંતુ ચાંદી સસ્તી થઇ હતી. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંમત 500 રૂપિયા ઘટી હતી. પરિણામ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 75500 રૂપિયા થઇ હતી, જે અગાઉના દિવસે 76000 રૂપિયા હતી.
દિવાળી બાદ સોનું 9000 રૂપિયા મોંઘુ થયુ
દિવાળી બાદથી સોનું સતત મોંઘુ થઇ રહ્યું છે. હાલ સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 71000 રૂપિયા રેકોર્ડ હાઇ થઇ છે. દિવાળીના દિવસે 12 નવેમ્બર, 2023ના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 62000 રૂપિયા હતો. આમ દિવાળી બાદથી 10 ગ્રામ દીઠ સોનું 9000 રૂપિયા મોંઘુ થયું છે. ટકાવારીની રીતે જોઇએ તો દિવાળીએ સોનું ખરીદનારને માત્ર સાડા ચાર મહિનામાં 14.5 ટકા રિટર્ન મળ્યું છે. તેવી જ રીતે દિવાળી બાદ 1 કિલો ચાંદી 4000 રૂપિયા મોંઘી થઇ છે. સ્થાનિક ઝવેરી બજારમાં દિવાળીના દિવસે ચાંદીની કિંમત 71500 રૂપિયા હતી.
વૈશ્વિક બુલિયન બજારમાં સોના અને ચાંદી રેકોર્ડ હાઇ
વૈશ્વિક બુલિયન બજારમાં સોનું ચાંદી ના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા હતા. વૈશ્વિક બજારમાં હાજર સોનું 1 ટકા ઉછળીને 2262 ડોલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. યુએસ ગોલ્ડ ફ્યૂચર 1.3 ટકા વધી 2268 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું હતું. તો ચાંદી અડધો ટકો વધી 25.06 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.

આ પણ વાંચો | સોનાની તુલનાએ સેન્સેક્સમાં બમણું રિટર્ન, જુઓ વર્ષ 2023-24ના લેખા-જોખા
સોના – ચાંદીમાં તેજીના કારણ
યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેતપશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવદુનિયાભરની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની જંગી ખરીદીભારતમાં લગ્નસરાની માંગથી સોનાના માંગ વધીઆર્થિક અનિશ્ચિતતાના ડરથી સલામત રોકાણ માટે સોનાની માંગશેરબજાર અને બોન્ડ માર્કેટમાં અસ્થિરતાથી રોકાણકારોમાં ગભરાટક્રૂડ ઓઇલમાં રિકવરીથી સોનાને સપોર્ટ





