સોનાના રોકાણકારોને બલ્લે બલ્લે, સપ્તાહમાં મળ્યું મોટુ રિટર્ન; જાણો સોનું-ચાંદીના આજના ભાવ

Gold Record High, Silver Price Jumps : સોનું સતત ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી રહ્યું છે તો ચાંદી પણ મોંઘી થઇ રહી છે. માત્ર બે દિવસમાં 10 ગ્રામ સોનું 1100 રૂપિયા મોંઘુ થયુ છે. જાણો સોના અને ચાંદીના આજના ભાવ

Gold Record High, Silver Price Jumps : સોનું સતત ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી રહ્યું છે તો ચાંદી પણ મોંઘી થઇ રહી છે. માત્ર બે દિવસમાં 10 ગ્રામ સોનું 1100 રૂપિયા મોંઘુ થયુ છે. જાણો સોના અને ચાંદીના આજના ભાવ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Akshaya Tritiya: અખાત્રીજ પર સોનાના દાગીના ખરીદવા કે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું? ક્યો વિકલ્પ શ્રેષ્ઠ છે? જાણો

Gold : સોનું (Photo - getty images)

Gold Record High, Silver Price Jumps : સોનાના ભાવ બીજા દિવસે આસમાને પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં સોનું ઈતિહાસમાં પહેલીવાર 67000 રૂપિયાની સપાટી વટાવ્યા બાદ સતત ઉંચે જઇ રહ્યું છે અને ભાવ નવા રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ્યા છે. સોનાની જેમ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. માત્ર બે દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવ 1100 રૂપિયા વધી ગયા છે. વૈશ્વિક બુલિયન બજારની તેજીની અસરે ભારતમાં પણ સોનું દરરોજ મોંઘુ થઇ રહ્યું છે.

Advertisment

સોનું 67500ની ટોચે, બે દિવસમાં 1100 રૂપિયા મોંઘુ થયુ

સોનું ફરી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં આજે 99.9 શુદ્ધ સોનાની કિંમત 400 રૂપિયા વધી હતી. આ સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 71500 રૂપિયા થયો છે, જે ઈતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 67300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

gold | gold price | gold silver rate today | gold bar coin | bullion price | precious metal | commodity market
Gold : સોનું ચાંદી કિંમતી ધાતુ છે. (Photo - Freepik)

નોંધનિય છે કે, એક દિવસ પહેલા સ્થાનિક બજારમાં સોનાના ભાવ પહેલીવાર 67000 રૂપિયાની સપાટી કુદાવી ગયા હતા. આમ બે દિવસમાં 10 ગ્રામ સોનું 1100 રૂપિયા મોંઘુ થયુ છે. તો માર્ચ મહિનામાં સોનાની કિંમત 3300 રૂપિયા વધી ગઇ છે, જે ટકાવારીની રીતે 5 ટકાનું રિટર્ન દર્શાવે છે.  ઉલ્લેખનિય છે કે, 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 64200 રૂપિયા હતી.

ચાંદી 74000 રૂપિયા

ચાંદીની કિંમત પણ સતત વધી રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી 400 રૂપિયા મોંઘી થઇ છે. 1 કિગ્રા ચાંદી ચોરસાની કિંમત 74000 રૂપિયા થઇ છે, જ્યારે એક દિવસ પૂર્વે કિંમત 73500 રૂપિયા હતી. તો ચાંદી રૂપુની કિંમત 73800 રૂપિયા છે. માર્ચ મહિનામાં ચાંદી 3000 રૂપિયા મોંઘી થઇ છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 1 કિગ્રા ચાંદીની કિંમત 71000 રૂપિયા હતી.

Advertisment

વૈશ્વિક સોનામાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો

વૈશ્વિક બજારમાં સોનામાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું અગાઉ 2164 ડોલરની ઐતિહાસિક ટોચ બનાવી 2159 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સ્થિર હતું. તો ચાંદી નજીવી વધી 24.34 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. તો પ્લેટિનમ 0.2 ટકા ઘટી 917 ડોલર અને પ્લેડિયમ 0.4 ટકા વધી 1037 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. ત્રણેય કિંમતી ધાતુઓમાં સાપ્તાહિક વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો | વિશ્વ મહિલા દિવસ : ભારતની 10 સૌથી ધનવાન મહિલાઓ, મહિને કરે છે કરોડોની કમાણી

યુએસ ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત આપ્યા બાદ સોના ચાંદી માં તેજી આવી છે. જેરોમ પોવેલના નિવેદનથી જૂનમાં વ્યાજદર ઘટવાની આશા વધી છે. જેની અસરે યુએસ બોન્ડ યીલ્ડ અને અમેરિકન ડોલરમાં નરમાઇ આવી છે. આથી સોના ચાંદીમાં સેફ હેવન માંગ મજબૂત થઇ રહી છે.

સોનું ચાંદી બિઝનેસ Investment