Gold Price All Time High, Silver Price Jumps : સોનાના ભાવ ઈતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 69000 રૂપિયા થયા છે, જે ઓલટાઈમ હાઇ લેવલ છે. વૈશ્વિક બજારમાં સોનું 2200 ડોલર રેકોર્ડ હાઇ લેવલને સ્પશ્યું છે. જેની અસરે ભારતમાં પણ સોનું મોંઘુ થયું છે. સોનાની પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે.
સોનું 69000 ઓલટાઇમ હાઇ
સોનું નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 1300 રૂપિયા ઉછળ્યા. આ સાથે 10 ગ્રામ દીઠ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 69000 રૂપિયા થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો છે. તેવી જ રીતે 99.5 સોનાનો ભાવ 68800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. સોનાના ભાવ સતત વધી રહ્યા છે, આથી સામાન્ય વ્યક્તિને પીળી કિંમત ઘાતુ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે.
ચાંદી 1300 રૂપિયા ઉછળી
સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી 1300 રૂપિયા ઉછળી હતી. આ સાથે 1 કિલો ચાંદીની કિંમત 68800 રૂપિયા થઇ હતી.ગઇકાલે 1 કિલો ચાંદીની કિંમત 67500 રૂપિયા હતી.
3 સપ્તાહમાં સોનું 4800 રૂપિયા મોંઘુ થયું
માર્ચ મહિનામાં સોનાની કિંમત સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 64200 રૂપિયા હતી, જે વધીને 21 માર્ચ, 2024ના રોજ 69000 રૂપિયા થયો છે. આમ માત્ર 21 દિવસમાં સોનનું 4800 રૂપિયા મોંઘુ થયું છે. ટકાવારીમાં વાત કરીયે તો સોનમાં રોકાણકારોને 7.5 ટકા રિટર્ન મળ્યું છે.
વૈશ્વિક બજારમાં સોનું 2200 ડોલર રેકોર્ડ હાઇ
વૈશ્વિક બજારમાં સોનું 2200 ડોલરની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યું છે. વૈશ્વિક હાજર સોનું 1.2 ટકા વધી 2222 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ, જે ઐતિહાસિક ઉંચો ભાવ છે. તો એપ્રિલ ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટ 2 ટકા વધીને 2224.80 ડોલર બોલાયુ હતુ. તો પ્લેટિનમ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ 0.9 ટકા વધીને 920 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી વાયદો 3.3 ટકા વધી 25.927 ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થયા હતા.
સોના ચાંદીના ભાવ વધવાના કારણ
સોના ચાંદીના ભાવ છેલ્લા ઘણા સપ્તાહથી વધી રહ્યા છે અને તેની પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. યુએસ ફેડ રિઝર્વ બેંકે વ્યાજદરને યથાવત રાખ્યા છે. જો કે ચાલુ વર્ષે 3 વખત વ્યાજદર ઘટાડવાના સંકેત આપ્યા છે. આગામી સમયમાં વ્યાજદર ઘટવાની આશાએ સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. ફેડ રેટ ઘટવાની અસરે યુએસ ડોલર અને યુએસ બોન્ડની યીલ્ડ ઘટશે. આથી રોકાણકારો અન્ય સ્ત્રોતમાંથી નાણાં પાછા ખેંચી સોનામાં રોકાણ વધારી રહ્યા છે.
આ પણ વાંચો | મશરૂમ માંથી મળશે સોનું, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો; જાણો ભારતમાં આ મશરૂમ ક્યાં ઉગે છે ?
ઈઝરાયલ – પેલેટાઈન વચ્ચે ગાઝા યુદ્ધવૈશ્વિક આર્થિક અસ્થિરતાસોનાની પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળોભારતમાં લગ્નસરાની માંગથી સોના – ચાંદીના ભાવ મજબૂત થયા છેવૈશ્વિક મધ્યસ્થ બેંકો દ્વારા ગોલ્ડ રિઝર્વ વધારવા માટે સોનાની સતત ખરીદી





