Gold Price: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia ukraine war) શરૂ થયા બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા આઠ મહિનામાં સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ લગભગ બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, સોનાનો વેપાર મોટાભાગે યુએસ ડૉલર પર આધાર રાખે છે. પરંતુ ડૉલર સામે અન્ય દેશોની કરન્સી નબળી પડ્યા બાદ સ્થાનિક ભાવમાં સકારાત્મક વળતર જોવા મળ્યું છે.
સોનાની કિંમત પ્રતિ ગ્રામ
બીજી તરફ, જો આપણે સોના પરના રિટર્નની વાત કરીએ તો, છેલ્લા 1 વર્ષમાં ભારતમાં માત્ર 1.3 ટકા જ વળતર મળ્યું છે. જ્યારે તુર્કીમાં સોના પરનું વળતર 29 ટકાથી વધુ રહ્યું છે. આનું કારણ એ છે કે, તુર્કી ચલણનો ડોલર સામે મોટો ઘટાડો થયો છે.
ભારતમાં કુલ જેટલું સોનું આવે છે, તેમાંથી અડધું સોનું સ્વિત્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે. UAE બીજા નંબર પર છે. મોટા ભાગનું આયાતી સોનું ચેન્નાઈ અથવા દિલ્હીમાં પ્રથમ આવે છે. તો, ભારતમાં મશીનથી બનેલી જ્વેલરીનું માર્કેટ લગભગ 45 ટકા છે. જ્યારે હેન્ડમેડ જ્વેલરીનો બજાર હિસ્સો લગભગ 55 ટકા છે. જ્યારે 10 વર્ષ પહેલા તે અનુક્રમે 35 ટકા અને 65 ટકા હતો. જો કે દિવાળીના અવસરે સોનાના ભાવમાં થયેલા ઘટાડાથી સામાન્ય લોકોને ઘણી રાહત થશે.
આ પણ વાંચો – સેફ હેવન ગણાતા સોનાની ચમક કેમ ઝાંખી પડી? શું સોનામાં રોકાણ કરવું જોઈએ?
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં જ્વેલરીની માંગમાં ફેરફાર જોવા મળ્યો છે. હેન્ડમેડ જ્વેલરીનો માર્કેટ શેર ઘટ્યો છે, જ્યારે મશીન મેડ જ્વેલરીનો માર્કેટ શેર વધ્યો છે. તો, સોનાના રોકાણકારોને ચેતવણી આપવામાં આવી રહી છે કે, સોનાના બજારમાં આ વર્ષના અંત સુધી નરમી જ ચાલુ રહી શકે છે, કારણ કે ઊંચા વ્યાજ દરો હંમેશા યુએસ ડોલરના હિસાબે જ નક્કી કરવામાં આવે છે. એટલે કે, સોનાના રોકાણકારોને હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ઓછા રિટર્નથી જ સંતોષ માનવો પડશે.