Gold Price Crash: સોનાના ભાવમાં 2500નો કડાકો, એક દિવસ પહેલા ₹ 1 લાખ થયો હતો, જાણો 24 કેરેટનો ભાવ

Gold Price Crash And Silver Down : સોનાના ભાવમાં 1 લાખ રૂપિયા રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ્યા બાદ જબરદસ્ત કડાકો બોલાયો છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો પણ ઘટ્યો છે. જાણો આજના લેટેસ્ટ સોના ચાંદીના ભાવ.

Gold Price Crash And Silver Down : સોનાના ભાવમાં 1 લાખ રૂપિયા રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ્યા બાદ જબરદસ્ત કડાકો બોલાયો છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો પણ ઘટ્યો છે. જાણો આજના લેટેસ્ટ સોના ચાંદીના ભાવ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver Rate | Gold Silver Rate Today | Gold Silver price Today | Gold Price | Silver price

Gold Silver Price : સોનું ચાંદી કિંમતી ધાતું છે. (Photo: Freepik)

Gold Silver Price Today: સોનાના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ ઘટ્યા છે. આજે સોનામાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. સોનાનો ભાવ ઘટીન 1 લાખ રૂપિયાની અંદર આવી ગયો છે. લોકો સોનું ખરીદવા માટે ભાવ ઘટવાની રાહ જોઇ રહ્યા છે. આજે સોનું સસ્તુ થયું છે પણ બીજી બાજુ ચાંદી મોંઘી થઇ છે.

Advertisment

સોનામાં 2500નો કડાકો,

સોનાના ભાવ રેકોર્ડ હાઇ 1 લાખ રૂપિયાને સ્પર્શ્યા બાદ ઘટ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આ સાથે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 99000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તમને જણાવી દઇયે કે, 22 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદમાં સોનાનો ભાવ 1,01,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જે સોનાનો ઐતિહાસિક ઉંચો ભાવ છે.

તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 98700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. હોલમાર્ક સોનાનો ભાવ 97020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ભારતના અન્ય શહેરોમાં સોનાના ભાવ 2000 થી 2500 રૂપિયા સુધી ઘટ્યા હતા.

ચાંદી મોંઘી થઇ

આજે સોનું સસ્તું જ્યારે ચાંદી મોંઘી થઇ હતી. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 1000 રૂપિયા ઉછળી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 97500 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. તો ચાંદી રુપુનો ભાવ 97300 રૂપિયા પ્રતિ 1 કિલો હતી.

Advertisment

આ પણ વાંચો | સોનાનો ભાવ ભારતમાં આઝાદી સમયે 89 રૂપિયા હતો, હવે 1 લાખ પાર, જુઓ સોનાની સુવર્ણ સફર

હાજર બજારની સાથે વાયદા બજારમાં પણ સોનાના ભાવ ઘટ્યા હતા. એમસીએક્સ ગોલ્ડ વાયદો 2050 રૂપિયા ઘટીને 95520 રૂપિયા બોલાયો હતો, જે 2.1 ટકાનો ભાવ ઘટાડો દેખાડે છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 474 રૂપિયા વધીને 96353 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ